Gujarat Election 2022: બીજા તબક્કામાં 93 બેઠક પર સરેરાશ 64.39 ટકા મતદાન, સૌથી ઓછુ મતદાન અમદાવાદ જિલ્લામાં નોંધાયુ, જાણો કયા જિલ્લામાં કેટલુ મતદાન

|

Dec 06, 2022 | 11:50 AM

Gujarat assembly election 2022: સૌથી ઓછુ મતદાન અમદાવાદમાં 58.32 ટકા નોંધાયુ છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રણેય પાર્ટીએ ઝંઝાવાતી પ્રચાર કરી મતદારોને ખેંચાવાના પ્રયત્નો કર્યા હતા. તેમ છતા 2017ની સરખામણીમાં મતદાન પ્રમાણમાં ઓછુ થયાનું નોંધાયુ છે,

Gujarat Election 2022: બીજા તબક્કામાં 93 બેઠક પર સરેરાશ 64.39 ટકા મતદાન, સૌથી ઓછુ મતદાન અમદાવાદ જિલ્લામાં નોંધાયુ, જાણો કયા જિલ્લામાં કેટલુ મતદાન
Gujarat Election 2 Phase Voting

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : સમગ્ર દેશ અને દુનિયાની નજર જેના પર હતી તે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. મતદાન બાદ હવે ગુજરાતની જનતાની નજર 8 ડિસેમ્બરે આવનારા પરિણામ પર છે. પ્રથમ તબક્કામાં 63.14 ટકા મતદાન થયું હતું અને બીજા તબક્કામાં 93 બેઠક પર 64.39 ટકાથી વધુ મતદાન થયું છે. ગત ચૂંટણી કરતા આ ચૂંટણીમાં નિરસ મતદાન જોવા મળ્યું છે. ત્યારે 2022માં પુનરાવર્તન થશે કે પરિવર્તન તેના પર સૌની નજર રહેશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કાના મતદાનની ટકાવારીની વાત કરીએ તો સૌથી વધુ બનાસકાંઠામાં  71.40 ટકા મતદાન નોંધાયુ છે. તો સૌથી ઓછુ મતદાન અમદાવાદમાં 58.32 ટકા નોંધાયુ છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રણેય પાર્ટીએ ઝંઝાવાતી પ્રચાર કરી મતદારોને ખેંચાવાના પ્રયત્નો કર્યા હતા. તેમ છતા 2017ની સરખામણીમાં મતદાન પ્રમાણમાં ઓછુ થયાનું નોંધાયુ છે, જો કે આ ટકાવારીમાં હજુ પણ થોડા ફેરફાર સામે આવી શકે છે. ગુજરાત ચૂંટણી પંચ દ્વારા તેના સત્તાવાર આંકડાની જાહેરાત ટુંક સમયમાં કરવામાં આવી શકે છે.

બીજા તબક્કામાં જિલ્લા પ્રમાણે મતદાનની ટકાવારી

અમદાવાદ- 58.32 %

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આણંદ- 67.80 %

અરવલ્લી- 67.50 %

બનાસકાંઠા- 71.40 %

છોટા ઉદેપુર- 64.67 %

દાહોદ-  58.41 %

ગાંધીનગર- 65.66 %

ખેડા- 67.96 %

મહેસાણા- 66.40 %

મહીસાગર- 60.98 %

પંચમહાલ- 67.86 %

પાટણ- 65.34 %

સાબરકાંઠા- 70.95 %

વડોદરા- 63.81 %

અગાઉની ચૂંટણીમાં કેટલુ હતુ મતદાન ?

ગુજરાતમાં અગાઉની ચૂંટણીમાં થયેલા મતદાનની વાત કરીએ તો 2007માં 59.77 ટકા જ મતદાન નોંધાયુ હતુ. જે પછી 2012 અને 2017ની ચૂંટણીમાં  ક્રમશ: 72.02 અને 69.01 ટકા મતદાન થયુ હતુ. એટલે કે 2012 અને 2017માં 70 ટકાની આસપાસ મતદાન થયેલુ છે, જો કે 2007 પછી આ ચૂંટણીમાં ફરી વાર મતદાન ઓછુ નોંધાયુ છે.

વર્ષ 2017નું મતદાન

વર્ષ 2017ની વાત કરીએ તો ત્યારે ચૂંટણીનું પરિણામ 18 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યુ હતુ. જેમાં ભારતીય જનતા પાર્ટીને 99 બેઠક સાથે બહુમતી મળી હતી. તો કોંગ્રેસને ફાળે 77 બેઠક ગઇ હતી. વર્ષ 2017માં NCPના ફાળે એક અને બીટીપીના ફાળે બે બેઠક ગઇ હતી. તો અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી. 2017માં કોંગ્રેસને 2012ની સરખામણીમાં વધુ બેઠક મળી હતી. જેથી આ વખતના પરિણામમાં પણ શું રહેશે તેના પર સૌની નજર છે.

Published On - 6:47 am, Tue, 6 December 22

Next Article