Gujarat election result 2022 : ગુજરાતમાં ફરી મોદી મેજીક , ભાજપની રણનીતિ સફળ રહી ? AAPની એન્ટ્રી કોંગ્રેસને ભારે પડી ? જાણો

|

Dec 08, 2022 | 11:23 AM

Gujarat election result 2022 : મોદી અને શાહની જોડીએ ફરી ગુજરાતના શાસનમાં રંગ દેખાડયો છે. ભાજપે વખતે ગુજરાતની સત્તા સર કરવા અને રેકોર્ડ બ્રેક સીટો મેળવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. જે હાલના પરિણામો પરથી સિદ્ધ થતું દેખાઇ રહ્યું છે.

Gujarat election result 2022 : ગુજરાતમાં ફરી મોદી મેજીક , ભાજપની રણનીતિ સફળ રહી ? AAPની એન્ટ્રી કોંગ્રેસને ભારે પડી ? જાણો
Gujarat election result 2022: ગુજરાતમાં ફરી મોદી મેજીક
Image Credit source: TV9 Digital

Follow us on

Gujarat election result 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો ભાજપ તરફી દેખાઇ રહ્યા છે. ત્યારે ભાજપ ફરી ગુજરાતમાં સત્તા સ્થાને આવશે તે લગભગ નિશ્ચિત થઇ ગયું છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે. મનાઇ રહ્યું છેકે આપની એન્ટ્રી કોંગ્રેસને ભારે પડી હોય તેવું લાગી રહ્યું છે.

પ્રથમ વખત ચૂંટણીમાં ત્રીજા પક્ષની (AAP) એન્ટ્રી !!

નોંધનીય છેકે અત્યારસુધી ગુજરાતની દરેક ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જંગ જામતો હતો. ત્યારે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સાથે-સાથે આમ આદમી પાર્ટીએ પણ જોર લગાવ્યું હતું. જોકે, AAPની ગુજરાતમાં એન્ટ્રી થઇ ગઇ છે. અને, 5થી 7 બેઠકો મળતી દેખાઇ રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Anti Incumbencyને ખાળવામાં ભાજપ સફળ !!

નોંધનીય છેકે ભાજપે અગાઉ દોઢ વર્ષ પહેલા આ વખતની ચૂંટણીમાં એન્ટી ઇન્કબન્સીને ખાળવા માટે સમગ્ર મંત્રીમંડળમાં ફેરફાર કર્યા હતા. અને, જુના ચહેરોઓને હટાવીને નવા ચહેરોઓને સ્થાન આપ્યું હતું. જેને કારણે ભાજપે આ વખતની ચૂંટણી પરિણામોમાં જંગી બહુમતી મેળવી હોવાનું દેખાઇ રહ્યું છે.

પાટીદાર મતોને તોડવામાં ભાજપ સફળ !!

ગત 2017ની ચૂંટણીમાં હાર્દિક પટેલના પાટીદાર આંદોલનનો ફાયદો કોંગ્રેસને મળ્યો હતો. અને, ગ્રામ્ય વિસ્તારોની બેઠકો પર કોંગ્રેસ જીત હાંસલ કરી હતી. પરંતુ, હાર્દિક પટેલે ભાજપનો ભગવો ધારણ કરી લેતા કોંગ્રેસને ફાયદો મળ્યો નથી. અને, જે બેઠકો પર પાટીદાર આંદોલનની અસર દેખાઇ હતી. તેના પર પણ ભાજપ ભગવો લહેરાવવામાં સફળ થતો દેખાઇ રહ્યો છે.

કોંગ્રેસની પરંપરાગત બેઠકો પર ભાજપની નજર

ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં મોદી-શાહની જોડીએ કોંગ્રેસની પરંપરાગત આદિવાસી બેઠકો અને મહત્વની બેઠકોને સર કરવા પણ એડીચોટીનું જોર લગાવ્યું હતું. જેમાં પણ ભાજપ સફળ થતું દેખાઇ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની આદિવાસી બેઠકોને સર કરવા મોદીએ ખાસ્સુ જોર લગાવ્યું હતું. અને, આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી વિસ્તારોમાં જંગી ચૂંટણી પ્રચાર સભાઓ યોજી હતી. અને, જે સભાઓ સફળ રહી હોય તેવું પણ દેખાય છે.

મુસ્લિમ મત્તોને તોડવાની ભાજપની રણનીતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમીત શાહની જોડીએ આ વખતે ગુજરાતને સર કરવા મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને પણ ધ્યાને લીધા હતા. અને, મુસ્લિમ વિસ્તારમાં ચતુષ્કોણીય જંગ જામ્યો હતો. જેને કારણે ભાજપને આવી બેઠકો પર પણ ફાયદો થઇ રહ્યો છે.

Published On - 11:13 am, Thu, 8 December 22

Next Article