Gujarat election result 2022 : વિરમગામ બેઠક પર હાર્દિક જીતશે કે હારશે ? હાર્દિક પટેલ, ઇસુદાન ગઢવી અને કાંધલ જાડેજા આગળ કે પાછળ ? વાંચો

|

Dec 08, 2022 | 9:36 AM

Gujarat election result 2022 : વિરમગામ બેઠક પર હાર્દિક પટેલ પ્રથમ રાઉન્ડમાં રુઝાનમાં હારતા દેખાઇ રહ્યા છે. ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. ત્યારે વિરમગામના મતદારો તેમને જાકારો આપતા હોય તેવું સ્પષ્ટ વર્તાઇ રહ્યું છે.

Gujarat election result 2022 : ગુજરાત વિધાનસભા 2022ના ચૂંટણી પરિણામોનો આજે દિવસ છે. ધીરેધીરે પરિણામોના શરૂઆતી વલણો સામે આવી રહ્યા છે. ત્યારે આ ચૂંટણી પરિણામોના વલણમાં ઘણા ઉલટફેર દેખાઇ રહ્યા છે. જેમાં શરૂઆતી ચૂંટણી રુઝાનમાં ભાજપ 136 બેઠકો પર આગળ, જયારે કોંગ્રેસ 33 બેઠકો પર આગળ અને આપ 8 બેઠક પર આગળ દેખાઇ રહ્યું છે.

હાર્દિક પટેલની નૈયા ડુબશે કે તરશે ?

વિરમગામ બેઠક પર હાર્દિક પટેલ પ્રથમ રાઉન્ડમાં રુઝાનમાં હારતા દેખાઇ રહ્યા છે. ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. ત્યારે વિરમગામના મતદારો તેમને જાકારો આપતા હોય તેવું સ્પષ્ટ વર્તાઇ રહ્યું છે. જોકે અત્યારે  બીજા રાઉન્ડના મળતા રુઝાનોમાં ફરી હાર્દિક પટેલ આગળ ચાલી રહ્યા છે.

નોંધનીય છેકે પાટીદાર આંદોલનને કારણે હાર્દિક પટેલ ગત વિધાનસભાની ચૂંટણી 2017માં ભાજપને મોટું નુકસાન કર્યું હતું. અને, ગત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની વ્યાપક અસર જોવાઇ હતી. અને, ભાજપના મતોને તોડવામાં આ આંદોલને મહત્વનો ભાગ ભજવ્યો હતો. હાર્દિક પટેલની સામે આપના ઉમેદવાર અમરસિંહ રાઠોડના આગળ દેખાઇ રહ્યા છે.

દ્વારકામાં પબુભા માણેક આગળ ચાલી રહ્યા છે. રાજકોટમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, ભાવનગરમાં જીતુ વાઘાણી, પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા, રાજકોટમાં દર્શિતા શાહ, ગીતાબા, રીબાવા અને ભાવનગરમાં પુરુષોત્તમ આગળ ચાલી રહ્યા છે. જ્યારે જસદણમાં કુંવરજી બાવળિયા અને કુતિયાણા બેઠક પર અપક્ષ ઉમેદવાર કાંધલ જાડેજા પાછળ ચાલી રહ્યા છે. અલ્પેશ કથીરીયા પ્રથમ રાઉન્ડના વલણમાં પાછળ ચાલી રહ્યા છે.

જામનગર ગ્રામ્ય બેઠકના ચૂંટણી પરિણામોના રુઝાનમાં ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ જીત તરફ આગળ વધી રહ્યા છે.વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ પાછળ ચાલી રહ્યા છે. મોરબી બેઠક પર ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયા આગળ ચાલી રહ્યા છે.

મત ગણતરીમાં ખંભાળિયા બેઠક પર આપના ઈસુદાન ગઢવી આગળ ચાલી રહ્યા હતા. બાદમાં પાછળ થઈ ગયા હતા. પરંતુ હાલ ફરી આગળ ચાલી રહ્યા છે. દ્વારકામાં પબુભા માણેક આગળ ચાલી રહ્યા છે. રાજકોટમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, પોરબંદરમાં અર્જુ મોઢવાડિયા, રાજકોટમાં દર્શિતા શાહ, ગીતાબા, જસદણમાં કુંવરજી બાવળિયા અને કુતિયાણા બેઠક પર અપક્ષ ઉમેદવાર કાંધલ જાડેજા આગળ ચાલી રહ્યા છે.

અંજારમાં ભાજપના ત્રિકમ છાંગા આગળ, ગાંધીધામમાં ભાજપના માલતી મહેશ્વરી આગળ, માંગરોળમાં ભાજપના ભગવાનજી આગળ, પોરબંદરમાં ભાજપના બાબુ બોખરિયા આગળ, ગ્રામ્ય બેઠક પર ભાજપના ભાનુબેન બાબરીયા આગળ, અમરેલી બેઠક પર ભાજપના કૌશિક વેકરિયા આગળ, સાવરકુંડલામાં કોંગ્રેસના પ્રતાપ દૂધાત આગળ, તાલાલામાં ભાજપના ભગવાન બારડ આગળ, લીંબડીમાં ભાજપના કિરિટસિંહ રાણા આગળ,

મહુવામાં કનુ કળસરિયા આગળ, ચોટીલામાં આપના રાજુ કરપડા આગળ, રાજકોટ દક્ષિણ પર ભાજપના રમેશ ટીલાળાં આગળ, માણાવદરમાં જવાહર ચાવડા આગળ, ધોરાજી બેઠક પર ભાજપના મહેન્દ્ર પાડલીયા આગળ, મોરબી, વાંકાનેર,ટંકારામાં ભાજપ આગળ, ગારિયાધારમાં ભાજપ આગળ, અમરેલીમાં ભાજપ આગળ, ​​​​​​​રાજુલામાં ભાજપ આગળ, ​​​​​​​સાવરકુંડલા કોંગ્રેસમાં આગળ, રાજકોટ પૂર્વ બેઠક પર ભાજપના ઉદય કાનગડ આગળ,

કચ્છમાં અબડાસા, માંડવી, અંજાર અને રાપરમાં ભાજપ આગળ, ભુજ અને ગાંધીધામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આગળ, રાજકોટ જિલ્લાની જેતપુર બેઠક પર ભાજપના જયેશ રાદડિયા આગળ, વઢવાણમાં ભાજપના જગદીશ મકવાણા આગળ, ​​​​​​​દસાડામાં ભાજપના પી.કે.પરમાર આગળ, જામનગર દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ, જૂનાગઢમાં ભાજપના સંજય કોટડીયા આગળ ચાલી રહ્યા છે.

 

શરૂઆતી વલણોના ચૂંટણી પરિણામો નીચે નજર કરો

 

Published On - 9:11 am, Thu, 8 December 22

Next Video