Gujarat Election 2022 : પાટીદારના એપી સેન્ટરમાં ભાજપનો ભવ્ય પ્રચાર, જાણો જામકંડોરાણા બેઠકનું રાજકીય મહત્વ

|

Oct 11, 2022 | 9:50 AM

વડાપ્રધાન મોદી (PM Modi)  આજે સૌરાષ્ટ્રમાં પાટીદારોના ગઢમાં ગર્જના કરશે. PM મોદીના કાર્યક્રમને લઈ જામકંડોરણામાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે અને ભાજપના નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પણ પ્રશ્ન થાય કે જામકંડોરાણાની પસંદગી શા માટે ?

Gujarat Election 2022 : પાટીદારના એપી સેન્ટરમાં ભાજપનો ભવ્ય પ્રચાર, જાણો જામકંડોરાણા બેઠકનું રાજકીય મહત્વ
Jamkandorana assembly seat

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મિશન 182 સાથે 27 વર્ષથી શાશન કરી રહેલી ભાજપ પણ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરી છે. વડાપ્રધાન મોદી (PM Modi)  આજે સૌરાષ્ટ્રમાં (Saurashtra) પાટીદારોના ગઢમાં ગર્જના કરશે. રાજકોટના જામકંડોરણામાં વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચારની જંગી સભા ગજવશે. PM મોદીના કાર્યક્રમને લઈ જામકંડોરણામાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે અને ભાજપના નેતાઓમાં  (BJP Leaders)  ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે ચૂંટણી પ્રચાર (Gujarat Assembly election) માટે જામકંડોરણાની પસંદગી શા માટે ?

આ વિધાનસભા બેઠક પર રાદડિયા પરિવારનો દબદબો

આ વિસ્તારમાં રાદડિયા પરિવારનું ભારે વર્ચસ્વ છે. જેતપુર-જામકંડોરણા વિધાનસભા બેઠકને રાદડિયા પરિવારનો (Radadiya family) ગઢ માનવામાં આવે છે. દિવંગત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના સમયથી જ આ વિસ્તારમાં રાદડિયા પરિવારનું ભારે વર્ચસ્વ છે. આ વિસ્તારમાં વિઠ્ઠલભાઈ જેવો જ જયેશ રાદડિયાનો દબદબો છે. આ બેઠક પર જાતિવાદી સમીકરણો વિશે વાત કરીએ તે જેતપુરમાં લેઉવા-કડવા પટેલ, ક્ષત્રિય, આહીર, કોળી, બ્રાહ્મણ, માલધારી, ખાંટ, દલિત અને લઘુમતી સમાજનું પ્રભુત્વ છે.

ભાજપનું એક તીરે અનેક નિશાન સાધવાનો પ્રયાસ

મહત્વપૂર્ણ છે કે, જેતપુર અને જામકંડોરણામાં લેઉવા પટેલનું પ્રભુત્વ સૌથી વધુ છે. અહીંની બેઠક પર જાતિવાદી સમીકરણોની વાત કરીએ તો જેતપુરમાં (jetpur) લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર, ક્ષત્રિય, માલધારી, બ્રાહ્મણ, ખાંટ, દલિત અને લઘુમતી સમાજનું પ્રભુત્વ છે. 100 ટકામાંથી 7 ટકા કોળી, 45 ટકા લેઉવા પટેલ, 13 ટકા દલિત, 7 ટકા લઘુમતી, 5 ટકા કડવા પટેલ, 5 ટકા ક્ષત્રિય અને અન્ય 18 ટકા મતદારો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ગ્રામ્ય સ્તરે લેઉવા પાટીદાર સમાજને રીઝવવા મથામણ

ગુજરાતમાં પાટીદાર સમાજની વસ્તી 15 ટકા છે. એકલો લેઉવા પાટીદાર સમાજ (Patidar community) સૌરાષ્ટ્ર, સુરત અને મધ્ય ગુજરાતમાં કુલ 50 સીટો પર સીધી રીતે અસર કરી શકે છે, ત્યારે લેઉવા પાટીદાર સમાજના એપી સેન્ટર સમાન જામકંડોરણામાં આ મોદીની સભાનું આયોજન કરીને ભાજપે એક તીરે અનેક નિશાન સાધ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની સૌથી વધારે અસર થઇ હતી અને તેમાં પણ ગ્રામ્ય સ્તરે લેઉવા પાટીદાર સમાજના મતો ભાજપ (BJP) વિરુદ્ધ જોવા મળ્યા હતા ત્યારે આ વખતે આ મતનો લાભ ભાજપને મળે અને લેઉવા પાટીદાર સમાજ ભાજપ તરફ આકર્ષાય તેવા ભાજપ પ્રયત્ન કરી રહ્યું છે. એટલા માટે જામકંડોરણાની આ સભા ખૂબ જ મહત્વની છે

Published On - 9:42 am, Tue, 11 October 22

Next Article