ગુજરાતમાં AAP અને BTP ગઠબંધનને પગલે આદિવાસી સંકલ્પ મહાસંમેલનનું આયોજન, કેજરીવાલની હાજરી

|

May 01, 2022 | 5:40 PM

આદિવાસી વિસ્તાર ડેડીયાપાડાના BTPના ધારાસભ્યએ જણાવ્યું હતું કે નર્મદા ડેમનું પાણી આજે પણ આ ટ્રાયબલ વિસ્તારમાં મળતું નથી. અને ભાજપના લોકો કોમવાદના નામે જીતવા માંગે છે. ભાજપ કોંગ્રેસ એવું નહિ સમજતા અભી તો ટાઇગર જીંદા હૈ.

ગુજરાતમાં AAP અને BTP ગઠબંધનને પગલે આદિવાસી સંકલ્પ મહાસંમેલનનું આયોજન, કેજરીવાલની હાજરી
Kejriwal attends Adivasi Sankalp Mahasammelan in Bharuch following AAP-BTP alliance

Follow us on

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ બની ચુક્યો છે. ત્યારે ભરૂચના (Bharuch) ચંડેરીયા ગામમાં આદીવાસી સંકલ્પ મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં (AAP)આમ આદમી પાર્ટી અને BTP એ ગઠબંધન કર્યું અને આવનાર 2022ના વિધાનસભાના ઇલેક્શનને ધ્યાને લઈને આપ અને BTP ગઠબંધન કરીને ભાજપ સામે લડી લેવાના મૂડ દેખાય છે. આ સંમેલનમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને BTP પાર્ટીના સ્થાપક છોટુ વસાવા, મહેશ વસાવા સહિતની ઉપસ્થિતિ જોવા મળી હતી. આ સંમેલનમાં હજારોની સંખ્યામાં આદિવાસી લોકોની હાજરી જોવા મળી હતી.

આદિવાસી વિસ્તાર ડેડીયાપાડાના BTPના ધારાસભ્યએ જણાવ્યું હતું કે નર્મદા ડેમનું પાણી આજે પણ આ ટ્રાયબલ વિસ્તારમાં મળતું નથી. અને ભાજપના લોકો કોમવાદના નામે જીતવા માંગે છે. ભાજપ કોંગ્રેસ એવું નહિ સમજતા અભી તો ટાઇગર જીંદા હૈ. આમ કહીને સભાને સંબોધન કર્યું હતું. અત્યાર સુધી બહોત પરેશાન કર્યા પણ હવે અમે પરેશાન નહિ થઈએ, વધુમાં વીજળી મફત,પાણી ,ભરતી કરવામાં આવશે. રાહુલ ગાંધીનો દાહોદ પ્રોગ્રામ કેન્સલ કરવો પડ્યો છે. નરેન્દ્ર મોદી અને અમિતશાહને પણ ટેન્શન છે ગુજરાતમાં શુ થશે.

હાલમાં જે સ્ટાઇલ ચાલે છે ઝૂકેગા નહિ શબ્દોથી કટાક્ષ કર્યો હતો

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આપના નેતા ગોપાલ ઈટાલિયા ઝુકેગા નહીં એ તો ફિલ્મ હમણાં આવ્યું પણ છોટુ દાદાએ પહેલાંથી ભાજપ અને કોંગ્રેસને કહી દીધું છે ઝુકેગા નહિ દેખો દેખો કોણ આયા આદિવાસી શેર આયા ના નારા લગાવ્યા આદિવાસીઓએ.

જ્યારે BTP ના સંસ્થાપક છોટુ વસાવાએ સંબોધન કરતા જણાવ્યું હતું. આમ આદમી આપના સહકારમા આવી છે. ત્યારે આપણે બધા ભેગા થઈ જઈએ. ગુજરાતમાંથી આ નાલાયકોને દૂર કરવાના છે. અમારી સરકાર આવશે ઓબીસીની પણ વસ્તી ગણતરી કરાવીશું. બજેટ મામલે કહ્યું હતું આ સરકારે રાજ કરવા માટે BPL ,APL કાર્ડ આપ્યા પણ એક બજેટ કાર્ડ આપે તો ખબર પડે લોકોને કેટલો ખર્ચ થાય છે .આ દેશનું બજેટ ક્યાં જાય છે એ કોઈને ખબર નથી .દેશ માથે દેવું છે. લોન લઈને ક્યાં વાપરી જાય છે ખબર નથી. આવા લોકોને ગુજરાતમાંથી હાંકી કાઢો તો આપણું ગુજરાન ચાલશે. સાથે ટ્રાબલ વિસ્તારમાં ભાજપ સરકારે કોઈ કામ કર્યા નથી. એટલા માટે BTP અને આપ તૈયાર છે તમે તૈયાર રહેશો ગુજરાતમાંથી હાંકી કાઢીશું. આ બે ભઠ્ઠી તપી છે એને તમારે ઠંડી પાડવાની છે.

આ પણ વાંચો :પશ્ચિમ બંગાળમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનો કહેર, અલગ-અલગ ઘટનાઓમાં 3 લોકોના મોત

આ પણ વાંચો :અરવિંદ કેજરીવાલે સ્ટેજ પરથી કઈ પાર્ટીના કેવા નેતાઓને AAPમાં આવવા માટે આમંત્રણ પાઠવ્યું ?

 

Published On - 5:39 pm, Sun, 1 May 22

Next Article