Gujarat Election 2022: મહેસાણા જિલ્લાની 7 વિધાનસભાની બેઠકોની મતગણતરી માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ

|

Dec 07, 2022 | 3:03 PM

મહેસાણા (Mehsana )જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે મતગણતરી કેન્દ્રનું નિરીક્ષણ કરી આવશ્યક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ સી.સી.ટી.વી. કેમેરા અને એલ.ઈ.ડી. સ્ક્રીનની વ્યવસ્થા, અધિકારીઓ અને રાજકીય પક્ષોના ઉમેદવારોની બેઠક વ્યવસ્થા, કંટ્રોલ રૂમ, મીડીયા રૂમ સહિતની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

Gujarat Election 2022: મહેસાણા જિલ્લાની 7 વિધાનસભાની બેઠકોની મતગણતરી માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ
મહેસાણામાં મતગણતરી સ્થલે સઘન સુરક્ષા વ્યવસ્થા

Follow us on

મહેસાણા જિલ્લાની સાત વિધાનસભાની બેઠકોની મતગણતરી માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ છે અને  8 મી ડિસેમ્બરના રોજ મરચન્ટ એન્જીયરીંગ કોલેજ બાસણા ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. જે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. દરેક વિધાનસભા દીઠ 14 જેટલા ટેબલો ગોઠવીને મતગણતરી થશે. જેમાં એક માઈક્રો ઓબ્ઝર્વર, એક કાઉન્ટીંગ આસિસ્ટન્ટ એક-એક સુપરવાઈઝર સહિતનો સ્ટાફ મતગણતરીના કાર્યમાં જોડાશે.  સૌપ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે.

પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ કોલેજ બહાર પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મતગણતરીને લઈને જિલ્લા ચૂંટણી તંત્રએ જિલ્લા કલેકટર  ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પંચના નિયમ મુજબ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મતગણતરી સવારે 8 કલાકથી શરૂ થશે. મત ગણતરી સેન્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે

મહેસાણા જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે મતગણતરી કેન્દ્રનું નિરીક્ષણ કરી આવશ્યક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ સી.સી.ટી.વી. કેમેરા અને એલ.ઈ.ડી. સ્ક્રીનની વ્યવસ્થા, અધિકારીઓ અને રાજકીય પક્ષોના ઉમેદવારોની બેઠક વ્યવસ્થા, કંટ્રોલ રૂમ, મીડીયા રૂમ સહિતની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ ઉપરાંત મતગણતરી કેન્દ્ર ખાતે તૈનાત પોલીસ સ્ટાફ અને મિલિટ્રી જવાનોને મળી ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા અંગે ચકાસણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે 20- ખેરાલુમાં 270 મતદાન મથકો,21 ઊંઝા માં 246 મતદાન મથકો,22 વિસનગરમાં 238 મતદાન મથકો,23 બેચરાજીમાં 285 મતદાન મથકો,24 કડીમાં 307 મતદાન મથકો,25 મહેસાણામાં  275 મતદાન મથકો,26 વિજાપુરમાં 248 મતદાન મથકો સહિત કુલ 1869 મતદાન મથકો આવેલા છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

 

Next Article