Gujarat Election 2022: સુરતના ચોર્યાસીમાં નવા ઉમેદવાર સંદીપ દેસાઈનો વિરોધ

|

Nov 12, 2022 | 10:41 PM

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સુરત જિલ્લાની 16 બેઠકોમાંથી 15 બેઠકો માટે ભાજપે તેના ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં ચોર્યાસી બેઠક પર ઝંખના પટેલના બદલે સંદીપ દેસાઈનું નામ જાહેર કરાતા ઝંખના પટેલના સમર્થકોએ વિરોધ દર્શાવ્યો છે. ભાજપે ચોર્યાસી બેઠક પર ઝંખનાનુ નામ કાપી નવા ચહેરા તરીકે સંદીપ દેસાઈને મેદાને ઉતારતા જ ઝંખના પટેલના સમર્થરો રોષે ભરાયા છે.

Gujarat Election 2022: સુરતના ચોર્યાસીમાં નવા ઉમેદવાર સંદીપ દેસાઈનો વિરોધ
સંદીપ દેસાઈનો વિરોધ

Follow us on

ગુજરાત વિધાનસભાના ઈલેક્શનને લઈ સુરત જિલ્લાની 16 બેઠકોમાંથી 15 બેઠકો માટે ભાજપે તેના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા હતા. માત્ર એક ચોર્યાસી બેઠક માટે ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી રાખ્યું હતું. આખરે ભાજપે અહીં ઝંખના પટેલના બદલે નવા ચહેરા તરીકે સંદીપ દેસાઈને મેદાને ઉતાર્યા છે. સંદીપ દેસાઈનું નામ જાહેર થતા જ ઝંખના પટેલના સમર્થકો દ્વારા અને ભાજપના જ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ઝંખના પટેલની ની ઓફિસની બહાર જ ભાજપ વિરોધી સૂત્રોચાર અને ઝંખના પટેલના સમર્થનમાં સૂત્રોચાર કરી ભાજપની ટિકિટ ફાળવણી સામે રોષ વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં સમર્થરો સુરત ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા અને પ્રમુખની ઓફિસની અંદર કરી વિરોધ દર્શાવ્યો હતો અને સંચિત દેસાઈ વિરુદ્ધ સૂત્રોચાર બોલાવ્યા હતા અને ઝંખના પટેલને ફરીથી ટિકિટ આપવા માટે રજૂઆત કરી હતી.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: ઝંખના પટેલને રિપીટ ન કરાતા કાર્યકર્તાઓમાં રોષ

સુરત જિલ્લાની 16 બેઠકમાંથી ભાજપે 15 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા બાદ માત્ર ચોર્યાસી બેઠકના ઉમેદવારનું જ નામ જાહેર ન કરતા રાજકીય વર્તુળોમાં આ બેઠક ભારે ચર્ચાનો વિષય બની હતી. ફોર્મ ભરવાનો માત્ર એક જ દિવસ બાકી હોવા છતાં પાર્ટી દ્વારા નામ જાહેર ન કરાતા આ સીટ ઉપર શું રંધાઈ રહ્યું છે તેની પર સૌ કોઈને નજર બની રહી હતી. જોકે ભાજપ દ્વારા આ બેઠક પર રનીંગ ધારાસભ્ય ઝંખના પટેલનું નામ કાપીને નવા ચહેરા તરીકે સંદીપ દેસાઈનું નામ જાહેર કર્યું છે.

એવું માનવામાં આવી રહ્યું હતું કે ભાજપ અહીંથી ઝંખના પટેલની ટિકિટ કાપીને આ વખતે કોઈ અન્ય ચહેરાને મેદાને ઉતારી શકે છે અથવા અન્ય કોઈ કોળી પટેલ ચહેરાને મેદાને ઉતારી શકે છે. પરંતુ જાતિગત સમીકરણ પ્રમાણે કોઈ જ રીતે સેટ ન થતા નવા ચહેરા સંદીપ દેસાઈને મેદાને ઉતારતા સ્થાનિક કાર્યકરો અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે સંદીપ દેસાઈને અમે કોઈ ઓળખતા નથી તો આ વ્યક્તિની ટિકિટ કેમ આપવામાં આવી તેને લઈને પણ વિરોધ જોવા મળી રહ્યો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: ઝંખના પટેલના સમર્થકોએ ભાજપ કાર્યાલય બહાર વિરોધ કર્યો

ભાજપ દ્વારા આજે ત્રીજી યાદી જાહેર કરતા સુરત જિલ્લાની બાકી રહેલી સીટનું નામ પણ જાહેર કર્યુ છે. ઝંખના પટેલનું નામ કપાઈ જતા અને આયાતી ઉમેદવારનું નામ જાહેર કરાતા મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો અને ઝંખના સમર્થકો દ્વારા ઝંખના પટેલની ઓફિસ બહાર અને સુરત ભાજપ કાર્યાલયે પણ વિરોધ કર્યો હતો. સમર્થકોએ સંદીપ દેસાઈ વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા. ઝંખના પટેલના સમર્થનમાં સૂત્રોચાર કર્યા હતા અને સ્થાનિક કોળી પટેલ સમાજના આગેવાનને ટિકિટ આપવાની માંગ કરી હતી.

સંદીપ દેસાઈનું નામ જાહેર કરતા કોળી સમાજના મતદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેને લઈ ભાજપના જ કાર્યકરો અને કોળી પટેલ સમાજના ઝંખના પટેલના સમર્થકોએ વિરોધનો સુર વ્યક્ત કર્યો હતો. તમામ કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે સ્થાનિક કોળી પટેલ આગેવાનને જો ટિકિટ નહીં તો કોઈને મત મળશે નહીં. ભાજપ પોતાનો ઉમેદવાર બદલશે નહીં તો આ વખતે મોટી સંખ્યામાં નોટામાં મતદાન કરી ભાજપનો વિરોધ કરવામાં આવશે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: સી.આર.પાટીલના નજીકના ગણાય છે સંદીપ દેસાઈ

સંદીપ દેસાઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ખૂબ જ અંગત ગણાય છે. તેમને સુરત જિલ્લા ભાજપના પ્રમુખ બનાવ્યા બાદ અનેક વખત પાર્ટી સમક્ષ વિધાનસભા ઈલેક્શન લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ જાતિગત સમીકરણ પ્રમાણે તે કોઈપણ સીટ ઉપર ફીટ બેસી શકે તેમ ન હતા. સુરત જિલ્લાની 16 બેઠકોમાંથી 10 બેઠકો મૂળ સુરતની છે. બાકીની છ જિલ્લાની બેઠકોમાંથી ચાર બેઠકો અનામત કેટેગરીમાં આવતી બેઠકો છે. જ્યારે ઓલપાડ અને ચોર્યાસી બે જ બેઠક બાકી રહી હતી. હવે ઓલપાડમાંથી સ્થાનિક નેતા તરીકે મુકેશ પટેલ પર ભાજપે પસંદગી ઉતારી હતી. આથી બાકી રહેલી ચોર્યાસી બેઠક પર સંદીપ દેસાઈએ લડવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. તેમ મનાઈ રહ્યુ છે.

Published On - 10:40 pm, Sat, 12 November 22

Next Article