Gujarat Election 2022: બીજા અને અંતિમ તબક્કા ચૂંટણીમાં સવારથી જ મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ, મતદાન મથકની બહાર જોવા મળી લાંબી લાઇન

|

Dec 05, 2022 | 7:56 PM

બીજા તબક્કાના મતદાનની શરૂઆત થતાં મુખ્ય ચૂંટણી અધિકારી (Chief Electoral Officer)પી.ભારતી પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ પત્રકારો સાથે વાત કરતા બીજા તબક્કાના મતદાન માટે મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી.

Gujarat Election 2022: બીજા અને અંતિમ તબક્કા ચૂંટણીમાં સવારથી જ મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ, મતદાન મથકની બહાર જોવા મળી લાંબી લાઇન
બીજા તબક્કાની ચૂંટણીનો પ્રારંભ, ચૂંટણી કમિશ્નર પી. ભારતીએ પોતાનો મત આપ્યો

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022:  ગુજરાતમાં બીજા તથા અંતિમ તબક્કાની ચૂંટણીના મતદાનનો પ્રારંભ સવારે 8 વાગ્યાથી થઈ ચૂક્યો છે. બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે . મતદાન કરવા માટે સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઇનો જોવા મળી છે. આજે ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીમાં 833 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં  સીલ થઈ જશે. ચૂંટણી કમિશ્નર પી. ભારતી તેમજ  અધિકા ચૂંટણી કમિશ્નરે સવારેમતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી.

ગુજરાત  ઇલેક્શન 2022: ચૂંટણી અધિકારી પી.ભારતી પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બીજા તબક્કાના મતદાનની શરૂઆત થતાં મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતી પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો આ સાથે જ અધિક ચૂંટણી અધિકારી કુલદીપ આર્ય એ પણ ગાંધીનગર સેક્ટર 9 ખાતે પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો.  મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ પત્રકારો સાથે વાત કરતા બીજા તબક્કાના મતદાન માટે મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી. આ સાથે જ તેમણે જણાવ્યું કે ચૂંટણી પંચ દ્વારા અપાયેલી સ્લીપ એ માત્ર માહિતી માટે જ છે પરંતુ મતદાન આપત્તિ વખતે પોતાનું આઇડેન્ટિફિકેશન કાર્ડ અનિવાર્ય છે.  આજના દિવસમાં મોટી સંખ્યામાં મતદાન થાય તેવી અપીલ  પણ તેઓ દ્વારા કરવામાં આવી હતી.

 

દરમિયાન ભારતીય ચૂંટણી પંચે પણ ટ્વિટ દ્વારા લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે

 

ગુજરાતમાં બીજા તબક્કામાં અંદાજે સરેરાશ 60 ટકા મતદાન નોંધાયું

ગુજરાતમાં બીજા તબક્કામાં 93 બેઠક પર ટકા મતદાન નોંધાયું , જેમાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન  થયું હતું.  જેમાં  ઉત્તર ગુજરાતના બનાસકાંઠા 9, મહેસાણા 7, ગાંધીનગર 5, સાબરકાંઠા 4, પાટણ 4, અરવલ્લીમાં  3  અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ 21, વડોદરા 10, આણંદ 7, ખેડા 6, પંચમહાલ 5, મહીસાગર 3, દાહોદ 6 અને છોટા ઉદેપુરમા 3 વિધાનસભા બેઠક  પર મતદાન  થયું હતું. જેમાં સાંજે પાંચ વાગે સુધીમાં અંદાજે સરેરાશ 60 ટકા મતદાન નોંધાયું છે.

બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ મતદારો મતદાન કરી રહ્યા છે. આ કુલ મતદારોમાં 1.29 કરોડ પુરૂષ અને 1.22 કરોડ મહિલા મતદારો મતદાન કરવાના છે. બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. ત્યારે બીજા તબક્કાના મતદાનમાં બપોરે 3 કલાક સુધીમાં સરેરાશ 50.51 ટકા મતદાન થયુ  હતું.

Published On - 8:40 am, Mon, 5 December 22

Next Article