Gujarat Election 2022 : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 20-21 નવેમ્બરના રોજ ગુજરાતમાં, કરશે ચૂંટણી પ્રચાર

Gujarat Election 2022 : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 20-21 નવેમ્બરના રોજ ગુજરાતમાં, કરશે ચૂંટણી પ્રચાર

| Edited By: | Updated on: Nov 19, 2022 | 9:15 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 20 નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે કાર્યક્રમમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તાપીમાં કેસરિયા રેલીમાં સામેલ થવાના છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 20 નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે કાર્યક્રમમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તાપીમાં કેસરિયા રેલીમાં સામેલ થવાના છે. જ્યારે મોડી સાંજે નર્મદા જિલ્લામાં એક જાહેર સભાને સંબોધિત કરશે. તાપીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કેસરિયા રેલીમાં સામેલ થશે અને ત્યાર બાદ આર. જે. પટેલ સ્કૂલ, નિઝરમાં જાહેર સભાને સંબોધિત કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ત્યાર બાદ નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં પીઠા ગ્રાઉન્ડ સામે જાહેર સભાને સંબોધિત કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 21 નવેમ્બરના રોજ ચાર સ્થળોએ સભા ગજવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ખંભાળિયા, કોડિનાર, રાજુલા, અને ભુજમાં સભા સંબોધશે.

ગુજરાતમાં યોજાશે બે તબક્કામાં  મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Published on: Nov 19, 2022 09:13 PM