Gujarat Election 2022 : જામનગરમાં પીએમ મોદીનો હુંકાર, કહ્યું કાઠિયાવાડને પાણીદાર બનાવવાનું કામ અમે કર્યુ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. જામનગરમાં સભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં અનેક જગ્યાએ જવાનો મોકો મળ્યો .લોકો મને કહેતા કે ગુજરાતની જનતાની ગેરંટી છે પરંતુ તમે શા માટે આટલી મહેનત કરો છો ત્યારે મેં કહ્યુ હતુ હુ મારુ કર્તવ્ય નિભાવુ છુ અને આર્શીવાદ લેવા આવુ છુ

Gujarat Election 2022 : જામનગરમાં પીએમ મોદીનો હુંકાર, કહ્યું કાઠિયાવાડને પાણીદાર બનાવવાનું કામ અમે કર્યુ
PM Modi Jamnagar Meeting
| Edited By: | Updated on: Nov 28, 2022 | 8:53 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. જામનગરમાં સભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં અનેક જગ્યાએ જવાનો મોકો મળ્યો .લોકો મને કહેતા કે ગુજરાતની જનતાની ગેરંટી છે પરંતુ તમે શા માટે આટલી મહેનત કરો છો ત્યારે મેં કહ્યુ હતુ હુ મારુ કર્તવ્ય નિભાવુ છુ અને આર્શીવાદ લેવા આવુ છુ. આ ચૂંટણી ન નરેન્દ્ર કે ન ભૂપેન્દ્ર પરંતુ ગુજરાતની જનતા લડી રહી છે. હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે મે સૌની યોજના જાહેર કરી ત્યારે લોકો મારી મજાક ઉડાવતા હતા. પહેલા પાણી માટે આંખમાં પાણી આવી જતા હતા. આજે આંખ સામે પાણી દેખાય છે. કાઠિયાવાડને પાણીદાર બનાવવાનું કામ અમે કર્યુ છે.

તેમણે જણાવ્યું કે ગુજરાતમાં સમૃદ્ધિ લાવવી હોય તો રોડ-રસ્તા આ બધુ વ્યવસ્થિત રાખવુ પડે. ભાજપે ગુજરાતના શહેરો,સારા હાઇવે જોડવાનું એક અભિયાન ચલાવ્યું છે. જે ક્ષેત્રમાં આવવા જવાની સમસ્યા હોય ત્યાં અલગ-અલગ પથ અપનાવ્યો છે. જામનગર- કાલાવડ રોડમાં ફોર લેનની સ્વીકૃતિ થઇ ચૂકી છે. પીએમ મોદીએ જણાવ્યું કે, ગુજરાતને એટલુ ચેતનવંતુ બનાવીએ કે દુનિયાભરના ટૂરિસ્ટ અહીં આવે. આપણા બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજ ટુરિસ્ટ માટે મોટામાં મોટું આકર્ષણ બનવાની દિશામાં આપણે કદમ માંડ્યું છે. આજે આખી દુનિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા લાઇનમાં લાગી છે. આ ચૂંટણીમાં આપણે ૫ વર્ષનો નહીં 25 વર્ષનો નિર્ણય કરવાનો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, મે એક સ્વપ્ન જોવુ હતુ કે મોરબી, જામનગર અને રાજકોટ આ એવો ત્રિકોણ છે. કે જે જાપાનની બરાબરી કરે એટલી પ્રગતિ કરવાનો છે.હવે ગુજરાત એક મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે. એક સમય હતો જ્યારે ગુજરાતમાં સાયકલ બનતી ન હતી. આજે ગુજરાતમાં હવાઇ જહાજ બનવાનુ છે. જામનગર પીનથી લઇને જહાજ માટે સ્પેરપાર્ટ બનાવે છે. યુવા શક્તિને શિક્ષણ મળે તેના પર અમારુ ફોકસ છે. પહેલી વખત શાળાની અંદર ખેલકૂદને આગળ વધાર્યુ છે.

તેમણે કોંગ્રેસ પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસના સમયમાં 2G ના ગોટાળા થયા .આજે કોંગ્રેસની સરકાર હોત તો 4-5 હજારનું બીલ આવતુ હોત. ગઇકાલે મોબાઇલ ડેટા સસ્તુ કરવાનું કામ આપણે કર્યુ છે. કોરોના કાળમાં રેલવે સ્ટેશનનું વાઇફાઇ મફત કરવાનું વિચાર્યુ. ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કઇ રીતે થાય તે કરી બતાવ્યું. 5Gની પણ તૈયારી ચાલી રહી છે. જિલ્લા મથક સુધી પહોંચી ગયુ છે

જામનગર ટ્રેડિશ્નલ મેડીસીનની દુનિયામાં મોટુ કેન્દ્ર બનવાનું છે. તેનો પાયો અમે નાખી દીધો છે. દુનિયામાં 40 ટકા ડિજિટલ પેમેન્ટ એકલા હિન્દુસ્તાનમાં થાય છે. વોટની રાજનિતી માટે કોંગ્રેસ સેનાના હાથ બાંધી રાખતી આતંક સામે આ રીતે ન લડી શકાય. જેમાં આંતક સામે આંખ સામે આંખ રાખીને લડવુ પડે. હિન્દુસ્તાનમાં અનેક રાજ્ય એવા છે કે એક વખત કોંગ્રેસ ગઇ પછી ફરી પેસવા જ નથી દીધી.

ઈલેક્શનને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 8:46 pm, Mon, 28 November 22