Gujarat election exit polls :ગુજરાતમાં 01 અને 05 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં 182 વિધાનસભા બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. જેનું પરિણામ 08 ડિસેમ્બરના રોજ આવવાનું છે. તેવા સમયે આ પૂર્વે એક્ઝિટ પોલ આવશે. Gujarat Election 2022 exit polls:ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે વોટિંગ સમાપ્ત થયુ છે. જ્યારે હવે એક્ઝિટ પોલના આંકડા સામે આવશે ત્યારે રાજ્યમા કોની સરકાર બનશે તે અંગે વલણ જોવા મળશે. Gujarat Assembly Elecition 2022 ગુજરાતના કોની સરકાર બની રહી છે. કોણ કોની પર ભારે પડે છે. કોને કયા ઝૉનના નુકશાન થઇ રહ્યું છે અને કોને કયા ઝોનમાં ફાયદો થઈ રહ્યો છે. શું ગુજરાતમાં ભાજપની આંધી ચાલશે કે કોંગ્રેસનો પ્રભાવ કે પછી આમ આદમી પાર્ટીનું ઝાડુ. Gujarat Election 2022 Voting Percentage આ તમામ બાબતો આ એક્ઝિટ પોલમાં જોવા મળશે.
ગુજરાતમાં બીજા તબક્કામાં 93 બેઠક પર ટકા મતદાન નોંધાયું , જેમાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થયું હતું. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા 9, મહેસાણા 7, ગાંધીનગર 5, સાબરકાંઠા 4, પાટણ 4, અરવલ્લીમાં 3 અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ 21, વડોદરા 10, આણંદ 7, ખેડા 6, પંચમહાલ 5, મહીસાગર 3, દાહોદ 6 અને છોટા ઉદેપુરમા 3 વિધાનસભા બેઠક પર મતદાન થયું હતું. જેમાં સાંજે પાંચ વાગે સુધીમાં અંદાજે સરેરાશ 55 ટકા મતદાન નોંધાયું છે.
ખેડબ્રહ્માથી ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલે ઉત્તર ગુજરાતની તમામ બેઠક પર કેસરિયો લહેરાવવાનો દાવો કર્યો. કોટવાલે કહ્યું કે PM મોદીએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલપદે આદિવાસીઓને બેસાડી ગૌરવ વધાર્યું છે. રાજ્ય સરકારમાં ચાર આદિવાસી પ્રધાન છે. ત્યારે આદિવાસીઓએ ભાજપને ભરપૂર સમર્થન આપ્યું છે.
TV9 ભારતવર્ષના એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને હિમાચલમાં 68માંથી 33 બેઠક મળી રહી છે. કોંગ્રેસને 31 બેઠક જ્યારે આમ આદમી પાર્ટીના સુપડા સાફ થતા દેખાઈ રહ્યા છે જ્યારે અપક્ષના ખાતામાં 4 બેઠકો જાય તેવુ અનુમાન છે. જોકે એક્ઝિટ પોલ પરિણાણ પહેલાનું પૂર્વાનુમાન હોય છે. કાઉન્ટિંગના સમયે તેમાં મોટા ફેરાફર પણ જોવા મળી શકે છે
Tv9ના એક્ઝીટ પોલ પ્રમાણે હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીની ટક્કર જોવા મળી રહી છે. હિમાચલમાં ભાજપ સરકાર બનાવતી હોવાનું દેખાઈ રહ્યુ છે જ્યારે કોંગ્રેસ બીજા નંબરની પાર્ટી છે તો આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થતા દેખાઈ રહ્યા છે. જો કે એક્ઝીટ પોલ મુજબ સીટોમાં ભાજપને મોટુ નુકસાન થતુ દેખાઈ રહ્યુ છે. જ્યારે કોંગ્રેસ ફાયદામાં દેખાઈ રહી છે.
એક્ઝીટ પોલ પ્રમાાણે સૌરાષ્ટ્રમાં ભાજપ બાજી મારી શકે છે.સૌરાષ્ટ્ર અને કચ્છની 54 બેઠકો પૈકી ભાજપને 33થી 37 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે કોંગ્રેસને 14થી 18 બેઠકો મળી શકે છે. આમ આદમી પાર્ટીને 1થી3 બેઠક મળવાની સંભાવના છએ. જ્યારે અન્યના ફાળે એક બેઠક આવી શકે છે. ગત ચૂંટણીમાં કોગ્રેસે સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવ્યો હતો. જો કે પછી કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ પાર્ટી છોડી અને ભાજપમાં ભળી જતા ભાજપે હારેલી બાજી જીતમાં ફેરવી દીધી હતી.
Tv9ના એક્ઝીટ પોલ મુજબ દક્ષિણ ગુજરાતમાં ભાજપને 28થી 32 બેઠક મળી શકે છે. જ્યારે કોંગ્રેસના સૂપડા સાફ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસને માત્ર 2થી 4 બેઠકો મળી શકે છે. જ્યારે આમ આદમી પાર્ટીને 1થી3 બેઠકો મળી શકે છે. 2017માં ભાજપને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ બેઠકો મેળવી હતી અને 2022માં ભાજપનો દબદો દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ઘણી આશા હતી જો કે આ આશઆ પર પાણી ફરી શકે છે.
.
TV9ના એક્ઝીટ પોલ મુજબ મધ્ય ગુજરાતની કુલ 61 બેઠકો પૈકી 42થી 44 ટકા મતદારોએ ભાજપ તરફી વલણ બતાવ્યુ છે. જ્યારે કોંગ્રેસને ફાળે 14થી 18 સીટો મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં સર્વે મુજૂ આમ આદમી પાર્ટીનો કોઈ દમ જોવા નથી મળતો. જ્યારે અપક્ષ કે અન્યને ફાળે 1થી3 સીટ આવી શકે છએ વડોદરા, છોટાઉદેપુર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાનો મધ્ય ગુજરાતમાં સમાવેશ થાય છે.
TV9ના એક્ઝીટ પોલ પ્રમાણે ઉત્તરગુજરાતની 32 સીટ પૈકી ભાજપને 18થી 22 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને ભાગે 8થી12 બેઠકો મળી શકે છે. જ્યારે આમ આદમી પાર્ટી ઉત્તર ગુજરાતમાં ખાતુ પણ નહીં ખોલાવી શકે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લાઓમાંથી ભાજપને પ્રાથમિક સર્વેમાં બહુમતી મળતી દેખાઈ રહી છે. ગામડાઓમાં આ વખતે શહેરની સરખામણીએ મતદાન ઉંચુ રહ્યુ છે, જેનો ફાયદો ભાજપને મળતો જણાઈ રહ્યો છે.
TV9ના એક્ઝીટ પોલના દાવા પ્રમાણે ભાજપ આ ચૂંટણીમાં પોતાના જૂના રેકોર્ડ તોડી શકે છે. 2002ની ચૂંટણીમાં ભાજપને 127 બેઠક મળી હતી. ત્યારે એગ્ઝિટ પોલ પ્રમાણે આ ચૂંટણીમાં ભાજપને મળી શકે છે 47 ટકા મત. જ્યારે કોંગ્રેસને મળી શકે છે 35 ટકા મત. તો આમ આદમી પાર્ટી 12 ટકા મત મેળવવામાં સફળ થઇ શકે છે. જ્યારે અન્ય પક્ષોને 6 ટકા મત મળી શકે છે. એટલે 2017 પ્રમાણે ભાજપના 2 ટકા મત ઘટી રહ્યા છે. પરંતુ બેઠક 30 વધી શકે છે. એટલે AAPની એન્ટ્રી ભાજપને સફળી શકે છે. જ્યારે આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને લાગી શકે છે જોરદાર ફટકો.
Tv9ના એક્ઝીટ પોલ મુજબ મોદી ફેક્ટરને 45.5 ટકા મત, ગુજરાત મોડલને 19.4 ટકા, કેજરીવાલની ફ્રી ની યોજનાને 7.2 ટકા અને મોંઘવારી, બેરોજગારી મુદ્દે 27.9 ટકા વોટ મળ્યા છે.
Tv9ના એક્ઝીટ પોલ મુજબ ગુજરાતમાં ભાજપને ગત ચૂંટણી કરતા ઓછા મત મળ્યા છે. તો બીજી તરફ એક્ઝીટ પોલમાં ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ પ્રથમ પસંદગી છે, 68 ટકા લોકો સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલને પસંદ કરે છે.
TV9ના એગ્ઝિટ પોલમાં સામે મોટા આંકડા સામે આવ્યા છે. જેમા ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બની શકે છે. ગુજરાતમાં ફરી ભાજપ સત્તાનું પુનરાવર્તન કરી 27 વર્ષનું શાસન યથાવત રાખી શકે છે. ટીવીનાઈનના સર્વે પ્રમાણે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી શકે છે. સર્વે પ્રમાણે ભાજપને 125થી 130 બેઠકો મળી રહી છે, ભાજપ 125થી 130 બેઠકો સાથે ફરી સરકાર બનાવી શકે છે, TV9ના એગ્ઝિટ પોલ પ્રમાણે કોંગ્રેસને આ ચૂંટણીમાં ફરી મોટો ફટકો પડી શકે છે. કોંગ્રેસને 2017 કરતાં પણ ઓછી બેઠકો મળી શકે છે. કોંગ્રેસને માત્ર 40થી 50 બેઠકો મળે તેવું તારણ આવ્યુ છે. TV9ના એગ્ઝિટ પોલ મુજબ આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન નહીં કરી શકે, આમ આદમી પાર્ટીને માત્ર 3થી5 બેઠકો મળી શકે છે. સર્વે પ્રમાણે ચારમાંથી બે ઝોનમાં AAP ખાતું પણ નહીં ખોલાવી શકે. આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં પણ AAPના દાવા પોકળ સાબિત થઈ શકે છે. 3થી 7 બેઠકો અન્યના ફાળે જઈ શકે છે
ગુજરાત ઈલેક્શન એક્ઝીટ પોલ 2022: Tv9ના એક્ઝીટ પોલમાં ભાજપને મળી શકે છે સ્પષ્ટ બહુમતી
ભાજપને 125 થી 130 બેઠકો
કોંગ્રેસને 40થી 50 બેઠકો
આમ આદમી પાર્ટીને 3 થી 5 બેઠકો
અન્યોને 3થી 7 બેઠકો મળશે
Tv9ના એક્ઝીટ પોલ મુજબ ભાજપને 47 ટકા કોંગ્રેસ 35 ટકા આપ 12 ટકા અધર્સ 6 ટકા સીટો મળશે. જેમા ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે ફરી એકવાર સરકાર બનાવશે. ગુજરાતમાં ભાજપને 45 વોટ શેર મળશે. 27 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ ફરી સત્તાનુ સુકાન સંભાળશે
ગુજરાતમાં ફરી એકવાર ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. એક્ઝીટ પોલ મુજબ 125 થી 130 બેઠકો મળવાનુ અનુમાન છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બનશે. 27 વર્ષનું ભાજપનું શાસન ગુજરાતમાં એક્ઝિટ પોલ યથાવત બતાવી રહી છે. ભાજપને 125થૂી 130 બેઠકો મળી શકે છે.
Published On - 6:26 pm, Mon, 5 December 22