Gujarat Election 2022: ટિકિટ ન મળતા નારાજ હકુભાને ભાજપે મનાવ્યા, ફોર્મ ભરવા પહોંચેલા રિવાબા સાથે હાજર રહી કહ્યુ, ‘હું પાર્ટીથી નારાજ નથી’

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ઠેર-ઠેર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે જામનગર (Jamnagar) ઉત્તર બેઠક પર અંસતોષના સમાચાર વચ્ચે રિવાબા જાડેજાના ઉમેદવારી ફોર્મ ભરવામાં હકુભા જાડેજા હાજર રહેતા ભાજપને રાહત થઇ છે.

Gujarat Election 2022: ટિકિટ ન મળતા નારાજ હકુભાને ભાજપે મનાવ્યા, ફોર્મ ભરવા પહોંચેલા રિવાબા સાથે હાજર રહી કહ્યુ, હું પાર્ટીથી નારાજ નથી
હકુભા (ધર્મેન્દ્રસિંહ) જાડેજા
Image Credit source: ફાઇલ તસવીર
| Edited By: | Updated on: Nov 14, 2022 | 5:10 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ભાજપે અત્યાર સુધીમાં 166 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને જામનગર ઉત્તર સીટના ધારાસભ્ય પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે આ સીટ પર ભાજપ દ્વારા પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા જાડેજાને દૂર કરીને નવા અને યુવા ચહેરાને તક આપી છે. વિધાનસભાની ટિકિટ ન મળતા હકુભા જાડેજા ભાજપથી નારાજ જોવા મળ્યા હતા. હકુભાઈ અન્ય પક્ષમાંથી પણ ચૂંટણી લડવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. જો કે આજે રિવાબા જ્યારે ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે હકુભા જાડેજા હાજર રહેતા ભાજપને રાહત થઇ છે.

ગુજરાત ઇલેકશન 2022 : હકુભા જાડેજાએ તોડ્યું મૌન, ‘હું પાર્ટીથી નારાજ નથી’

ગુજરાતમાં ચૂંટણી માહોલ જામ્યો છે. ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ઠેર-ઠેર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે જામનગર ઉત્તર બેઠક પર અંસતોષના સમાચાર વચ્ચે રિવાબા જાડેજાના ઉમેદવારી ફોર્મ ભરવામાં હકુભા જાડેજા હાજર રહેતા ભાજપને રાહત થઇ છે. આ પ્રસંગે હકુભા જાડેજાએ જણાવ્યું કે, હું પાર્ટીથી નારાજ નથી. પાર્ટી મને જે જવાબદારી સોંપશે તે હું સ્વીકારીશ. હું કોંગ્રેસના સંપર્કમાં પણ નથી. જામનગરમાં પાવર સેન્ટરની પણ કોઇ લડાઈ ન હોવાનું તેમને જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ હકુભા જાડેજાની ટિકિટ કપાતા તેમને નારાજ હોવાનું અને કોંગ્રેસના સંપર્કમાં હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતુ.

ગુજરાત ઇલેકશન 2022 : હકુભાનું ભાજપે ડેમેજ કંટ્રોલ કર્યું

જપ દ્વારા પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા જાડેજાને દૂર કરીને નવા અને યુવા ચહેરા અને મહિલા ઉમેદવાર રિવાબા જાડેજાને તક આપી છે. જો કે વિધાનસભાની ટિકિટ ન મળતા હકુભા જાડેજા ભાજપથી નારાજ જોવા મળ્યા હતા. જેથી ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા કવાયત શરુ કરી દીધી હતી. હકુભાઈ અન્ય પક્ષમાંથી પણ ચૂંટણી લડવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. પરંતુ અંતે ભાજપ હકુભાનું ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહી હતી અને જામનગરની ત્રણેય સીટના ઇન્ચાર્જ તરીકે હકુભાને જાહેર કરીને ઘીના ઠામમાં ઘી પાડી દીધું હતું.