Gujarat Election: દક્ષિણ ગુજરાતની બેઠકના કોંગ્રેસના સંભવિત ઉમેદવાર, જાણો કોણ લડશે ચૂંટણી

|

Nov 06, 2022 | 10:15 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) માટે કોંગ્રેસે ફ્રન્ટફૂટથી રમવાની શરૂઆત કરતા વર્ષોની પરંપરા તોડી ભાજપ પહેલા જ પોતાના 43 ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું. કોંગ્રેસે સર્વ સંમતિ સધાયેલ અને બિનવિવાદીત બેઠકો પર રણનીતિ સ્પષ્ટ કરતા પ્રથમ યાદી જાહેર કરી તેમાં રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સામે ઝંપલાવશે.

Gujarat Election: દક્ષિણ ગુજરાતની બેઠકના કોંગ્રેસના સંભવિત ઉમેદવાર, જાણો કોણ લડશે ચૂંટણી
કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામ
Image Credit source: ફાઇલ તસવીર

Follow us on

ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ થઈ ગયો છે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. તેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરના રોજ તેમજ બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાશે અને 8 ડિસેમ્બરના રોજ તમામ બેઠકની મતગણતરી કરવામાં આવશે. ત્યારે દક્ષિણ ગુજરાતની 35 વિધાનસભા બેઠકો પર ખરાખરીનો જંગ જામશે. જેમાં આદિવાસી, દરિયાઈ પટ્ટી અને સુરત શહેરની બેઠકો મહત્વની ગણાય છે. ગુજરાત કોંગ્રેસે 35 પૈકી 13 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. બાકીની બેઠકોના કોંગ્રેસના સંભવિત નામો આ પ્રમાણે છે.

દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામ

148 નાંદોદ(ST) પીડી વસાવા, હરેશ વસાવા

149 ડેડીયાપાડા(ST) બિટીપી ગઠબંધન (ગઠબંધનના થાય તો રાજેશ વસાવા અથવા તો જેરમાબેન વસાવા)

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

150 જંબુસર- સંજય સોલંકી(સીટીંગ), સંદીપ માંગરોળા

151 વાગરા- સુલેમાન પટેલ, શકીલ અકુજી, રાજેન્દ્રસિંહ રાણા

152 ઝઘડિયા(ST) બિટીપી ગઠબંધન (ફતેહસિંહ વસાવા, ધનરાજ વસાવા)

153 ભરૂચ- જયકાન્ત પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા, ડૉ વનરાજસિંહ માહિડા

154 અંકલેશ્વર- મગનભાઈ પટેલ(માસ્ટર), વલ્લભભાઈ પટેલ, અનિલ ભગત

156 માંગરોળ(સુરત)- હરીશ વસાવા, અનિલ ચૌધરી, જગતસિંહ વસાવા (નટવરસિંહ વસાવા)

157 માંડવી(સુરત)- આનંદ ચૌધરી (સીટીંગ)

159 સુરત પૂર્વ- અસલમ સાયકલવાલા, ફિરોઝ મલેક, નશીમ કાદરી

160 સુરત ઉત્તર- હસમુખ દેસાઇ, નૈશધ દેસાઇ, અશોક અધેવાડા

162 કરંજ- અશોક સાતપડા આહિર, ભારતીબેન પટેલ, (અશ્વિન જસાણી)

163 લિંબાયત- ચંપાલાલ બોથરા, ગોપાલ પાટીલ

164 ઉધના- ધનસુખ રાજપુત, સુરેશ સોનવણે, હરીશ સુર્યવંશી

165 મજુરા- મયંક પટેલ, બળવંત જૈન, અનુપ રાજપૂત

168 ચોર્યાસી- કાન્તીભાઇ પટેલ, જયેશ પટેલ, પવન મિશ્રા

171 વ્યારા(ST)- પુનાજી ગામીત (સીટીંગ)

172 નિઝર (ST)- સુનિલ ગામીત (સીટીંગ)

175 નવસારી- નિરવ નાયક, દિપક બારોટ, એડી પટેલ

177 વાંસદા(ST)- અનંત પટેલ (સીટીંગ)

178 ધરમપુર(ST)- કિશન પટેલ, કલ્પેશ પટેલ

179 વલસાડ- ગિરીશ દેસાઈ, પ્રકાશ પટેલ, ધર્મેશ પટેલ

180 પારડી- જયશ્રી પટેલ (D)

181 કપરાડા(ST)- વસંત પટેલ (D)

182 ઉમરગામ(ST)- નરેશ વળવી (D)

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ફ્રન્ટફૂટથી રમવાની શરૂઆત કરતા વર્ષોની પરંપરા તોડી ભાજપ પહેલા જ પોતાના 43 ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું. કોંગ્રેસે સર્વ સંમતિ સધાયેલ અને બિનવિવાદીત બેઠકો પર રણનીતિ સ્પષ્ટ કરતા પ્રથમ યાદી જાહેર કરી તેમાં રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સામે ઝંપલાવશે. તો અર્જુન મોઢવાડીયા ફરી એકવાર પોરબંદર બેઠક પરથી જોવા મળશે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં એકપણ ધારાસભ્યનો સમાવેશ કરાયો નથી. ભારતીય જનતા પાર્ટી જ્યાં હજીપણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકોમાં દાવેદારો પર ચર્ચા ચાલી રહી છે ત્યારે કોંગ્રેસે ભાજપ પહેલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી વિધાનસભા ચૂંટણીમાં આત્મવિશ્વાસ અને સ્પષ્ટતા સાથે ઝંપલાવ્યું છે. 43 સભ્યોની પ્રથમ યાદીમાં સતત હાર વાળી બેઠકો, સર્વ સંમતિ સધાયેલ હોય એવી બેઠકો અને સિનિયર વાળી બેઠકોનો સમાવેશ થાય છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 6 મહિલાઓને પણ સ્થાન આપ્યું છે.

Published On - 9:57 am, Sun, 6 November 22

Next Article