Gujarat Election 2022: સારોલી પોલીસે 1 કિલો સોનુ અને 50 લાખની મત્તા કરી જપ્ત, 100 થી વધુ પોલીસ કર્મચારીઓની ટીમ કરી રહી છે સરપ્રાઈઝ ચેકિંગ

|

Nov 13, 2022 | 11:07 AM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ઝોન 4 પોલીસમાં આવેલા ખટોદરા તેમજ પાંડેસરા પોલીસ મથકની હદમાં પોલીસ (police) દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે 100 થી વધુ કર્મચારીઓની ટીમ બનાવી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 :  ચૂંટણીમાં રોકડ નાણાંની હેરફેર રોકવા પોલીસ સતર્ક છે ત્યારે  સુરતમાં  સારોલી પોલીસની મોટી કાર્યવાહી કરી છે.  સારોલી પોલીસે  બે વ્યક્તિ પાસેથી 1 કિલો સોનું તેમજ  50 લાખથી વધુ રોકડા જપ્ત કર્યા છે   આ બે વ્યક્તિઓ  લકઝરી  બસમાંથી ઉતરીને  ચાલતા જતા હતા ત્યારે  નિયોલ ચેકપોસ્ટ પાસેથી  બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા.  ઇલેક્શન કમિશન દ્વારા ગેરકાયદે નાંણા તેમજ દારૂની હેરફેર અંગે વિશેષ સર્વેલન્સ ટીમ બનાવવામાં આવી છે. ત્યારે  દરેક જિલ્લામાં  વિવિધ ચેકપોસ્ટ  પર  સઘન ચેકિંગ થઈ રહ્યું છે.

 

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

ગુજરાત ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ઝોન 4 પોલીસમાં આવેલા ખટોદરા તેમજ પાંડેસરા પોલીસ મથકની હદમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે 100 થી વધુ કર્મચારીઓની ટીમ બનાવી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસના કોમ્બિંગ દરમ્યાન 343 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને સુરત પોલીસ સતર્ક થઇ છે. જે અંતર્ગત ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થાય અને ગુનાખોરી પર અંકુશ રાખી શકાય તે માટે સુરત પોલીસ દ્વારા સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુરત પોલીસના ઝોન 4માં આવતા પોલીસ મથકોના વિસ્તારોમાં પોલીસની ટીમો બનાવીને સરપ્રાઈઝ કોમ્બિંગ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઝોન 4 અંતર્ગત આવતા ખટોદરા તથા પાંડેસરા પોલીસ મથકની હદમાં આવેલા આઝાદ નગર, રસુલાબાદ, બમરોલી, તથા ખાડી વિસ્તારમાં સંયુક્ત રીતે સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ગુજરાત ઇલેકશન 2022 : 11 નવેમ્બરના રોજ 343 ઇસમો સામે કરી હતી કાર્વાહી

સુરત પોલીસે 11 નવેમ્બરના રોજ સરપ્રાઈઝ કોમ્બિંગ તપાસ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાંથી અનેક અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી હતી. પોલીસે કુલ 343 જેટલા ઇસમો સામે જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. પોલીસે કોમ્બિંગ દરમ્યાન નબર પ્લેટ વગરના તથા ફોલ્ટી નબર પ્લેટ ધરાવનાર સામે કાર્યવાહી કરી હતી. પોલીસે આવા 125 વાહનો, તડીપાર હુકમ ભંગના 2 , હથિયારબંધી અને જાહેરનામાં ભંગના 11, નોન બેલેબલ વોરંટના 8 આરોપીઓની અટક, 69 જેટલા શરીર સબંધી આરોપીઓ, 106  માથાભારે ઈસમો સામે અટકાયતી પગલા, પીધેલાના 12, તેમજ ગેરકાયદે દારૂની પ્રવુતિ કરતા 5 ઈસમો મળી કુલ 343  લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ સાથે પોલીસે અનેક અસામાજિક તત્વો પાસેથી ગેરકાયદેસર રાખવામાં આવતા જુદા જુદા પ્રકારના હથિયારો પણ કબજે કર્યા હતા.

 

Next Article