Gujarat Election 2022: ભાવનગર અને બોટાદમાં પોલીસ કર્મચારીઓેએ કર્યું પોસ્ટલ બેલેટથી મતદાન

|

Nov 24, 2022 | 5:12 PM

ગુજરાતમાં 2022 ની વિધાનસભા ચૂંટણીનું તમામ લોકો માટે મતદાન ભાવનગર જિલ્લામાં છે આવતી 1 ડિસેમ્બરે પરંતુ પોલીસ કર્મીઓને ઇલેક્શન પર ડયુટી ફરજ હોવાને કારણે આજે મતદાન પોલીસ કર્મીઓ માટે યોજાયું હતું..જેમાં ભાવનગરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે આજે મતદાન યોજવામાં આવ્યું હતું.

Gujarat Election 2022: ભાવનગર અને બોટાદમાં પોલીસ કર્મચારીઓેએ કર્યું પોસ્ટલ બેલેટથી મતદાન
Ballot Voting
Image Credit source: File Image

Follow us on

ગુજરાતમાં 2022 ની વિધાનસભા ચૂંટણીનું તમામ લોકો માટે મતદાન ભાવનગર જિલ્લામાં છે આવતી 1 ડિસેમ્બરે પરંતુ પોલીસ કર્મીઓને ઇલેક્શન પર ડયુટી ફરજ હોવાને કારણે આજે મતદાન પોલીસ કર્મીઓ માટે યોજાયું હતું..જેમાં ભાવનગરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે આજે મતદાન યોજવામાં આવ્યું હતું. ભાવનગરનાં ડીએસપી ઓફિસ ખાતે તાલીમ ભવનમાં પોલીસ કર્મચારીઓ માટે યોજાયેલા મતદાનમાં કર્મચારીઓએ મતદાન કર્યું હતું. પોલીસ કર્મચારીઓ મતદાનના દિવસે ફરજમાં રહેતા હોવાથી ચૂંટણી પંચ દ્વારા તેમના માટે અગાઉ મતદાન કરવાના કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે.

આ ઉપરાંત ગુરુવારે ,ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હજારો કર્મચારીઓ ફરજ પર હોય છે, પરંતુ તેઓ તેમનું મતદાન  તો આપને કહી દઇએ કે તેમને બેલેટ પેપરથી અગાઉ જ મતદાન કરવાની પરવાનગી ચૂંટણી પંચે આપી હોય છે. જે અંતર્ગત બોટાદ એસ પી કચેરી ખાતે GRD હોમગાર્ડ તેમજ પોલીસ કર્મચારીઓને મતદાન માટે વ્યવસ્થા કરવામાં આવી. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પહેલા રજીસ્ટ્રેશન બાદ મતદાન કરી શકે તે પ્રમાણેની સંપૂર્ણ વ્યવસ્થા અને આયોજન કરવામાં આવ્યું છે. કુલ 990 મતદારો છે બોટાદમાં જેને લઇ જાહેર કરેલા સમય અનુસાર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું .

ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Next Article