Gujarat Election 2022: હાર્દિક પટેલ 2 જૂને ધારણ કરશે કેસરિયા, વિધાનસભાની ચૂંટણી પણ લડે તેવી શક્યતા !

|

May 31, 2022 | 11:45 AM

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાર્દિક પટેલ પ્રદેશ ભાજપના નેતાઓની હાજરીમાં જ કેસરિયા કરશે. એટલુ જ નહીં હાર્દિક પટેલ વિધાનસભાની ચૂંટણી પણ લડે તેવી શક્યતા છે.

Gujarat Election 2022: હાર્દિક પટેલ 2 જૂને ધારણ કરશે કેસરિયા, વિધાનસભાની ચૂંટણી પણ લડે તેવી શક્યતા !
Hardik Patel (File Image)

Follow us on

અંતે ઘણા સમયથી હાર્દિક પટેલના (Hardik Patel) ભાજપમાં (BJP) જોડાવાની ચર્ચાઓનો અંત આવ્યો છે. હાર્દિક પટેલ 2 જૂનના રોજ સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે. ગાંધીનગર (Gandhinagar) કમલમમાં હાર્દિક કેસરિયા કરશે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાર્દિક પટેલ પ્રદેશ ભાજપના નેતાઓની હાજરીમાં જ કેસરિયા કરશે. એટલુ જ નહીં હાર્દિક પટેલ વિધાનસભાની ચૂંટણી પણ લડે તેવી શક્યતા છે.

કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ હવે હાર્દિક પટેલ ભાજપનો સાથ આપવા જઇ રહ્યા છે. સુત્રો પાસેથી માહિતી મળી છે કે હાર્દિકને પક્ષમાં જોડવા અંગે ભાજપ મોવડીમંડળે લીલીઝંડી આપી દીધી છે. તેથી હાર્દિક પટેલ હવે 2 જૂનના રોજ ભાજપનો ખેસ ધારણ કરશે અને સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે. જો કે પ્રદેશ નેતાઓની હાજરીમાં જ હાર્દિક પટેલ કેસરી ખેસ ધારણ કરશે. કોઇ કેન્દ્રીય કે મોટા નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે નહીં. બીજી તરફ  ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે  હાર્દિક પટેલ વિધાનસભાની ચૂંટણી લડે તેવી પણ શક્યતા છે.

હાર્દિક પટેલ પાટીદાર આંદોલન પછી લોકોમાં જાણીતા થયા હતા. જે પછી હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસે પણ હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ તરીકેનું પદ આપ્યુ હતુ. જો કે હાર્દિક પટેલની કોંગ્રેસમાં સફર લાંબો સમય સુધી ચાલી શકી નહીં. હાર્દિક પટેલ કોંગ્રેસથી ઘણા સમયથી નારાજ ચાલી રહ્યા હતા. અંતે તેમણે કોંગ્રેસના નેતૃત્વ સામે રોષ ઠાલવતો પત્ર લખી કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતુ.

હાર્દિકે કોંગ્રેસ છોડતા પહેલા પણ ભાજપ સરકારના રામ મંદિર, સીએએ, એનઆરસી જેવા નિર્ણયોના વખાણ કર્યા હતા. જે બાદ ઘણા સમયથી હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી. જેનો હવે અંત આવ્યો છે અને હાર્દિક પટેલ સત્તાવારી રીતે ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે. હાર્દિક પટેલને ભાજપમાં મહત્વનો હોદ્દો મળે તેની પણ શકયતા રહેલી છે કારણકે સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભાજપ તેમને 2022ની વિધાનસભા ચૂંટણી પણ લડાવી શકે છે.

કોંગ્રેસથી છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી (Congress) નારાજ ચાલતા હાર્દિક પટેલે (Hardik patel) 18 મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ હતુ. હાર્દિક પટેલે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર રાજીનામાનો (Resign) પત્ર શેર કર્યો હતો. હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું કેમ આપે છે તેના કારણો આ પત્રમાં જણાવ્યા હતા. હાર્દિક પટેલે ટ્વીટર પર રાજીનામાના પત્ર સાથે લખ્યુ હતુ કે ”આજે હું હિંમતપૂર્વક કોંગ્રેસ પાર્ટીના હોદ્દા અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતના લોકો આવકારશે. મને વિશ્વાસ છે કે મારા આ પગલા પછી હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર હકારાત્મક રીતે કામ કરી શકીશ.”

 

Published On - 10:51 am, Tue, 31 May 22

Next Article