Gujarat Election 2022: ભાજપનો ગઢ એવી માંડવી બેઠક પર શું અપસેટ સર્જાશે? જાણો શું રહ્યુ છે અહીંનુ રાજકીય ગણિત

|

Nov 15, 2022 | 4:20 PM

કચ્છ જિલ્લાની માંડવી વિધાનસભા બેઠક આમ તો આ બેઠક ભાજપનો ગઢ રહી છે.અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીમાં (election) ભાજપનો હાથ ઉપર રહ્યો છે. પરંતુ આ વખતે ફરી રાજકીય સુત્રોમાં ચર્ચા છે કે આ બેઠક પર કાઇ નવા જુની થઇ શકે છે.

Gujarat Election 2022: ભાજપનો ગઢ એવી માંડવી બેઠક પર શું અપસેટ સર્જાશે? જાણો શું રહ્યુ છે અહીંનુ રાજકીય ગણિત
માંડવી બેઠક પર સર્જાશે અપસેટ ?
Image Credit source: TV9 GFX

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : કચ્છના ઐતિહાસીક શહેરોમાં જેનો સમાવેશ થાય છે. તેવી માંડવી વિધાનસભા બેઠકનો ભવ્ય ઇતિહાસ રહ્યો છે. આ બંદરીય શહેરમાં એક સમયે જાહોજહાલી હતી. અહી 84 દેશના જહાજી વાવટાઓ ફરકતા હતા. જો કે ભવ્ય ઇતિહાસની નહી, પરંતુ વાત આજે રાજકીય ઇતિહાસની કરવાની છે. માંડવી વિધાનસભા બેઠકનો રાજકીય ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી કેટલીક વાતો ખુબ રોચક છે. તેના પર નજર કરતા આ વખતની માંડવી વિધાનસભાના ત્રિપાખીયા જંગમાં શું અપસેટ સર્જાશે તેવો પ્રશ્ન ચોક્કસ થાય. જો કે આંકડાઓ ભાજપની તરફેણમાં છે. પરંતુ રાજકારણમાં ગમે તે થઇ શકે તેમ છે.

ગુજરાત ઇલેકશન 2022 : જ્યારે માંડવીના કે.ટી.શાહે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દાવેદારી કરી

વર્તમાન ચૂંટણી સાથે આ ઘટનાને સીધુ કાઇ લેવા દેવા નથી. પરંતુ જે વિધાનસભા ક્ષેત્રની આ વાત છે. તેના જ એક વ્યક્તિએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઝંપલાવ્યુ હતુ. અને તે પણ જાણ હોવા છતા કે તેઓ હારશે. મૂળ માંડવીના અને મુંબઇ વસવાટ કરતા કે.ટી.શાહે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ સામે દાવેદારી કરી હતી. કેમકે તેમનુ માનવુ હતુ કે લોકશાહીમાં સ્પર્ધા વગર નિમણુંક થાય તે યોગ્ય ન ગણાય જો કે તેઓ આ ચૂંટણી હારી ગયા હતા. પરંતુ તત્કાલીન સરકારે આ વાતની નોંધ લીધી હતી. આ કે.ટી.શાહ મૂળ કચ્છના માંડવીના વતની હતા. આજે પણ માંડવીમાં લોકો તેમને યાદ કરે છે.

ગુજરાત ઇલેકશન 2022 : જ્યારે મુખ્યમંત્રી આ બેઠક પર હાર્યા

પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત સુરેશ મહેતા માંડવીના છે અને તેઓ 5 ટર્મ સુધી આ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. 1975ના જનસંધથી લઇ તેઓ આ બેઠક પર 5 ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા છે. જો કે 2001માં રાજકીય ઉથલપાથલ વચ્ચે 2002માં યોજાયેલી ચૂંટણીમાં તેઓ ફરી ઉભા રહ્યા અને કોગ્રેસના શંકરસિંહ વાઘેલાના ખાસ ગણાતા છબીલ પટેલ આ બેઠક પર તેમને ટક્કર આપવા ઉભા રહ્યા. જો કે પરિણામ અપસેટ સર્જનારૂ હતુ અને જાઇન્ટકીલર સાબિત થઇ છબીલ પટેલે મુખ્યમંત્રી સુરેશ મહેતાને આ બેઠક પરથી હરાવ્યા જેની ચર્ચા સમગ્ર ગુજરાતના રાજકારણમાં હતી જેનુ સાક્ષી માંડવી વિધાનસભા ક્ષેત્ર બન્યુ હતુ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગુજરાત ઇલેકશન 2022 : જાયન્ટકીલરને કોણે હરાવ્યા

એક તરફ છબીલ પટેલે માંડવી વિધાનસભા બેઠક પર અપસેટ સર્જયુ, પરંતુ ત્યાર પછીની ટર્મમાં તેમના માટે જાયન્ટ કીલર સાબિત થયા, ભાજપમાંથી ઉભેલા ધનજી સેંધાણી ઉર્ફે મંગલ ડાડા માંડવીની તાલુકા પંચાયતની બેઠક પર પણ હારી ગયેલા ભાજપના સંગઠનના આગેવાનને ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા અને તે પણ સુરેશ મહેતા જેવા આગેવાનને હરાવનાર છબીલ પટેલ સામે. સૌને એમ હતુ કે છબીલ પટેલ ફરી આ બેઠક પર વિજયી બનશે, પરંતુ તાલુકા પંચાયત હારી ગયેલા ધનજી સેંધાણીએ છબીલ પટેલને આજ બેઠક પર હરાવી ફરી અપસેટ સર્જયો

ગુજરાત ઇલેકશન 2022 : શું આ વખતે કાઇ અપસેટ સર્જાશે?

આમ તો આ બેઠક ભાજપનો ગઢ રહી છે.અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે. પરંતુ આ વખતે ફરી રાજકીય સુત્રોમાં ચર્ચા છે કે આ બેઠક પર કાઇ નવા જુની થઇ શકે છે. કેમકે ભાજપે વર્તમાન ધારાસભ્યની બેઠક બદલી જુના જનસંધી અનંત દવેના ભત્રિજા અને ભાજપના મહામંત્રી અનિરૂધ્ધ દવેને ટિકિટ આપી છે. જેનાથી જ્ઞાતિગત રીતે ટિકિટની આશા રાખી રહેલા કેટલાક લોકો નારાજ થયા છે. તો બીજી તરફ કોગ્રેસે ભાજપમાંથી જ સસ્પેન્ડ થયેલા રાજેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપી છે. જો કે તેની નિમણુંક સાથે પણ કોગ્રેસમાં વિરોધ છે. પરંતુ કોગ્રેસના મતે તેઓ સક્ષમ છે.

તો આમ આદમી પાર્ટીએ પણ ગઢવી સમાજની વસ્તીને ધ્યાને રાખી કૈલાશદાન ગઢવીને ટિકિટ આપી છે. જેથી આ બેઠક પર ત્રિપાંખીયો જંગ અત્યારે જોવાઇ રહ્યો છે. તેમાં કોઇ અપસેટ સર્જાય તો પણ નવાઇ નહી. જો કે પરિણામ શું આવશે તે તો 8 તારીખે સામે આવશે. અત્યારે રાજકીય ઉત્સુકતા વચ્ચે આ બેઠકની રાજકીય ગતિવીધી પર સૌની નજર છે.

રાજકારણમાં ગમે તે થઇ શકે અને એટલે જ કચ્છનો સૌથી રસપ્રદ ઇતિહાસ ધરાવતી અબડાસા બેઠક પર પણ યોજાયેલી પેટા ચૂંટણીમાં પદ્યુમનસિંહ જાડેજાએ જંગી લીડ સાથે આ બેઠક પર રિપિટ ઉમેદવાર તરીકે ન જીતવાનો ઇતિહાસ બદલ્યો. માંડવી વિધાનસભા બેઠક પર પણ કાઇક આવાજ રોંચક કિસ્સાઓ બન્યા છે. જે જોતા હાલ તો ત્રણે રાજકીય પાર્ટીઓ માટે બેઠક પર જીત મેળવવી સહેલી નહી હોય ત્યારે જોવુ રહ્યુ ભાજપ ગઢ જાળવી રાખે છે. કે પછી ફરી આ બેઠક પર કોઇ અપસેટ સર્જાય છે.

Next Article