Gujarat election result 2022 – BJP winner BIG Face : ગુજરાતની વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ 50,000 થી વધુ મતથી વિજય

|

Dec 08, 2022 | 1:23 PM

Gujarat election result 2022 - BJP winner BIG Face : ગુજરાતની વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ 50,000 થી વધુ મતથી વિજય મેળવ્યો છે.આ વખતની ટર્મમાં ભાજપે હાર્દિક પટેલને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.

Gujarat election result 2022 - BJP winner BIG Face : ગુજરાતની વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ 50,000 થી વધુ મતથી વિજય
Hardik Patel

Follow us on

ગુજરાતની વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ 50,000 થી વધુ મતથી વિજય મેળવ્યો છે.આ વખતની ટર્મમાં ભાજપે હાર્દિક પટેલને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે અમરસિંહ ઠાકોરને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.

હાર્દિક પટેલ વિશે..

હાર્દિક પટેલને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા. તેમની પાસે રૂપિયા 934071 ની જંગમ મિલકત છે. તેમણે B.COM સુધીનો અભ્યાસ કર્યો છે. કોગ્રેંસે લાખાભાઈ ભરવાડને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 22504725.44 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને BA સુધીનો અભ્યાસ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે અમરસિંહ ઠાકોરને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 4250307 ની જંગમ મિલકત છે. તેમણે ધોરણ-11 પાસ સુધીનો અભ્યાસ કર્યો છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

કોંગ્રેસના લાખા ભરવાડે ભાજપના તેજશ્રીબેનને હરાવ્યા હતા

વિરમગામ વિધાનસભા બેઠક પર વર્ષ 2012માં કોંગ્રેસના તેજશ્રીબેન પટેલ વિજય થયા હતા, જ્યારે 2017માં પક્ષ પલટો કરીને આવેલા તેજશ્રીબેન પટેલને ભાજપે ટીકિટ આપી હતી. તેમ છતા કોંગ્રેસના ઉમેદવાર લાખા ભરવાડે તેજશ્રીબેનને હરાવ્યા હતા. ભાજપના ઉમેદવાર તેજશ્રીબેન પટેલને 69,630, કોંગ્રેસ ઉમેદવાર લાખા ભરવાડને 76,178 મત જ્યારે અપક્ષ તરીકે ઉભા રહેલ ધ્રુવ જાદવને 12,069 મત મળ્યા હતા.

જાતિગત સમીકરણ

વિરમગામ બેઠક પર ઠાકોર, પટેલ, દલીત, મુસ્લિમ, કોળી પટેલ, દરબારો મતદારોનું દબદબો રહ્યો છે. આ બેઠક પર ઠાકોર, કોળી પટેલ બન્ને સમાન જ્ઞાતિ ગણાય છે. આ જ્ઞાતિના મતદારો સૌથી વધુ છે. જ્યારે પટેલ એટલે કે પાટીદાર જ્ઞાતિ બીજા નંબરે છે. આ બેઠક પર એક ડઝનથી વધુ જ્ઞાતિના ઓબીસી વર્ગના મતો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેમ છે.

Next Article