Gujarat Election: સત્તાના શિખર સર કરવા AAP મેદાનમાં, અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM આજે ગુજરાતમાં

|

Sep 25, 2022 | 11:56 AM

આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામવાનો છે, કારણ કે AAP પણ મેદાને છે. દિલ્હી અને પંજાબમાં (Punjab) સતાના શિખર સર કરનાર આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં (Gujarat) પણ પગપેસારો કરવા પ્રયાસ કરી રહી છે.

Gujarat Election: સત્તાના શિખર સર કરવા AAP મેદાનમાં, અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM આજે ગુજરાતમાં
Arvind kejriwal gujarat visit

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Election 2022)  હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે દરેક રાજકીય પાર્ટી મહતમ બેઠકો હાંસલ કરવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામવાનો છે, કારણ કે AAP પણ મેદાને છે. દિલ્હી અને પંજાબમાં (Punjab) સતાના શિખર કરનાર આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં (Gujarat) એજ રણનિતિથી આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર બાદ હવે ઉતર ગુજરાતનો ગઢ સર કરવા આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે.

આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામશે

આજે ફરી દિલ્હીના મુખ્યપ્રધાન અને રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal) ગુજરાત મુલાકાતે છે તો સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (CM Bhagwant Mann) પણ ગુજરાતી મતદારોને રીઝવવા પ્રયાસો કરશે. જો આજના કાર્યક્રમની વિગતે વાત કરીએ તો અમદાવાદમાં 1 : 30 વાગ્યે ટાઉનહોલમાં યુવાઓ સાથે વાત બેઠક કરશે તો 3 વાગ્યે ગુજરાતના કરાર આધારિત અને આઉટસોર્સ કર્મચારીઓ સાથે ટાઉનહોલમાં બેઠક કરવાના છે. જે બાદ તેઓ સફાઈ કર્મચારી સાથે પણ બેઠક કરવાના છે.

વડોદરામાં વધુ એક વખત કરી વચનોની લ્હાણી

થોડા દિવોસ અગાઉ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે વડોદરામાં (Vadodara) પ્રજાને વધુ એક વાયદો કર્યો હતો. કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના અમલી બનાવવાનો વાયદો આપ્યો. અરવિંદ કેજરીવાલે કહ્યું હતુ કે ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓ લાંબા સમયથી આંદોલન કરી રહ્યાં છે. રાજ્ય સરકાર કર્મચારીઓના પ્રશ્નોને ઉકેલવામાં રસ દાખવતી નથી. અરવિંદ કેજરીવાલે સરકારી કર્મચારીઓના આક્રોશને એનકેશ કરવાનો પ્રયત્ન કર્યો.

ટીમ ઈન્ડિયા 13 વર્ષ પછી જોશે આ દિવસ ! ગાબા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં
Photos : મલાઈકા અરોરાએ તડકામાં કર્યા યોગ, આ તસવીરે ખેંચ્યું લોકોનું ધ્યાન
Vastu Tips : ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
70 દિવસ પછી તેજિંદર બગ્ગા Bigg Bossના ઘરમાંથી આઉટ થયો
ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
Video : વિરાટ કોહલીના શર્મનાક પ્રદર્શન બાદ ડ્રેસિંગ રૂમમાં ગંભીરે કર્યું આવું

10 લાખ સરકારી નોકરીની તકો ઉભી કરીશુ

આ પહેલા એક સંબોધનમાં અરવિંદ કેજરીવાલે જનતાને જણાવ્યું હતું કે ગુજરાતની જનતા પાસેથી સારો એવો પ્રેમ મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી જુઠ્ઠા વાયદા નથી કરતી, જે કહીએ છીએ તે કરીને બતાવીએ છીએ. હું તમારી પાસેથી પાંચ વર્ષની ગેરંટી માગુ છું. જો પાંચ વર્ષમાં કાંઈ ન થાય તો અમને ધક્કા મારીને નિકાળી દેજો. તેમણે પહેલી ગેરંટી આપી હતી કે દરેક યુવાઓ માટે રોજગારી આપીશું. દરેક બેરોજગારોને દર મહિને 3 હજાર રૂપિયાનું ભથ્થુ આપીશું. અમે 10 લાખ સરકારી નોકરીની તકો ઉભી કરીશું.

Published On - 9:58 am, Sun, 25 September 22

Next Article