ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. જેમાં ભાજપે સ્ટાર પ્રચારકોની ગુજરાતમાં ફોજ ઉતારી છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના ભાજપના દિગ્ગજો આજે જનસભા થકી ગુજરાત ગજવી રહ્યા છે. જેમાં પીએમ મોદીની દાહોદ મુલાકાત દરમ્યાન એક વિશેષ દ્રશ્ય જોવા મળ્યું હતું. જેમાં દાહોદના 103 વર્ષના સુમનભાઇએ પીએમ મોદીને ગળે વળગીને તેમને આશીર્વાદ આપ્યા હતા. આ ફોટોગ્રાફને નરેન્દ્ર મોદીએ પોતાના ફેસબુક પેજ પર શેર કરી છે. તેમજ લખ્યું છે કે ” દાહોદથી એક વિશેષ ક્ષણ, 103 વર્ષના સુમનભાઇએ મને આશીર્વાદ આપ્યા
મહેસાણામાં સભા ગજવ્યા બાદ વડાપ્રધાન મોદીએ આજે દાહોદમાં સભા સંબોધી. જેમાં તેમણે ફરી આદિવાસી સમાજ માટે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો જણાવ્યા હતા. તેમણે જણાવ્યુ કે મારા માટે જનતા ઈશ્વરનો અવતાર છે. કોંગ્રેસ અને ભાજપમાં ફરક જ આ છે. કોંગ્રેસ જીત પાકી હોય તો તમારી સામે પણ ન જુએ. ભાજપ જીત 200 ટકા પાકી હોય તોય પગે પડે.ગુજરાતના લોકોએ જે મારુ ઘડતર કર્યુ છે. એમાં વિવેક અને નમ્રતા અમારામાં ભરેલી છે. એટલે જ તમે અમને સત્તા પર નથી બેસાડ્યો. તમે મને સેવાનું કામ સોંપ્યુ છે. હું એક સેવક તરીકે સેવાદાર તરીકે કામ કરુ છુ.
ગુજરાતમાં ખૂબ મોટો આદિવાસી સમાજ છે. આદિવાસી સમાજની કોંગ્રેસે ચિંતા ના કરી. ચૂંટણી આવે એટલે મોટી મોટી વાતો કરીને જતા રહે. આજે આઝાદીના 75 વર્ષ થયા પણ કોંગ્રેસને ક્યારેય આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવવાનો વિચાર ન આવ્યો. એટલું જ નહીં ભાજપે જાહેર કરેલા આદિવાસી મહિલા ઉમેદવાર દ્રોપદી મુર્મૂને સમર્થન પણ ન આપ્યું. ભાજપે જ દેશમાં પ્રથમ વાર મહિલા આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવીને દુનિયાની અંદર એક સંદેશ આપ્યો છે.
મેં દાહોદમાં પહેલી પોલિટેકનિક શરુ કરી ત્યારે લોકોને વિશ્વાસ નહોતો થતો કે આ મારુ દાહોદ સિટી સ્માર્ટ સિટી બનશે. એક સમય હતો જ્યારે દાહોદમાં પાણી માટે વલખા પડતા હતા. આજે દાહોદમાં પાણીની ચિંતાની મુક્તિનું કામ કરી દીધુ છે.
કોંગ્રેસના જમાનામાં લોન મેળા કરતા અને એમાય પહેલી કટકી નેતાઓની હોય. લોન આપ્યા પછી આદિવાસી માણસ દેવામાં ડુબી જતો. પણ આજે અમે એની જીંદગી બદલી દીધી. મારો આદિવાસી યુવક ડોક્ટર બને, મેડિકલ કોલેજ દાહોદમાં ઊભી થાય એ કામ અમે કર્યુ છે. આ વિકાસની દિશા આપણે પકડેલી છે.
Published On - 5:55 pm, Wed, 23 November 22