Gujarat Election result 2022 today: ધોરાજીમાં ભાજપના મહેન્દ્ર પાડલિયાની મોટી જીત, કોંગ્રેસના લલિત વસોયાની કારમી હાર

|

Dec 08, 2022 | 10:40 AM

ધોરાજી બેઠક ઉપરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા  લલિત વસોયાએ હાર સ્વીકારી લીધી છે .ત્યારે શરૂઆતના સંકેતો અને વલણો બાદ ધોરાજી બેઠક ઉપરથી કોંગ્રેસના આ ઉમેદવારે પોતે જ હાર સ્વીકારી લીધી  છે.   તેમણે ટીવી9ના સંવાદદાતાને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કારણે  કોંગ્રેસના મતને અસર પહોંચી છે અને પાંચ રાઉન્ડ઼ના અંતે   તેઓ ઘણા માર્જિનથી પાછળ હોવાનું પણ સ્વીકારી લીધું છે.

Gujarat Election result 2022 today: ધોરાજીમાં ભાજપના મહેન્દ્ર પાડલિયાની મોટી જીત, કોંગ્રેસના લલિત વસોયાની કારમી હાર
ધોરાજીમાં ભાજપના મહેન્દ્ર પાડલિયાની જીત

Follow us on

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ગઢ ગણાતી  ધોરાજી બેઠક ઉપરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા  લલિત વસોયાએ હાર સ્વીકારી લીધી છે અને ભાજપના  ઉમેદવાર મહેન્દ્ર પાડલિયાને જીત મળી છે.  ધોરાજી  કોંગ્રેસનો  ગઢ ગણાતી હતી પરંતુ  આ બેઠક ઉપર  કોંગ્રેસની કારમી હાર થઈ છે.   શરૂઆતના સંકેતો અને વલણો બાદ ધોરાજી બેઠક ઉપરથી કોંગ્રેસના આ ઉમેદવારે પોતે જ હાર સ્વીકારી લીધી હતી.  પરિણામ આવતા પહેલા જ સૌ રાષ્ટ્રમાં કોંગ્રેસનો ગઢ ગણાતી  ધોરાજી બેઠક ઉપરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા  લલિત વસોયાએ હાર સ્વીકારી લીધી છે .   ત્યારે શરૂઆતના સંકેતો અને વલણો બાદ ધોરાજી બેઠક ઉપરથી કોંગ્રેસના આ ઉમેદવારે પોતે જ હાર સ્વીકારી લીધી  છે.   તેમણે ટીવી9ના સંવાદદાતાને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કારણે  કોંગ્રેસના મતને અસર પહોંચી છે અને પાંચ રાઉન્ડ઼ના અંતે   તેઓ ઘણા માર્જિનથી પાછળ હોવાનું પણ સ્વીકારી લીધું હતું .

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

ધોરાજી બેઠકમાં ધોરાજી અને ઉપલેટા તાલુકાનો સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 266718 છે. જેમાં 137951 પુરુષ મતદારો અને 128766 મહિલા મતદારો છે. જયારે અન્ય એક મતદાર છે.

ધોરાજી વિધાનસભા બેઠક પર જાતિવાદી સમીકરણ

ધોરાજી બેઠક પર જો જાતિવાદી સમીકરણની વાત કરીએ તો અહીં લેઉવા પાટીદાર, કડવા પાટીદાર, આહીર, ક્ષત્રીય, માલધારી, બ્રાહ્મણ, દલિત અને લધુમતી સમાજનું પ્રભુત્વ જોવા મળે છે. અહીં લેઉવા પટેલ 25%, દલિત 5%, લધુમતી 18%, કડવા પટેલ 23%, આહીર 8%, ક્ષત્રીય 5% અને અન્ય 16% મતદારો છે. એટલે કે આ બેઠક પર પાટીદારોનો મુખ્ય પ્રભાવ છે તેમ કહી શકાય છે.

અત્યારસુધીની વિધાનસભા ચૂંટણીના પરિણામો

ધોરાજી વિધાનસભા બેઠક પર સૌ પ્રથમ વખત વર્ષ 1962માં ચૂંટણી યોજાઈ હતી. આ બેઠક પર 1961થી 1980 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો હતો અને ત્યાર બાદ વર્ષ 1990થી 2009 સુધી ભાજપનું વર્ચસ્વ રહ્યું છે. ત્યારબાદ ભાજપના ઉમેદવાર દ્વારા પક્ષ પલટો કરતા વર્ષ 2009માં પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ હતી. વર્ષ 2013ની પેટાચૂંટણીમાં ભાજપ તરફથી પ્રવિણ માકડિયા અને કોંગ્રેસે હરિભાઈ પટેલને મેદાને ઉતાર્યા હતા.

જેમાં ભાજપના ઉમેદવારે 11,497 મતોની લીડથી વિજય મેળવ્યો હતો. જોકે પાટીદાર આંદોલનને પગલે ભાજપની 2017 વિધાનસભા ચૂંટણીમાં હાર થઇ હતી. ગત ચૂંટણીમાં ભાજપના હરિભાઈ પટેલ અને કોંગ્રેસના લલિત વસોયા મેદાનમાં હતા. જેમાં લલિત વસોયાને 25000 થી વધુ મતની સરસાઈ મળી હતી.

 

Published On - 10:31 am, Thu, 8 December 22

Next Article