Gujarat Election 2022: પીએમ મોદી આજે અમદાવાદમાં શાહીબાગથી સરસપુર સુધી કરશે વધુ એક રોડ શો, PM મોદી નગરદેવી ભદ્રકાળીના દર્શન કરે તેવી શક્યતા

પીએમ મોદીના કાર્યક્રમની વાત કરીએ તો સૌથી પહેલા ઉત્તર ગુજરામાં પીએમ મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે. બનાસકાંઠાના કાંકરેજમાં 12.15 કલાકે જનસભાને સંબોધન કરશે. ત્યારબાદ પીએમ મોદી પાટણ પહોંચશે અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ધૂંઆધાર પ્રચાર કરશે.  પીએમ મોદી બપોરે 2-45 કલાકે આણંદના સોજીત્રામાં પહોંચશે અને જનસભાને સંબોધન કરશે તો સાંજે 6 વાગે અમદાવાદમાં જાહેરસભાને સંબોધન કરશે તે અગાઉ તેઓ  4 વાગે રોડ શોમાં જોડાશે.

Gujarat Election 2022: પીએમ મોદી આજે અમદાવાદમાં શાહીબાગથી સરસપુર સુધી કરશે વધુ એક રોડ શો,  PM મોદી નગરદેવી ભદ્રકાળીના દર્શન કરે તેવી શક્યતા
PM Modi one more road show in Ahmedabad
| Edited By: | Updated on: Dec 02, 2022 | 1:23 PM

 ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં વધુ એક રોડ શોમાં  ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી  અમદાવાદમાં   શાહીબાગથી સરસપુર સુધીનો રોડ શો આયોજિત કરશે.  પ્રાથમિક માહિતી અનુસાર તેઓ અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા ભદ્રકાળી માતાના મંદિરે પણ  દર્શન કરવા જઈ શકે છે. આજે સાંજે 4 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ રોડ શો આયોજિત શરૂ કરવામાં આવશે. રોડ શો માટે  શાહીબાગથી સરસપુર સુધી બેરિકેડિંગ  કરવામાં આવશે. પ્રધાનમંત્રીના આ  રોડ શોમાં  શાહીબાગ, ઘેવર કોમપ્લેક્ષ , દિલ્હી દરવાજા, દિલ્હી ચકલા , ખમાસા,  આસ્ટોડિયા દરવાજા, રાયપુર દરવાજા, સારંગપુર  સહિતના વિસ્તારને આવરી લેવાશે.  ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરસપુર પહોંચશે. આ દરમિયાન તેઓ અમદાવાદના નગર દેવી ભદ્રકાળી માતાના દર્શને પણ જઈ  શકે છે.

 

આજના પીએમ મોદીના કાર્યક્રમની વાત કરીએ તો સૌથી પહેલા ઉત્તર ગુજરામાં પીએમ મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે. બનાસકાંઠાના કાંકરેજમાં 12.15 કલાકે જનસભાને સંબોધન કરશે. ત્યારબાદ પીએમ મોદી પાટણ પહોંચશે અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ધૂંઆધાર પ્રચાર કરશે.  પીએમ મોદી બપોરે 2-45 કલાકે આણંદના સોજીત્રામાં પહોંચશે અને જનસભાને સંબોધન કરશે તો સાંજે 6 વાગે અમદાવાદમાં જાહેરસભાને સંબોધન કરશે તે અગાઉ તેઓ  4 વાગે રોડ શોમાં જોડાશે.

ગુજરાત ઇલેક્શન 2022:  પ્રધાનમંત્રીએ ટ્વિટર પર શેર કર્યા ગઇ કાલના રોડો શોના સંભારણા

 

ગુજરાત ઇલેક્શન 2022:  ગત રોજ પ્રધાનમંત્રીના રોડ શોમાં ઉમટ્યો હતો માનવ મહેરામણ

ગત સાંજે  પીએમ મોદીએ અમદાવાદ શહેર મેગા રોડ શો યોજયો હતો. અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો ઐતિહાસિક અને અભૂતપૂર્વ વન મેન-શો યોજાયો હતો અને  ભવ્યાતિ ભવ્ય પ્રચાર અને મેરેથોન રોડ-શો થકી અમદાવાદની તમામ બેઠકો અંકે કરવાનો છેલ્લી ઘડીનો માસ્ટર સ્ટ્રોક માર્યો હતો. નરોડાથી ચાંદખેડા સુધી 32 કિમીના જંગી રોડ-શોમાં જનનેતાને પ્રચંડ જનસમર્થન મળ્યું હતું.

Published On - 12:53 pm, Fri, 2 December 22