Gujarat Election 2022 : જામનગરની આ બેઠક પર કોઈ પક્ષ પર નહીં, વ્યક્તિના નામે લડાઈ છે ચૂંટણી, જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ

|

Oct 24, 2022 | 1:15 PM

જામનગરની ઉત્તર બેઠક પર રાજકીય સમીકરણો બદલાયા છે. ભાજપ પોતાની બેઠક જાળવી રાખવા એડીચોટીનું જોર લગાવી રહી છે. તો કોંગ્રેસ ફરી વિજય મેળવવા પ્રયાસ કરી રહી છે.

Gujarat Election 2022 : જામનગરની આ બેઠક પર કોઈ પક્ષ પર નહીં, વ્યક્તિના નામે લડાઈ છે ચૂંટણી, જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ
Jamnagar Assembly Seat

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election) હવે ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે, દરેક રાજકીય પાર્ટી પ્રચાર અને પ્રસાર થકી મતાદરોને રીઝવી રહી છે, ત્યારે  TV9ની વિશેષ રજૂઆતમાં વાત એક એવી વિધાનસભા બેઠકની કે જ્યાં કોઇ પક્ષ નહીં પરંતુ એક વ્યક્તિના નામે ચૂંટણી જીતાય છે. કોંગ્રેસ હોય કે ભાજપ, (BJP) માત્ર એક જ વ્ચક્તિના નામનો છે દબદબો. અમે વાત કરી રહ્યાં છીએ જામનગર ઉત્તર વિધાનસભા બેઠકની. અહીં એક વાર કોંગ્રેસ (Congress)  અને એક વાર ભાજપમાંથી એમ બે ટર્મથી ધર્મેન્દ્રસિંહ જાડેજા ચૂંટણી જીતી રહ્યાં છે.

આ બેઠક પર હાલ ભાજપનું શાસન

આ બેઠક પર હાલ ભાજપનું શાસન છે. અહીં છેલ્લી બે ટર્મથી ધર્મેન્દ્રસિંહ જાડેજા ચૂંટણી જીતી રહ્યાં છે. 2012માં ધર્મેન્દ્રસિંહ કોંગ્રેસ વતી વિધાનસભા ચૂંટણી લડી ભાજપના મુળુ બેરાને મ્હાત આપી. તો 2017માં ધર્મેન્દ્રસિંહ જાડેજા ભાજપ વતી વિધાનસભાની (Gujarat Election) ચૂંટણી લડી કોંગ્રેસના જીવણ કુંભારવડિયાને હારનો સ્વાદ ચખાડ્યો.

જો કે 2022માં રાજકીય સમીકરણો બદલાયા છે. ભાજપ પોતાની બેઠક જાળવી રાખવા એડીચોટીનું જોર લગાવી રહી છે. તો કોંગ્રેસ ફરી વિજય મેળવવા પ્રયાસ કરી રહી છે, ત્યારે આ વર્ષે શું ધર્મેન્દ્રસિંહ જાડેજા (Dharmendrasinh jadeja) ભાજપને જીત અપાવશે કે પછી પંજાને મળશે સાથ. આવો જાણીએ મતદારોના કેવા છે પ્રશ્નો અને કેવો છે મતદારોનો મિજાજ.

Islamic Rules : મુસ્લિમોમાં કયા કાર્યોને પાપ માનવામાં આવે છે? જાણો
Ganesh Puja : ભગવાન ગણેશને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ? જાણી લો
આયોડીનની ઉણપથી કયા રોગો થાય છે?
ભારતનો સૌથી મોંઘો કોમેડિયન રજનીકાંતથી પણ વધારે પૈસાદાર છે , જુઓ ફોટો
One Day Marriage : અહીં ફક્ત એક દિવસ માટે થાય છે લગ્ન ! બીજા દિવસે પતિ-પત્ની અલગ
Jioએ લોન્ચ કર્યા ડેટા વગરના બે સસ્તા પ્લાન ! મળશે 365 દિવસની વેલિડિટી, જાણો કિંમત

આ બેઠકો પર રાજકીય સમીકરણો બદલાયા

આ બેઠક પર કુલ મતદારો (Voters) 2 લાખ 63 હજાર 375 છે. જેમાં પુરૂષ મતદારો – 1 લાખ 34 હજાર 699 અને સ્ત્રી મતદારો 1 લાખ 28 હજાર 675 છે.જો જાતિગત સમીકરણો પર નજર કરીએ તો મુસ્લિમ મતદારો 41 હજાર 784, ક્ષત્રિય મતદારો 27 હજાર 175, પાટીદાર મતદારો 17 હજાર 658, બ્રાહ્મણ મતદારો 14 હજાર 260, કોળી મતદારો13 હજાર 301, સતવારા મતદારો 10 હજાર 601 અને SC-ST મતદારો 25 હજાર છે.

જો આ બેઠકના રાજકીય ઈતિહાસની વાત કરીએ તો 2017 માં ભાજપના ધર્મેન્દ્રસિંહ જાડેજાને 84,327 મત મળ્યા, તો કોંગ્રેસના જીવણ કુંભારવડિયાને 43,364 મત મળ્યા. જેથી ધર્મેન્દ્રસિંહ જાડેજા 40,963 મતેથી અહીં જીત્યા. જો 2012ની ચૂંટણીના પરિણામની વાત કરીએ તોકોંગ્રેસના ધર્મેન્દ્રસિંહ જાડેજાને 61,642 મત મળ્યા, ભાજપના મુળુ બેરાને 52,194 મત મળ્યા. જેથી કોંગ્રેસના ધર્મેન્દ્રસિંહ જાડેજાની 9,448 મતેથી જીત મેળવી હતી.

Published On - 1:15 pm, Mon, 24 October 22

Next Article