Gujarat Election : ભાવનગર પશ્ચિમ બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપનો દબદબો, જાણો શું છે આ વખતે મતદારોનો મિજાજ

|

Oct 03, 2022 | 2:56 PM

TV9ની વિશેષ રજૂઆત મતદારોના મિજાજમાં અમે તમને ભાવનગર (Bhavnagar) પશ્ચિમ બેઠકની વાત કરીશું, આ બેઠકમાં જ્યાં છેલ્લી બે ટર્મમાં ભાજતની (BJP) જીત થઇ છે.

Gujarat Election : ભાવનગર પશ્ચિમ બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપનો દબદબો, જાણો શું છે આ વખતે મતદારોનો મિજાજ
ભાવનગર પશ્ચિમ બેઠક પર જાણો શું છે મતદારોનો મિજાજ

Follow us on

વિધાનસભા ચૂંટણીને  (Assembly elections) હવે ગણતરીના મહિના બાકી છે. થોડા જ દિવસોમાં ચૂંટણી માટેની આચારસંહિતા પણ લાગુ થવાની સંભાવના છે. ત્યારે રાજકીય પાર્ટીના ટોચના નેતાઓ જાત-જાતના વચન અને વાયદાઓની લ્હાણી કરીને મતદારોને રીઝવવા પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે TV9ની વિશેષ રજૂઆત મતદારોના મિજાજમાં અમે તમને વાત કરીશું ભાવનગર (Bhavnagar) પશ્ચિમ બેઠકની, કે જ્યાં છેલ્લી બે ટર્મમાં ભાજપની (BJP) જીત થઇ રહી છે.  છેલ્લા પરિણામોની વાત કરીએ તો 5 વખત કોંગ્રેસ, જ્યારે 4 વખત ભાજપનો વિજય થયો છે.

ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકમાં આ પહેલાની એક ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ શક્તિસિંહ ગોહીલ ચૂંટાયેલા હતા. તો આ બેઠક પરથી ચૂંટણી જીતીને જીતુ વાઘાણી કેબિનેટ પ્રધાન બન્યા. મિશન સૌરાષ્ટ્ર અંતર્ગત અહીં અનેક વિકાસના કામો થયા છે. તો તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદીએ કરોડોના વિકાસકાર્યોની ભાવનગરને ભેટ ધરી છે. છતાંય આ બેઠકના મતદારો કેટલીક પ્રાથમિક સુવિધાના અભાવની ફરિયાદ કરી રહ્યા છે. ત્યારે કેવો છે મતદારોનો મિજાજ આવો જાણીએ.

કેટલા મતદારો ?

  • કુલ મતદારો – 2 લાખ 61 હજાર 220
  • પુરૂષ મતદારો – 1 લાખ 35 હજાર 912
  • સ્ત્રી મતદારો – 1 લાખ 25 હજાર 282

વર્ષ 2012 અને 2017નું શું હતુ પરિણામ ?

ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકના વર્ષ 2017ના પરિણામની વાત કરીએ તો ભાજપના જીતુ વાઘાણીને 83,701 મત મેળવ્યા હતા. તો કોંગ્રેસના દિલીપ ગોહીલને 56,516 મત મળ્યા હતા. ભાજપના જીતુ વાઘાણી 27,185 મતે જીત્યા હતા. ભાજપને 55.28 ટકા, કોંગ્રેસને 37.33 ટકા મત મળ્યા હતા. તો વર્ષ 2012ના પરિણામુની વાત કરીએ તો ભાજપના જીતુ વાઘાણીને 92,584 મત મળ્યા હતા. તો કોંગ્રેસના મનસુખ કાનાણીને 38,691 મત મેળવ્યા હતા. ભાજપના જીતુ વાઘાણી 53,893 મતે જીત્યા હતા.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

બેઠકની ખાસિયત

ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકની ખાસિયતની વાત કરીએ તો અનેક નાના મોટા વ્યવસાયોનો વિકાસ થઇ રહ્યો છે. ચિત્રા GIDC રોજગારીનું કેન્દ્ર બની છે. હિરા અને પ્લાસ્ટિકના કારખાનાનો અહીં ધમધમાટ છે.

રાજકીય ઇતિહાસ

1975થી 2017 સુધી અહીં 10 વખત ચૂંટણી યોજાઇ છે. જેમાં 5 વખત કોંગ્રેસ, 4 વખત ભાજપની જીત થઇ છે. 1995 સુધી બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. 1998માં ભાજપને જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે. 1998, 2002માં ભાજપના સુનિલ ઓઝા જીત્યા હતા. તો 2007માં કોંગ્રેસે ભાજપ પાસેથી બેઠક આંચકી હતી. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહીલ ચૂંટણી જીત્યા હતા. 2012માં ભાજપે બેઠક પર પરચમ લહેરાવ્યો હતો. 2012 અને 2017માં જીતુ વાઘાણી ચૂંટણી જીત્યા હતા. જે પછી જીતુ વાઘાણીને કેબિનેટમાં સ્થાન મળ્યુ અને તેઓ શિક્ષણપ્રધાન બન્યા.

Published On - 2:50 pm, Mon, 3 October 22

Next Article