Gujarat Election 2022: ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ લેવાનો આજે બીજો દિવસ, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિત વિવિધ જિલ્લાઓમાં લેવાશે સેન્સ

|

Oct 28, 2022 | 8:40 AM

રાજ્યભરમાં પ્રદેશ નિરીક્ષકોએ ભાજપના ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોની સેન્સ (Sens) લેવાઈ રહી છે ત્યારે આ અંતર્ગત સુરત જિલ્લાની ચોર્યાસી બેઠક પર ધારાસભ્ય ઝંખના પટેલે દાવેદારી નોંધાવી છે.

Gujarat Election 2022: ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ લેવાનો આજે બીજો દિવસ, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિત વિવિધ જિલ્લાઓમાં લેવાશે સેન્સ

Follow us on

ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી મુદ્દે સેન્સ લેવાનો આજે બીજો દિવસ છે ત્યારે, રાજકોટ, વડોદરા, સુરતમાં ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલશે. ગઈકાલે મોડી રાત સુધી સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી હતી અને વિવિધ કાર્યકર્તા, અગ્રણીઓ અને નેતાઓએ  પોત પોતાની બેઠક પરથી દાવેદારી પણ નોંધાવી હતી. રાજ્યભરમાં ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોની સેન્સ લેવાઈ રહી છે. ત્યારે આ અંતર્ગત સુરત જિલ્લાની ચોર્યાસી બેઠક પર ધારાસભ્ય ઝંખના પટેલે દાવેદારી નોંધાવી છે.

તો બીજી તરફ સિટિંગ ધારાસભ્ય સામે ભટલાઇ ગામના છોટુ પટેલે દાવેદારી નોંધાવી હતી અને છોટુ પટેલે 4 હજાર સમર્થકો સાથે ભાજપ કાર્યાલય ખાતે પહોંચી શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું.

ઘાટલોડિયા બેઠક પરથી સર્વાનુમતે ભૂપેન્દ્ર પટેલના નામને મંજૂરી

તારીખ 27 ઓક્ટોબર 2022થી  ત્રણ દિવસ માટે નિરીક્ષકો દ્વારા તમામ મહાનગરો અને જિલ્લાઓમાં સેન્સ લેવાની પ્રક્રિય  શરૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં વિવિધ બેઠકો પર સેન્સ લેવામાં આવી હતી. અમદાવાદ શહેરની પશ્ચિમ વિધાનસભા બેઠકોમાં ઘાટલોડિયા, સાબરમતી અને વેજલપુર બેઠકો ભાજપનો ગઢ ગણાય છે. જેમાં ઘાટલોડિયા બેઠક પર સર્વાનુમતે ભૂપેન્દ્ર પટેલના નામનો જ પ્રસ્તાન રજૂ થયો હતો. જ્યારે સાબરમતી બેઠક પર 10થી વધુ દાવેદારોએ ટિકિટની માગ કરી  હતી

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

ગીર સોમનાથમાં આજે કોડીનાર બેઠક માટે લેવામાં આવશે સેન્સ

ગીર સોમનાથમાં પણ મૂરતિયાઓની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લાની ઉના અને તાલાલા બેઠક માટે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી હતી. જેમાં આજે કોડિનાર બેઠક માટે સેન્સ લેવામાં આવશે. શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડિયા ઉમેદવારોને સાંભળશે. ઉના ભાજપના યુવા મહિલા અગ્રણી દીપા બાંભણિયાનું નામ પણ રેસમાં છે. તમામ દાવેદારો પોતાના ટેકેદારોને લઈ સેન્સ આપવા માટે પહોંચ્યા હતા.

Next Article