Gujarat Election 2022: ભાજપની રિપીટ થિયરીમાં આટલા ઉમેદવારો ‘નો રિપીટ’, જાણો કયા મોટા માથાંને કરવામાં આવ્યા બાકાત
ભાજપ (BJP) દ્વારા કેટલાક જૂના ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમને ટિકિટ નથી ફાળવવામાં આવી તેવા મોટા માથામાં સૌરભ પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, બ્રિજેશ મેરજા સહિતના મોટા માથાંનો સમાવેશ થાય છે.
Gujarat Election 2022
Follow us on
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા પ્રથમ તબક્કાના ઉમેદવારોની ચાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીના ઉમેદવારોના નામ જોતા જ સમજાઈ ગયું છે કે ભાજપ આ ચૂંટણીમાં જૂના ઉમેદવારને જ રીપીટ કર્યા છે તો કેટલાક સ્થાન પર નવા અને ટૂંકાગાળમાં લોકપ્રિય બનેલા ચહેરાને સ્થાન આપી દેવામાં આવ્યું છે. તો કેટલાક ઉમેદવારો એવા છે જેને ફરીથી સ્થાન આપવામાં આવ્યું નથી. નવા જાહેર કરવામાં આવેલા ઉમેદવારો એવા છે જે જાતિગત સમીકરણોના આધારે ભાજપને બેઠકો જીતાડવામાં મદદ કરી શકે છે. ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા આ નામ પસંદ કરવામાં આવ્યા હતા. 182 માંથી 160 બેઠકની યાદી જાહેર કરી છે જેમાં 14 મહિલાઓ તેમજ 13 એસસી 24એસટી ઉમેદવારોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તો 38 બેઠકો પર પરિવર્તન કરવામાં આવ્યું છે જેમાં 4 ડોકટર ઉમેદવાર છે અને 4 પીએચડી ઉમેદવાર છે.
ભાજપ દ્વારા કેટલાક જૂના ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમને ટિકિટ નથી ફાળવવામાં આવી તેવા મોટા માથામાં સૌરભ પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, બ્રિજેશ મેરજા સહિતના મોટા માથાંનો સમાવેશ થાય છે.