ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. જો કે આ તમામમાં ભાજપના ચૂંટણી પ્રચારનું નેતૃત્વ વડાપ્રધાન મોદી કરી રહ્યા છે. ગુજરાતમાં ભાજપના પ્રચાર માટે વડાપ્રધાન મોદીએ પુરતો સમય આપવાનો નિર્ણય લીધો છે. ત્યારે વડાપ્રધાન મોદી હાલ ગુજરાતની મુલાકાતે છે. વડાપ્રધાન અમરેલીમાં આજે સભા સંબોધવાના છે. ત્યારે અમરેલીની મુલાકાત લેતા પહેલા વડાપ્રધાને ટ્વીટ કરીને અમરેલી સાથેના તેમના જુના સંસ્મરણો વાગોળ્યા હતા.
PM નરેન્દ્ર મોદી આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે, ત્યારે તેમણે ટ્વીટર પર ભૂતકાળમાં કરેલા વિકાસકાર્યોની યાદો તાજી કરાવતા ફોટો શેયર કર્યા છે. આ ફોટો તેમના ‘મોદી આર્કાઈવ’ નામના ટ્વીટર એકાઉન્ટ પર શેયર કરાયા છે. જેમાં તેમણે વર્ષ 2010ના સોમનાથના ફોટો શેયર કર્યા છે. આ ફોટો એ સમયના છે જ્યારે સોમનાથમાં સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે સંસ્કૃત મહાકુંભનું આયોજન કરાયું હતું. આ પહેલા વર્ષ 2007માં તેમણે સંસ્કૃત યુનિવર્સિટીનું લોકાર્પણ કર્યું હતું. તે ત્યારબાદ વર્ષ 2009માં જ્યારે તેઓ સીએમ હતા, ત્યારે તેમણે અમરેલીમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું અને ખેડૂતો માટે કૃષિ મેળો પણ યોજ્યો હતો. આ પહેલા વર્ષ 2003માં તેમણે અમરેલીમાં કિસાન સંમેલન યોજ્યું હતું. તેના પણ ફોટો ટ્વીટર પર શેયર કરવામાં આવ્યા છે.
PM Modi will be in Amreli Today. Some pages from the archives..
The Kisan Sammelan at Amreli, 2003.
The Kisan Sammelans, which brought various stakeholders together, would go on to be one of the major contributors in making Gujarat an agricultural miracle state. pic.twitter.com/FyB7L0oKOp
— Modi Archive (@modiarchive) November 20, 2022
મહત્વનું છે કે સોમનાથ મંદિરમાં દર્શન અને સભા સંબોધન બાદ PM મોદી અમરેલીના ફોરવડ ગ્રાઉન્ડ ખાતે મહાસભાને સંબોધન કરવાના છે. જેને લઈને તંત્ર સાફળું જાગ્યું છે. વડાપ્રધાનની સભાની કાર્યકર્તાઓ દ્વારા પણ તડામારા તૈયારી કરવામાં આવી છે. PM નરેન્દ્ર મોદી અમરેલી જિલ્લાના 5 બેઠકના ઉમેદવારનો પ્રચાર કરવાના છે. આ સભામાં અંદાજીત 50 હજારની જનમેદની ઉમટશે અને તેમાં મહિલાઓ વધુ પ્રમાણ હશે. વર્ષ 2017માં અમરેલી જિલ્લાના 5 બેઠકો ભાજપે ગુમાવી પડી હતી. જેથી આ વખતની ચૂંટણીમાં ભાજપે સ્ટાર પ્રચારકોની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમરેલીમાં પ્રચાર કરી મતદારોનો મત જીતવા પ્રયાસ કરશે.