Gujarat Election 2022 : નાંદોદ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે

|

Nov 21, 2022 | 6:26 PM

ગુજરાતની નાંદોદ વિધાનસભા બેઠક પર ભાજપ સામે ભાજપ પ્રદેશ આદિજાતિ મોરચા અધ્યક્ષે બળવો કરતા હવે આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે તેવા એંધાણ છે.

Gujarat Election 2022 : નાંદોદ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે
Nandod Assembly Election 2022

Follow us on

ગુજરાતની નાંદોદ વિધાનસભા બેઠક પર ભાજપ સામે ભાજપ પ્રદેશ આદિજાતિ મોરચા અધ્યક્ષે બળવો કરતા હવે આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે તેવા એંધાણ છે. જેમાં કોંગ્રેસે નાંદોદ બેઠક પર કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય પી.ડી.વસાવાની ટિકિટ કાપી નવયુવાન અને 2012ની ચૂંટણીમાં હારેલ ઉમેદવાર હરેશ વસાવાને ટિકિટ આપી છે તો સામે ભાજપે પણ 2 પૂર્વ ધારાસભ્યો શબ્દશરણ તડવી અને હર્ષદભાઈ વસાવા કે જેઓ પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના વર્તમાન અધ્યક્ષ હતા તેઓને કોરાણે મૂકીને પૂર્વ સાંસદ સ્વ. ચંદુભાઈ દેશમુખની તબીબ દીકરીને ટિકિટ ફાળવી છે.

સૌથી વધુ મતદાર ધરાવતા તડવી સમાજમાં છૂપો રોષ

ભાજપમાં ટિકિટ ફાળવણીમાં 2 ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા હર્ષદ વસાવાને ટિકિટ નહીં આપતા તેઓએ નારાજ થઈને અપક્ષ તરીકે ઝુકાવ્યું છે આથી આખુ રાજકીય ગણિત પણ બગડ્યું છે. ન માત્ર હર્ષદ વસાવા પણ તેમની સાથે પૂર્વ જિલ્લા અધ્યક્ષ ઘનશ્યામ દેસાઈ,ભારતીબેન તડવી, જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષ કિરણ વસાવા સહિતના સિનિયર આગેવાનોએ પણ બળવો પોકારીને હર્ષદ વસાવાને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે.બીજી બાજુ નાંદોદ બેઠકના તમામ 5 ઉમેદવાર માત્ર વસાવા સમાજમાંથી આવતા સૌથી વધુ મતદાર ધરાવતા તડવી સમાજમાં છૂપો રોષ છે.

ભાજપમાંથી બળવો થતા ભાજપનું ગણિત બગડ્યું

હાલની મતદારોની સ્થિતિ જોતા તડવી આદિવાસી -31 ટકા, વસાવા આદિવાસી -30 ટકા , ભીલ આદિવાસી -11 ટકા, પાટીદાર 06 ટકાઅને અન્ય સમાજ મહત્વપૂર્ણ છે.તેમાં પણ આ વખતે તડવી સમાજમાંથી એક પણ ઉમેદવાર મેદાને નથી. ભાજપ અને કોંગ્રેસ પોતાની ડેડીકેટેડ વોટબેંક ધરાવે છે પરંતુ આ વખતે ભાજપમાંથી બળવો થતા ભાજપનું ગણિત બગડ્યું છે તો બીજી તરફ કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય ની ટિકિટ પણ કપાતા તેની વોટબેંકનું ગણિત બગડ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી.વસાવા અને ભાજપના બળવાખોર હર્ષદ વસાવા સંબંધે વેવાઈ થાય છે અને ટિકિટ કપાતા દેખીતી રીતે પી.ડી.વસાવા નિષ્ક્રિય પણ થયા છે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

જે સ્થિતિ છે તેમાં ભાજપ અને કોંગ્રેસનું ગણિત બગાડ્યું

તો આ તરફ સામાન્ય જ્ઞાતિ કે જેમાં પાટીદારો પણ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે તેઓ મહદઅંશે ભાજપ તરફ ઝોંક ધરાવતા હતા તેમાં પણ હર્ષદ વસાવાએ ઉમેદવારી કરતા સ્વાભાવિક પણે ભાજપનું ગણિત બગડશે. આમ આદમી પાર્ટીમાંથી ડૉ. પ્રફુલ વસાવાએ ઉમેદવારી કરતા કેવડિયા વિસ્તારમાં તેઓની કેવડિયા વિસ્તારમાં સક્રિયતા જોતા આ વિસ્તારમાં 95 ટકા કરતા વધુ તડવી સમાજ વસવાટ કરે છે અને એકપણ તડવી ઉમેદવાર ન હોવાના કારણે સ્વાભાવિક રોષ મતદારોમાં છે જ, જે સ્થિતિ છે તેમાં ભાજપ અને કોંગ્રેસનું ગણિત બગાડ્યું છે.

નાંદોદ વિધાનસભા માં ચિત્ર સ્પષ્ટ થતું દેખાતું નથી

ગત ચૂંટણીમાં કોંગ્રેસને 81,849 અને ભાજપને 75,520 મત મળ્યા હતા પણ આ વખતે ઉમેદવારો પણ બદલાતા અને ભાજપમાં બળવાખોરી અને કોંગ્રેસમાં ટિકિટ નહિ મળતા ધારાસભ્યની નિષ્ક્રિયતા અને આપમાંથી પ્રફુલ વસાવાની ઉમેદવારીએ પરિણામ કઈ તરફ જશે તે અનિશ્ચિત બનાવ્યું છે. જો ભાજપના બળવાખોર ઉમેદવાર 25,000 કરતા વધુ મત પણ લઈ જાય તો ભાજપનું ચિત્ર બગાડી શકે અને આપ ઉમેદવાર જો 15,000 મત લઈ જાય તો કોંગ્રેસનું ચિત્ર બગાડી શકે તેમ છે નાંદોદ વિધાનસભા માં ચિત્ર સ્પષ્ટ થતું દેખાતું નથી

જો કે આજે ભાજપે 4 સભ્યો ને પક્ષ માંથી સસ્પેન્ડ કર્યા છે ભાજપ ના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ ભારતીબેન તડવી,પ્રદેશ કિસાનમોરચા ના સભ્ય સુનિલ પટેલ અને જિલ્લા પંચાયત નર્મદા ના સભ્ય અને ભાજપ ના ઉપપ્રમુખ કિરણ વસાવા ને સસ્પેન્ડ કર્યા છે.

(With Input,Vishal Pathak, Nandod ) 

Next Article