Gujarat election result 2022 – Congress BIG loser Face : ભાજપના યુવા ઉમેદવાર કૌશિક વેકરિયાએ પરેશ ધાનાણીના કર્યા ડાંડિયા ડૂલ

|

Dec 08, 2022 | 1:54 PM

Gujarat election result 2022 - Congress BIG loser Face : કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીની કારમી હાર થઈ છે. તો ભાજપના યુવા ઉમેદવાર કૌશિક વેકરિયાને જીત  પ્રાપ્ત થઈ છે. કૌશિક વેકરિયાને 40 હજાર 723 મત પ્રાપ્ત થયા છે

Gujarat election result 2022 - Congress BIG loser Face : ભાજપના યુવા ઉમેદવાર કૌશિક વેકરિયાએ પરેશ ધાનાણીના કર્યા ડાંડિયા ડૂલ
Paresh dhanani

Follow us on

Gujarat election result 2022 – Congress BIG loser Face :  અમરેલીમાં કોંગ્રેસના  ગઢમાં મોટું ગાબડું પડ્યું છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીની કારમી હાર થઈ છે. તો ભાજપના યુવા ઉમેદવાર કૌશિક  વેકરિયાને જીત  પ્રાપ્ત થઈ છે. કૌશિક વેકરિયાને 40 હજાર 723 મત પ્રાપ્ત થયા છે.

આ વખતની ટર્મમાં કોંગ્રેસે પરેશ ધાનાણીએ અમરેલી બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તેમની પાસે રૂપિયા 6799912ની જંગમ મિલકત છે. તેમણે BCOM સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે કૌશિક વેકરિયાને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 1,79,000 ની જંગમ મિલકત છે. તેમના અભ્યાસની વાત કરીએ તો તેઓએ BCOM સુધીનો અભ્યાસ કર્યો છે. તો  આમ આદમી પાર્ટીએ રવિ ધાનાણીને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. આપને જણાવી દઈએ કે તેઓએ BCOM સુધીનો અભ્યાસ કર્યો છે.

જો સૌરાષ્ટ્રની આ હાઈ પ્રોફાઈલ બેઠકની વાત કરીએ તો 2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરેશ ધાનાણીને 87,032 મત મળ્યા હતા. તો ભાજપના બાવકુ ઉઘાડને 75,003 મત મળ્યા હતા. જેથી કોંગ્રેસે અહીં 12,029 મતેથી જીત મેળવી હતી. જો 2012ની ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસના પરેશ ધનાણીને 86,583 મત મળ્યા, તો ભાજપના દિલીપ સંઘાણીને 56,690 મત મળ્યા હતા. તો આ વખતે પણ કોંગ્રેસે 29,893 મતેથી બેઠક પર જીત મેળવી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ બેઠક પર પાટીદારનું નેતૃત્વ

સૌરાષ્ટ્રના રાજકારણમાં કોંગ્રેસનો મજબૂત ગઢ છે અમરેલી જિલ્લો. પાટીદાર બહુલ અમરેલી જિલ્લાની બેઠકો પર ગત વિધાનસભા ચૂંટણીમાં આંદોલનની અસર જોવા મળી. કોંગ્રેસે અમરેલી જિલ્લાના તમામ બેઠકો પર જીત મેળવી હતી. જો અમરેલી બેઠકની વાત કરીએ તો અહીંથી કોંગ્રેસના કદાવર નેતા પરેશ ધાનાણી સતત બે ટર્મથી જીત્યા. ભાજપના દિગ્ગજ નેતાઓ પુરૂષોત્તમ રૂપાલા અને દીલિપ સંઘાણીએ અમરેલીથી હાર સહન કરવી પડી છે. તો ગત ચૂંટણીમાં બાવકુ ઉંધાડ પણ હાર્યા હતા. પરેશ ધાનાણી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચુક્યા છે.

Published On - 1:49 pm, Thu, 8 December 22

Next Article