Gujarat Election Result 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાનો માન્યો આભાર, કહ્યું ‘થેન્ક્યુ ગુજરાત’

|

Dec 08, 2022 | 5:44 PM

Gujarat election result 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે 156 બેઠકો મેળવી જંગી જીત મેળવી છે. આ સાથે જ ભાજપની પ્રચંડ જીત બાદ વડાપ્રધાન મોદીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો છે.

Gujarat Election Result 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાનો માન્યો આભાર, કહ્યું ‘થેન્ક્યુ ગુજરાત’
pm modi expressed gratitude towards gujarat people
Image Credit source: TV9 GFX

Follow us on

ગુજરાતમાં ફરી એકવાર ભાજપે ભગવો લહેરાવ્યો છે અને ગુજરાતની જનતાએ ફરીવાર ભાજપને જનાદેશ આપ્યો છે. ભાજપે આ વખતે 182માંથી 156 સીટ પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે 17 સીટ અને આમ આદમી પાર્ટીએ 5 અને અપક્ષ ઉમેદવારોએ 4 બેઠકો પર બાજી મારી છે. ત્યારે ભાજપની આ પ્રચંડ જીત બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ગુજરાતની જનતા અને પાર્ટીના કાર્યકરોનો આભાર માન્યો છે.

ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો માન્યો આભાર

તેમને ટ્વીટ કરતા લખ્યું કે ‘આભાર ગુજરાત. ચૂંટણીના અસાધારણ પરિણામો જોઈને હું ઘણી લાગણીઓથી વહી ગયો છું. લોકોએ વિકાસની રાજનીતિને આશીર્વાદ આપ્યા અને સાથે જ ઈચ્છા વ્યક્ત કરી કે તેઓ ઈચ્છે છે કે આ ગતિ વધુ ગતિએ ચાલુ રહે. હું ગુજરાતની જનશક્તિને નમન કરું છું.’

PMએ કાર્યકર્તાઓને ગણાવી પાર્ટીની વાસ્તવિક તાકાત

આ સાથે જ વડાપ્રધાને ગુજરાત ભાજપના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે ‘તમામ મહેનતુ ગુજરાતના કાર્યકર્તાઓને હું કહેવા માંગુ છું – તમે દરેક ચેમ્પિયન છો! આ ઐતિહાસિક જીત અમારા કાર્યકર્તાઓની અસાધારણ મહેનત વિના ક્યારેય શક્ય ના બનતી, જેઓ અમારી પાર્ટીની વાસ્તવિક તાકાત છે’

CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મતદારોનો માન્યો આભાર

અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી CM ભૂપેન્દ્ર પટેલનો જંગી લીડથી વિજય થયો છે. તેઓએ 192,000ની સરસાઈથી જીત મેળવી છે. CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મતદારોનો સોશિયલ મીડિયા દ્વારા આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પર અતૂટ વિશ્વાસની મહોર મારી ઐતિહાસિક વિજય અપાવવા બદલ રાજ્યના સૌ મતદારોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જનસેવાના સંકલ્પ સાથે અથાક પુરુષાર્થ કરનાર દેવદુર્લભ કાર્યકર્તાઓ અને પક્ષના શીર્ષસ્થ નેતૃત્વને હાર્દિક અભિનંદન પાઠવું છું.

Next Article