Gandhinagar: CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, ચૂંટણીની આગામી રણનીતિ પર ચર્ચા

|

Oct 18, 2022 | 12:01 PM

આજની કેબિનેટ બેઠકમાં (Cabinet meeting) કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતને લઇને જે ડ્રાફ્ટ બની ચુક્યા છે. જેવા કે ખેડૂતોને લઇને રાહત પેકેજની જાહેરાતનું પ્રેઝન્ટેશન કેબિનેટમાં થવાનું છે. સાથે ચૂંટણીની આગામી રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવશે.

Gandhinagar: CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, ચૂંટણીની આગામી રણનીતિ પર ચર્ચા
29 ઓકટોબરના રોજ મળશે કેબિનેટની બેઠક
Image Credit source: TV9 GFX

Follow us on

ગાંધીનગરમાં (Gandhinagar) આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક (Cabinet meeting) મળી છે. આ કેબિનેટને સેકન્ડ લાસ્ટ કેબિનેટ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. કેમ કે આજની કેબિનેટ પછી બીજી એક કેબિનેટની બેઠક મળશે. તે પછી ચૂંટણીની તારીખો જાહેર થવાની સંભાવના વર્તાઇ રહી છે. ચૂંટણી જાહેરાતનો સમય 30-31 ઓક્ટોબરની આસપાસનો માનવામાં આવી રહ્યો છે. એટલે કે સંભવત: બીજી એક કેબિનેટ બેઠક પણ મળી શકે. જો કે આજની કેબિનેટ બેઠકમાં કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતને લઇને જે ડ્રાફ્ટ બની ચુક્યા છે. જેવા કે ખેડૂતોને લઇને રાહત પેકેજની જાહેરાતનું પ્રેઝન્ટેશન કેબિનેટમાં થવાનું છે. સાથે ચૂંટણીની આગામી રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવશે.

જ્યારે આચારસંહિતા લાગુ પડી જાય છે ત્યારે કોઇ નવી યોજના કે જાહેરાત સરકાર દ્વારા કરી શકાતી નથી. ત્યારે ચૂંટણી લક્ષી જે યોજનાઓ છે કે જાહેરાતો છે. તે આ સપ્તાહ સુધીમાં કે દિવાળી બાદ થઇ શકે તે માટેની કવાયત કરવામાં આવશે. વડાપ્રધાન આવતીકાલથી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ જુનાગઢ અને રાજકોટમાં વિવિધ કાર્યક્રમમાં જોડાવાના છે. ત્યારે PMના પ્રવાસને લઇને અંતિમ તબક્કાની તૈયારીઓ પર સમીક્ષા કરવામાં આવશે. તેની સાથે જ સંયુક્ત રાષ્ટ્રનું ડેલીગેશન તેની એક બેઠક કેવડિયામાં છે. આ બેઠક બાદ તેઓ મોઢેરા આવવાના છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની એક ઇમેજ બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તેને લઇને અંતિમ ઘડીની તૈયારીઓ પર કેબિનેટની બેઠકમાં ચર્ચા થશે.

ગુજરાતના 3 સૌથી મોટા મોલ કયા છે? જાણો તેમના નામ
બરફ જેવું દેખાતું ફળ તમારા લીવર માંથી ગંદકી કરશે દૂર, ધડા ધડ ઘટશે વજન
તમને હૃદયની બીમારી નથીને ! દેવરાહા બાબાએ જણાવી જાતે તપાસવાની રીત, જુઓ Video
IPLના 17 વર્ષના ઈતિહાસમાં આ ટીમે સૌથી વધુ કોચ બદલ્યા
તમાકુના વ્યસનથી છૂટકારો નથી મળતો? તો અપનાવો પ્રેમાનંદજી મહારાજનો આ ઉપાય
કથાકાર દેવી ચિત્રલેખા ખાય છે આ ખાસ રોટલી, જાણો બનાવવાની અદભૂત રીત અને ફાયદા

તો કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવા પર ચર્ચા થશે. રાજ્ય સરકાર તાજેતરમાં ભારે વરસાદથી જે-જે ખેડૂતોને નુકસાન થયું છે, તેઓની માટે રૂ. 600 કરોડના પેકેજની જાહેરાત કરી શકે છે. મુખ્યપ્રધાન પાસે પાક નુક્સાનીના વળતર અંગેનો પ્રસ્તાવ પહોંચી ચૂક્યો છે અને શક્ય છે કે ગણતરીના કલાકોમાં નુક્સાની ભોગવી રહેલા ખેડૂતોને મોટી રાહત મળે તેમ છે. નોંધનીય છે કે ખેડૂતોને (Farmers) થયેલા નુકસાનને લઈને 1100 કરોડ રુપિયાથી વધુનું રાહત પેકેજ પ્રપોઝ કરવામાં આવ્યું છે. જો કે તેની સામે સરકાર 600 કરોડથી વધુનું રાહત પેકેજ જાહેર કરે તેવી સંભાવના છે.

 

(વિથ ઇનપુટ-કિંજલ મિશ્રા, ગાંધીનગર)

Next Article