
સોમા ગાંડા પટેલ સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડશે તેવું તેમણે સ્પષ્ટ કરી દીધું છે ત્યારે તેમણે ચોટીલા બેઠક માટે અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મ ઉપાડ્યું છે. ચોટીલા બેઠક પરથી હાલમાં કોંગ્રેસના ઋત્વિક મકવાણા ધારાસભ્ય છે અને ચોટીલા બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે અહીં ભાજપે પર બેઠકો જીતેલી અને કોંગ્રેસ પણ બેઠકો જીતેલી છે ત્યારે સોમા ગાંડા પટેલે વર્ષ 2017માં લીંબડી-સાયલા બેઠકથી ચૂંટણી જીત્યા પછી રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે તેમણે પક્ષપલટો કરતા સોમા ગાંડા હવે અપક્ષમાંથી ચૂંટણી લડશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપ સત્તા ટકાવી રાખવા તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તામાં આવવા માટે મેદાનમાં ઉતરી છે ત્યારે સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે તે છે પૂર્વ સાંસદ સોમા પટેલ સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડશે. સોમા પટેલે ચોટીલા બેઠક પરથી અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે ફોર્મ ભર્યા બાદ સોમા પટેલે કહ્યું કે મારી ઉંમર 65 વર્ષની છે એટલે ભાજપ મને ટિકિટ આપે નહીં અને કોંગ્રેસે મને સસ્પેન્ડ કર્યો છે એટલે કોંગ્રેસમાં જવાની ઇચ્છા જ નથી. ટિકિટ માટે હું ક્યારેય ભીખ ન માગું એટલે મે અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે સાથે જ તેમણે દાવો કર્યો કે આ વખતે ગુજરાતમાં કોઈપણ પાર્ટીની સ્પષ્ટ બહુમતી વાળી સરકાર નહીં બને..આમ આદમી પાર્ટીના સહયોગથી ગુજરાતમાં સરકાર બનશે.
સોમા પટેલે અપક્ષ તરીકે ફોર્મ ભર્યા બાદ પ્રથમ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં કોઈ પણ પાર્ટીની સ્પષ્ટ બહુમતી વાળી સરકાર બનશે નહીં. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સહયોગહથી સરકાર બનશે તેવો પણ તેમણે દાવો કર્યો હતો. તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી પર મારું મોટું અહેસાન છે તેમ છતાં કોંગ્રેસે ટિકિટ આપવા માટે મારો સંપર્ક કર્યો નથી અને ભાજપમાંથી પણ ટિકિટ માટે મારો સંપર્ક કરવામાં આવ્યો નથી. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ચૂંટણી હું જીતવાનો છું કારણ કે ચોટીલાની જનતાએ જ મને અપક્ષ લડવા મટે કહ્યું હતું. ચૂંટણી પરિણામ બાદ કયા પક્ષ સાથે જવાનું એ બાબતે મતદારો અને સમર્થકોના નિર્ણય સાથે રહીને જાહેરાત કરીશ.