ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ અને આપે એક પછી એક ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જ્યારે ભાજપના ઉમેદવારોની યાદીની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, ત્યારે ઉમેદવારોના નામ અંતિમ મહોર હવે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ લગાવશે. આ માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ દિલ્લી પહોંચી ગયા છે.
ઉમેદવારોના નામને લઈને ગૃહપ્રધાન અમિત શાહના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ટિકિટ વહેંચણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ તમામ 182 બેઠકોના ઉમેદવારોના નામની ફાઈનલ યાદી તૈયાર કરાશે. દરેક બેઠક દીઠ 3થી 5 સંભવિત ઉમેદવારોના નામની પેનલની યાદી મોકલવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ચૂંટણીની તારીખ પણ જાહેર થઇ ગઇ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી સત્તાને કાયમી રાખવા મતદારોને રીઝવવા મથામણ કરી રહી છે. ભાજપ દ્વારા એક પછી એક કાર્યક્રમ કરીને મતદારો સુધી વધુને વધુ પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અગાઉ ભાજપ દ્વારા “અગ્રેસર ગુજરાત કેમ્પેઇન”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના દ્વારા ગુજરાતની જનતાના સૂચનો લેવામાં આવી રહ્યા છે. તો આ જ રીતે આજથી ભાજપનું ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’ કેમ્પેઇન શરુ કરવામાં આવ્યુ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગાંધીનગરથી આ કેમ્પેઇનની શરુઆત કરવામાં આવી છે.
Published On - 7:43 am, Tue, 8 November 22