Gujarat Election 2022 : ચૂંટણીની આ મોસમમાં કટ્ટર વિરોઘી ભાજપ-કોંગ્રેસના નેતાઓની ગરબામાં થઈ દોસ્તી ! જુઓ મજેદાર વીડિયો

ચૂંટણી પહેલા જુનાગઢ જિલ્લામાં અજીબ દ્રશ્યો સામે આવ્યા છે. વિસાવદરમાં (Visavadar)  ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક તાલમાં મગન થઈને સાથે ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે.

Gujarat Election 2022 : ચૂંટણીની આ મોસમમાં કટ્ટર વિરોઘી ભાજપ-કોંગ્રેસના નેતાઓની ગરબામાં થઈ દોસ્તી ! જુઓ મજેદાર વીડિયો
BJP-Congress leader playing garba
| Edited By: | Updated on: Sep 28, 2022 | 1:18 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે. ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ (Political party) મહતમ બેઠકો હાંસલ કરવા મથામણ કરી રહી છે.પરંતુ ચૂંટણી પહેલા હાલ પક્ષપલટાની મોસમ પણ જામી છે. આ બધાની વચ્ચે જુનાગઢ (Junagadh) જિલ્લામાં અજીબ દ્રશ્યો સામે આવ્યા છે. વિસાવદરમાં (Visavadar)  ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક તાલમાં મગન થઈને સાથે ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે.

રાજકીય ચર્ચાએ જોર પકડ્યુ

જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ભાજપ-કોંગ્રેસનાં નેતાઓ એક સાથે ગરબે રમતા નજરે પડ્યા હતા.તમને જણાવી દઈએ કે, ગોકુળ ગૌ રક્ષક ટ્રસ્ટ દ્વારા દાંડિયારાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક તાલમાં ગરબે રમતા જોવા મળી રહ્યા છે. ચૂંટણી પહેલા પૂર્વ મંત્રી કનુ ભાલાળા સહિતના ભાજપના આગેવાનો સાથે કોંગ્રેસના નેતા હર્ષદ રિબડિયા (MLA Harshad Ribadiya) ગરબે ઘુમતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.

જુઓ વીડિયો

કોંગ્રેસના નેતાઓનો ભાજપ પ્રેમ છલકાયો

આ પહેલી વાર નથી, જ્યારે ભાજપના નેતાઓ સાથે કોંગ્રેસના કોઈ ધારાસભ્યો ન જોવા મળ્યા હોય. થોડા દિવસો પહેલા ભાવનગરમાં CM ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra patel) સન્માન કાર્યક્રમમાં અમરીશ ડેર (MLA Ambarish Der) હાજર રહ્યા હતા. ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યની ભાજપ કાર્યક્રમમાં હાજરીથી રાજકીય માહોલ ગરમાયો હતો. સાથે જ રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર ભાજપમાં (BJP) જોડાશે તેવી એટકળોએ પણ વેગ પકડ્યો હતો.

Published On - 1:18 pm, Wed, 28 September 22