Gujarat Election 2022: રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાનો કોંગ્રેસ નેતાઓએ જ કર્યો વિરોધ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાતમાં જાણે પ્રચાર યુદ્ધ ચાલી રહ્યું હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ઉમેદવારો પણ સતત પોતાનો પ્રચાર કરી રહ્યા છે. જેમાં ઉપલેટામાં કોંગ્રેસના પૂર્વ આગેવાનો તેમજ પૂર્વ હોદ્દેદારો દ્વારા ધોરાજી ઉપલેટા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લલિત વસોયાનો વિરોધ કર્યો હતો.

Gujarat Election 2022: રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાનો કોંગ્રેસ નેતાઓએ જ કર્યો વિરોધ
Rajkot Lalit Vasoya
| Edited By: | Updated on: Nov 23, 2022 | 3:59 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાતમાં જાણે પ્રચાર યુદ્ધ ચાલી રહ્યું હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ઉમેદવારો પણ સતત પોતાનો પ્રચાર કરી રહ્યા છે. જેમાં ઉપલેટામાં કોંગ્રેસના પૂર્વ આગેવાનો તેમજ પૂર્વ હોદ્દેદારો દ્વારા ધોરાજી ઉપલેટા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લલિત વસોયાનો વિરોધ કર્યો હતો. જેમાં મળતી માહિતી મુજબ લલિત વસોયાના થઈ રહેલા વિરોધને લઈને કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારો અને આગેવાનો દ્વારા એક મીટીંગ યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન કરેલી કામગીરીનો વિરોધ અને લોકો માટે ફાળવેલી ગ્રાન્ટો બાબતે ચર્ચા કરી અને લલિત વસોયાને સમર્થન ન કરી અને આમ આદમી પાર્ટીના ધોરાજી ઉપલેટા વિધાનસભાના ઉમેદવાર તેમજ આમ આદમી પાર્ટીને સમર્થન કરી વિપુલ સખિયા જીત મળશે તેવી પણ વાત કરી હતી.

આમ આદમી પાર્ટીના ઉમેદવારને સમર્થન કરશે તેવી વાત

આ સમગ્ર વિરોધની વિગત મુજબ લલિત વસોયાએ ભૂતકાળમાં જે વાયદાઓ કર્યા હતા. તેમાં અસંતોષ થયા હોવાની બાબત સામે આવી હતી . ધારાસભ્યએ પોતાને મળતા પગાર માંથી લોકહિતના કાર્યો તેમજ ફ્રી નિદાન કેમ્પો કરી લાખો રૂપિયા વાપર્યા હોવાનું ચર્ચાતા કોંગ્રેસના કાર્યકરોએ આ વાતને લઈને પણ લલિતભાઈ ઉપર અન્ય સંસ્થાઓના પૈસા વાપર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.જેને લઈ કોંગ્રેસના આગેવાનોની યોજાયેલ બેઠકમાં લલિત વસોયા ને સમર્થન ન કરવા અંગેની ચર્ચા કરી આમ આદમી પાર્ટીના ઉમેદવારને સમર્થન કરશે તેવી વાત કોંગ્રેસના પૂર્વ જિલ્લા મંત્રી તોફિક બક્કાલીએ કહી હતી.

( ઇન પુટ ક્રેડિટ – હુસેન કુરેશી, ઉપલેટા )

Published On - 3:47 pm, Wed, 23 November 22