Gujarat Election 2022 : રાહુલ ગાંધી આજે ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ, જાણો પક્ષ પલટાથી કોંગ્રેસને કેટલુ થયુ નુકસાન

ગુજરાતમાં કથળેલી સ્થિતિ વચ્ચે હવે કોંગ્રેસે (Gujarat Congress) પણ મતદારોને રીઝવવા પ્રયાસો શરૂ કર્યા છે. એક દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે વિધાનસભા ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે.

Gujarat Election 2022 : રાહુલ ગાંધી આજે ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ, જાણો પક્ષ પલટાથી કોંગ્રેસને કેટલુ થયુ નુકસાન
Gujarat Congress
| Edited By: | Updated on: Sep 05, 2022 | 12:38 PM

Ahmedabad : ગુજરાત વિધાનસભા ચુટંણીને (Gujarat Assembly Election)  હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે દરેક રાજકીય પાર્ટી જીત હાંસલ કરવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. તો કથળેલી સ્થિતિ વચ્ચે હવે કોંગ્રેસે (Gujarat Congress) પણ મતદારોને રીઝવવા પ્રયાસો શરૂ કર્યા છે. એક દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે વિધાનસભા ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. ગુજરાત કોંગ્રેસની ખરાબ સ્થિતિ વચ્ચે રાહુલ ગાંધીનો પ્રવાસખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

ચૂંટણી પહેલા કોંગ્રેસ સામે મોટા પડકાર

રાહુલ ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોમાં નવા પ્રાણ ફુંકશે.આ સાથે બે ભાગમાં વહેંચાયેલા સંગઠનને એક કરવા તેઓ મથામણ કરશે. તો પક્ષપલટાની આ મોસમમાં નાસીપાસ થયેલા કાર્યકરો તેમજ નેતાઓને (Congress Leaders)  ફરી સક્રિય કરવા રાહુલ ગાંધી હાકલ કરશે.

નારાજ નેતાઓને મનાવવા રાહુલ ગાંધીની મથામણ

ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે,તેમાં પણ આ વખતે AAP મેદાને છે.ત્યારે તૂટતી કોંગ્રેસને વધુ તૂટતી અટકાવવા તેઓ પ્રયાસ કરશે.ઉપરાંત ધારાસભ્યો (MLA) સહિત નેતાઓની નારાજગી દૂર કરવી.આ સાથે 2022ની ચૂંટણી માટે અલગથી રણનીતિ તૈયાર કરવામાં પણ આવશે.આજે રાહુલગાંધી બુથ સ્તરના કાર્યકરોને માર્ગદર્શન આપશે.

તમને જણાવવુ રહ્યું કે,પરિવર્તન સંકલ્પ સંમેલનમાં કોંગ્રેસનુ કામ બોલે છે થીમ રાખવામાં આવી છે.શહેરના સરદાર સરોવર, શ્વેત ક્રાંતિ, શિક્ષણમાં કોંગ્રેસે કરેલા કામના બેનર લગાવવામાં આવી છે.એટલું જ નહીં સરકાર (government) બનશે તો કયા કામ કરશે કોંગ્રેસ તેના પણ બેનર થકી કોંગ્રેસ મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે.

2017 ચૂંટણી બાદ કોંગ્રેસ કેટલી તૂટી ?

જો આપણે 2017 વિધાનસભા ચૂંટણીના (Gujarat election) પરિણામો પર એક નજર કરીએ તો કોંગ્રેસે કુલ 77 બેઠકો મેળવી હતી.જો કે 2017ની ચૂંટણી બાદ પક્ષપલટાની મોસમ જામી હતી.એક પછી એક કોંગ્રેસના ધારાસભ્યો હાથ નો સાથ છોડી રહ્યા હતા.છેલ્લા 5 વર્ષમાં 20 ટકા MLAએ પક્ષ પલટો કર્યો.હાલ કોંગ્રેસ પાસે માત્ર 63 ધારાસભ્યો રહ્યા છે.તમને જણાવી દઈએ કે, 1995 પછી કોંગ્રેસે 2017માં સૌથી વધુ બેઠકો મેળવી હતી.પાછલા 5 વર્ષમાં કોંગ્રેસે 15 ધારાસભ્યો ગુમાવ્યા છે.ભાજપના ચક્રવ્યૂહ સામે કોંગ્રેસની શરણાગતિ જોવા મળી,હવે આ કથળેલી સ્થિતિ વચ્ચે કોંગ્રેસ કેટલુ કાઠુ કરે છે તે જોવુ રહ્યું.

 

Published On - 11:25 am, Mon, 5 September 22