Gujarat Election result 2022 today: કોંગ્રેસનો ગઢ ગણાતી ધોરાજી બેઠક ઉપરથી લલિત વસોયાએ હાર સ્વીકારી,આમ આદમી પાર્ટીના કારણે હાર્યા હોવાનું આપ્યું નિવેદન

Gujarat  Election result today:  સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ગઢ ગણાતી  ધોરાજી બેઠક ઉપરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા  લલિત વસોયાએ હાર સ્વીકારી લીધી છે .  તો આ ચૂંટણીમાં 32 વર્ષ બાદ કોંગ્રેસની સૌથી કારમી હારના સંકેત જોવા મળ્યા છે . ત્યારે શરૂઆતના સંકેતો અને વલણો બાદ ધોરાજી બેઠક ઉપરથી કોંગ્રેસના આ ઉમેદવારે પોતે જ હાર સ્વીકારી લીધી  છે.   તેમણે […]

Gujarat Election result 2022 today:  કોંગ્રેસનો ગઢ ગણાતી ધોરાજી બેઠક ઉપરથી લલિત વસોયાએ હાર સ્વીકારી,આમ આદમી પાર્ટીના કારણે હાર્યા હોવાનું આપ્યું નિવેદન
લલિત વસોયાએ સ્વીકારી હાર
| Edited By: | Updated on: Dec 08, 2022 | 10:20 AM

Gujarat  Election result today:  સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ગઢ ગણાતી  ધોરાજી બેઠક ઉપરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા  લલિત વસોયાએ હાર સ્વીકારી લીધી છે .  તો આ ચૂંટણીમાં 32 વર્ષ બાદ કોંગ્રેસની સૌથી કારમી હારના સંકેત જોવા મળ્યા છે . ત્યારે શરૂઆતના સંકેતો અને વલણો બાદ ધોરાજી બેઠક ઉપરથી કોંગ્રેસના આ ઉમેદવારે પોતે જ હાર સ્વીકારી લીધી  છે.   તેમણે ટીવી9ના સંવાદદાતાને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કારણે  કોંગ્રેસના મતને અસર પહોંચી છે અને પાંચ રાઉન્ડ઼ના અંતે   તેઓ ઘણા માર્જિનથી પાછળ હોવાનું પણ સ્વીકારી લીધું છે.

ગુજરાત ચૂંટણી પરિણામ 2022: કોંગ્રેસમાં જ હતો લલિત વસોયાનો વિરોધ

વર્ષ 2022ની ચૂંટણીમાં  પૂર્વ આગેવાનો તેમજ પૂર્વ હોદ્દેદારો દ્વારા ધોરાજી ઉપલેટા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લલિત વસોયાનો વિરોધ કર્યો હતો.  ઉપલેટામાં કોંગ્રેસના પૂર્વ આગેવાનો તેમજ પૂર્વ હોદ્દેદારો દ્વારા ધોરાજી ઉપલેટા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લલિત વસોયાનો વિરોધ કર્યો હતો.  આ સમગ્ર વિરોધની વિગત મુજબ લલિત વસોયાએ ભૂતકાળમાં જે વાયદાઓ કર્યા હતા. તેમાં અસંતોષ થયા હોવાની બાબત સામે આવી હતી . ધારાસભ્યએ પોતાને મળતા પગાર માંથી લોકહિતના કાર્યો તેમજ ફ્રી નિદાન કેમ્પો કરી લાખો રૂપિયા વાપર્યા હોવાનું ચર્ચાતા કોંગ્રેસના કાર્યકરોએ આ વાતને લઈને પણ લલિતભાઈ ઉપર અન્ય સંસ્થાઓના પૈસા વાપર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

 

 

 

 

Published On - 10:18 am, Thu, 8 December 22