Gujarat Election 2022 : ચૂંટણી પહેલા ભાજપમાં બેઠકોનો ધમધમાટ, અમિત શાહ ‘કમલમ’માં ચૂંટણીલક્ષી બેઠક યોજશે

|

Sep 27, 2022 | 10:31 AM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાલ ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે તેઓ કમલમમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજશે.

Gujarat Election 2022 : ચૂંટણી પહેલા ભાજપમાં બેઠકોનો ધમધમાટ, અમિત શાહ કમલમમાં ચૂંટણીલક્ષી બેઠક યોજશે
Gujarat Election 2022

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (Gujarat Assembly Election) રણશિંગુ ફૂંકાય ગયુ છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લાગવી રહી છે. 27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ પાર્ટી પણ મહતમ બેઠકો હાંસલ કરવા મથામણ કરી રહી છે. વડાપ્રધાન મોદી (PM Modi) અને અમિત શાહ જેવા દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણી નજીક આવતા ગુજરાતની જનતાની નજીક આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાલ ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે તેઓ કમલમમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટિલ (C R Paatil) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજશે.માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં મહત્વની ચર્ચા થઇ શકે છે. આજે બપોરે અમિત શાહ પોતાના કાર્યક્રમોમાં 1 થી 3.30 વાગ્યાના વચ્ચેના સમય દરમિયાન કમલમ પર બેઠક કરશે.

અમિત શાહ ‘કમલમ’માં મંથન કરશે

મહત્વનું છે કે અમિત શાહના ગુજરાત પ્રવાસ (Amit Shah gujarat visit) દરમિયાન આ પ્રકારે કોઈ કાર્યક્રમ અગાઉથી નક્કી કરવામાં આવ્યો નહોતો.પરંતુ હવે તેઓ કમલમમાં ચૂંટણી અગાઉ મુખ્યપ્રધાન સાથે મંથન કરશે.તમને જણાવી દઈએ કે, પહેલા અમિત શાહ ગાંધીનગર સર્કિટ હાઉસ જવાના હતા,પરંતુ હવે તેઓ કમલમમાં જશે અને ચૂંટણી લક્ષી બેઠક કરશે.

આજનું રાશિફળ તારીખ : 30-11-2024
પુષ્પા 2 પછી અલ્લુ અર્જુન કરશે આ પહેલું કામ !
કામની વાત : વિદેશમાં વિઝા-ફ્રી એન્ટ્રી, વિઝા ઓન અરાઈવલ અને ઈ-વિઝા વચ્ચે શું છે તફાવત ?
દ્વારકાના ફરવાલાયક 9 સ્થળો, સાતમુ સૌનું ફેવરિટ, જુઓ Photos
Video : એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટાએ ક્રિકેટર શ્રેયસ અય્યરને કહ્યું Sorry, જાણો કારણ
ખુશખબર : અમદાવાદના SG Highway નજીક બનશે અનોખુ Lotus Park, જુઓ Photos

ભાજપ જુદા- જુદા પાંચ ઝોનમાં યોજશે ગૌરવ યાત્રા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભાજપ (BJP) દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્યમાં 5 ઝોનમાં ભાજપ ગૌરવ યાત્રા યોજાશે. 7 ઓક્ટોબરથી આ યાત્રાની શરૂઆત થવાની છે. ઝોન વાઈઝ 10 દિવસ સુધી આ યાત્રા ચાલશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત કેન્દ્રીય નેતાઓ આ યાત્રાની શરૂઆત કરાવશે. ભાજપ હંમેશા સતત યાત્રાઓ દ્વારા લોકસંપર્ક કરવાનો પ્રયાસ કરતી રહે છે.

Published On - 9:57 am, Tue, 27 September 22

Next Article