Gujarat election result 2022 : BJP BIG Face Winer : ભાજપના આ મહારથીઓ સતત ચૂંટણી જીતતા આવ્યા છે, જાણો આ મહારથીઓની જીત ગાથા

|

Dec 08, 2022 | 5:18 PM

Gujarat election result 2022 : ઝઘડીયા બેઠક પરથી સતત ચૂંટણી જીતતા આવેલા છોટું વસાવાની હાર સાથે તેમની જીતને આ વખતે બ્રેક લાગી છે. આ સાથે જ  1995થી 2017 સુધી સતત 6 ટર્મ સુધી વાઘોડિયા બેઠક પર ધારાસભ્ય તરીકે રહેલા મધુ શ્રીવાસ્તવની જીત પર બ્રેક લાગી છે.

Gujarat election result 2022 : BJP BIG Face Winer : ભાજપના આ મહારથીઓ સતત ચૂંટણી જીતતા આવ્યા છે, જાણો આ મહારથીઓની જીત ગાથા
Image Credit source: File Photo

Follow us on

Gujarat election result 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે 156 બેઠકો મેળવી જંગી જીત મેળવી છે. આ સાથે ભાજપના એવા કેટલાક ઉમેદવારો છેકે જેઓ સતત ચૂંટણી જીતતા આવ્યા છે. તો આવો આ મહારથીઓની જીત વિશે જાણીએ.

યોગેશ પટેલ સતત 8 વાર ચૂંટણી જીત્યા

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલ છે. 1990માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં યોગેશ પટેલ રાવપુરા બેઠક પરથી પ્રથમ ચૂંટણી જીત્યા હતા. ત્યારથી આજ સુધી 8 વાર ચૂંટણી જીતતા આવ્યા છે. વિધાનસભા ચૂંટણી 2022માં પણ ભાજપ દ્વારા તેમને ટિકિટ અપાઇ છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

પબુભા માણેકની 32 વર્ષથી સતત જીત

પબુભા માણેક 1990થી સતત દ્વારકામાંથી જીતતા આવ્યા છે. તેઓ અપક્ષ તરીકે પ્રથમ ત્રણ ચૂંટણી જીત્યા હતા, તો ત્યાર બાદ 2002માં પંજાના નિશાન પર ચૂંટણી જીત્યા. ત્યારબાદ પબુભા માણેક ભાજપમાં જોડાયા અને તેઓ વર્ષ 2007, 2012, 2017 અને 2022ની ચૂંટણી જીત્યા છે.

પુરુષોત્તમ સોલંકીની સતત જીત

ભાજપે ભાવનગર ગ્રામ્ય બેઠક પર પુરુષોત્તમ સોલંકીને ટિકિટ આપી છે. 1995 પહેલાં પુરુષોત્તમ સોલંકી ભાજપમાં જોડાયા હતા.સોલંકીને ઘોઘા બેઠક પરથી આસાનીથી જીતી ગયા. એ પછી સોલંકી 1998, 2002 અને 2007માં પણ ઘોઘાથી જીત્યા. 2012માં ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી લડ્યા. તેઓ 2012 અને 2017માં ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી જીત્યા છે.

પંકજ દેસાઈ 1985માં તેઓ રાજકારણમાં જોડાયા

ભાજપ માટે નડીયાદ વિધાનસભા બેઠકના મહારથી ઉમેદવાર પંકજ દેસાઈ પ્રથમ વખત 1998માં નડિયાદ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય બન્યા બાદ પછીની સતત પાંચ ટર્મથી જીતી રહ્યાં છે.

જેઠા ભરવાડની દબંગ નેતાની છાપ

જેઠા ભરવાડ હંમેશાં વિવાદમાં રહેલા દબંગ નેતા તરીકેની છાપ રહી છે. આ વખતે ભાજપે તેને ટિકિટ આપી છે. જેઠા ભરવાડ છેલ્લી પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવે છે, એટલે કે તેમણે 1998થી શહેરામાં દબદબો જમાવી રાખ્યો છે.

આરસી પટેલ સતત 5 ટર્મથી ધારાસભ્ય

આરસી પટેલ 1998થી સતત જીતી રહ્યા છે. 1998 પહેલા જલાલપોર બેઠક કોંગ્રેસનો ગઢ હતી. તેઓ 1998માં પ્રથમ વખત જીત્યા હતા. આ પછી 2002, 2007, 2012 અને 2017માં પણ આરસી પટેલ આ બેઠક પર જીત્યા હતા.

જોકે ઝઘડીયા બેઠક પરથી સતત ચૂંટણી જીતતા આવેલા છોટું વસાવાની હાર સાથે તેમની જીતને આ વખતે બ્રેક લાગી છે. આ સાથે જ  1995થી 2017 સુધી સતત 6 ટર્મ સુધી વાઘોડિયા બેઠક પર ધારાસભ્ય તરીકે રહેલા મધુ શ્રીવાસ્તવની જીત પર બ્રેક લાગી છે.

Published On - 5:18 pm, Thu, 8 December 22

Next Article