VIDEO : ગોપાલ ઇટાલિયાનો વધુ એક વિવાદીત વીડિયો વાયરલ, હવે મહિલાઓને આપેલી આ સલાહથી છંછેડાયો વિવાદ

|

Oct 12, 2022 | 12:17 PM

વીડિયો વાયરલ થતા આપ પ્રવક્તા યોગેશ જાદવાણીએ ભાજપ સરકાર (BJP) પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, ભાજપ પાસે કામનો હિસાબ ન હોવાથી, સામાન્ય ઘરમાંથી આવતા ગોપાલનો વીડિયો વાયરલ કરીને વોટ લેવા પ્રયાસ કરી રહી છે.

VIDEO : ગોપાલ ઇટાલિયાનો વધુ એક વિવાદીત વીડિયો વાયરલ, હવે મહિલાઓને આપેલી આ સલાહથી છંછેડાયો વિવાદ
One more controversial video goes viral of Gopal Italia

Follow us on

હજુ તો માંડ એક વિવાદ શમ્યો નથી ત્યાં વધુ એક વાયરલ વીડિયોએ (Viral video) વિવાદ સર્જયો છે. આમ આદમી પાર્ટીના નેતા (AAPગોપાલ ઇટાલિયાનો (Gopal Italia)  વધુ એક વિવાદીત વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media)  વાયરલ થયો છે. 2018ના વાયરલ વીડિયોમાં ઇટાલિયા મહિલાઓને સલાહ આપતા સાંભળવા મળી રહ્યા છે. વીડિયોમાં ઇટાલિયા જણાવી રહ્યા છે કે જો મહિલાઓએ સમાન અધિકાર જોઇતો હોય તો, મંદિરો કે કથાવચનોમાં નાચવાને બદલે પુસ્તકો વાંચવા જોઇએ. સાંભળો શું વાયરલ વીડિયોમાં શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા…

મહત્વપૂર્ણ છે કે 2 દિવસ અગાઉ ઇટાલિયાનો આવો જ એક જૂનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ઇટાલિયા પીએમ મોદી (PM Modi) વિશે આપત્તિજનક અને નિમ્નકક્ષાની ટિપ્પણી કરતા સાંભળવા મળ્યા હતા.  વીડિયો વાયરલ થતા આપ પ્રવક્તા યોગેશ જાદવાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે,ગુજરાતની (Gujarat) જનતા ભાજપ પાસે 27 વર્ષનો હિસાબ માગી રહ્યા છે અને ભાજપના લોકો કહી રહ્યા છે ગોપાલનો વીડિયો જોવો. ભાજપ પાસે કામનો હિસાબ ન હોવાથી, સામાન્ય ઘરમાંથી ગોપાલનો આ વીડિયો વાયરલ કરીને વોટ લેવા પ્રયાસ કરી રહી છે. તો વધુમાં તેમણે કહ્યું કે, જનતાને મુદ્દા પરથી ભટકાવવા માટે ભાજપ આ પ્રકરાનો કારસો ઘડી રહ્યું છે.

LGBTQ+ સમુદાયને ભારતમાં મળે છે આ મોટા ફાયદા
બોલ્ડ ફોટોશૂટને લઈ આ અભિનેત્રી પર લાગ્યો હતો 15,000 નો દંડ, હવે બની સંન્યાસી
ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો
Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video

આ બધા AAP ના સંસ્કાર : ભાજપ નેતા ભરત ડાંગર

તો આ વાયરલ વિડીયો મુદે ભાજપ નેતા ભરત ડાંગરે (Bharat Dangar) કહ્યું કે, આ એમના સંસ્કાર છે.આ સમજવા જેવુ છે એક વ્યક્તિને શા માટે આમ આદમી પાર્ટી બચાવ કરી રહી છે, કારણ કે આમ આદમી પાર્ટીના સંસ્કાર અને વિચારધારા જ આ છે. કોને ખુશ કરવા આવા વીડિયો બનાવાય છે ?

Published On - 12:17 pm, Wed, 12 October 22

Next Article