Gujarat Election 2022 : રાજકોટના મોટામૌવા વિસ્તારની 15થી વધુ સોસાયટીઓ દ્વારા મતદાન બહિષ્કારની જાહેરાત

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નેતાઓ પ્રચારમાં નીકળી ગયા છે..ત્યારે રાજકોટના મોટા મૌવા વિસ્તારની 15થી વધુ સોસાયટીઓ દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.પ્રાથમિક સુવિધાઓના અભાવે રાજકોટ ગ્રામ્ય બેઠકમાં આવતા મોટા મૌવા વિસ્તારના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે..

Gujarat Election 2022 : રાજકોટના મોટામૌવા વિસ્તારની 15થી વધુ સોસાયટીઓ દ્વારા મતદાન બહિષ્કારની જાહેરાત
Rajkot Society Voting Boycott
| Edited By: | Updated on: Nov 15, 2022 | 3:02 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નેતાઓ પ્રચારમાં નીકળી ગયા છે..ત્યારે રાજકોટના મોટા મૌવા વિસ્તારની 15થી વધુ સોસાયટીઓ દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.પ્રાથમિક સુવિધાઓના અભાવે રાજકોટ ગ્રામ્ય બેઠકમાં આવતા મોટા મૌવા વિસ્તારના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે..

ગુજરાત ઇલેકશન 2022 :રાજકોટના મોટા મૌવા વિસ્તાર જેનો છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટ મહાનગર પાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે.આ વિસ્તારની 15થી વધુ સોસાયટીઓ દ્વારા પ્રાથમિક સુવિધાઓના અભાવથી મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વિસ્તારનો માત્ર નામ પૂરતો મહાનગર પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ સુવિધાઓના નામે મીંડું છે. વેરાઓ અને ટેક્સ મહાનગર પાલિકાના નિયમ મુજબ લોકો ભારે છે પરંતુ શહેર જેવી સુવિધા હજુ આ વિસ્તાર સુધી પહોંચી નથી તેવો આક્ષેપ લોકો કરી રહ્યા છે..

રાજકોટ શહેરનો વિસ્તાર વધી રહ્યો છે.આજુ બાજુના ગામડાઓ શહેરમાં ભળી રહ્યા છે..મોટા મૌવાં વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલી સોસાયટીઓમાં પાણીની સુવિધા પણ જોઈએ તેટલા પ્રમાણમાં પહોંચી નથી..સ્થાનિકોને પાણીના ટેન્કર ઊંચી કિંમતોમાં મગવવા પડી રહ્યા છે..ત્યારે પાણી વેરો તો મહાનગર પાલિકા દ્વારા લેવામાં જ આવી રહ્યો છે..અન્ય સમસ્યાઓની વાત કરીએ તો કચરાની ગાડીઓ આ વિસ્તારમાં આવતી નથી.જેથી ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે..હજુ પણ કાચા રસ્તાઓ છે..પાકા રસ્તાઓ બનાવવમાં નથી આવ્યા.જ્યારે રોડ ટેક્સ તો પુરે પૂરો અહીંયાના લોકો દ્વારા ભરવામાં આવશે.અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાથી પણ આ વિસ્તાર વંચિત છે..

સ્થાનિકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે ના તો આ વિસ્તારના ધારાસભ્ય ક્યારેય આ વિસ્તારમાં ફરક્યા છે અને ના તો કોઈ કોર્પોરેટર ક્યારેય જોવા મળ્યા છે..ત્યારે સ્થાનિકોમાં ઉગ્ર રોષ છે.ત્રણેય પાર્ટીઓના લોકોને આ વિસ્તારમાં મત માટે ના આવવાના બેનરો લગાવ્યા છે અને સ્થાનિકો સંપૂર્ણ પણે મતદાનનો બહિષ્કાર કરવાનો સંકલ્પ કરી ચૂક્યા છે..

Published On - 2:59 pm, Tue, 15 November 22