Gujarat Election 2022 : બનાસકાંઠાની આ વિધાનસભા બેઠક પર મોદી લહેરમાં પણ કોંગ્રેસનો દબદબો રહ્યો, જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ

|

Oct 06, 2022 | 1:13 PM

આ વિધાનસભા બેઠક પર છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના કાંતિ ખરાડીએ જીત મેળવી છે.ત્યારે જીતથી દૂર ભાજપ 2022માં પરિવર્તન માટે આ બેઠક માટે કમર કસી રહી છે.

Gujarat Election 2022 : બનાસકાંઠાની આ વિધાનસભા બેઠક પર મોદી લહેરમાં પણ કોંગ્રેસનો દબદબો રહ્યો, જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ
Danta Assembly seat

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Election) ના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે સત્તાના શિખર સર કરવા ક્યારેય મત વિસ્તારમાં   ન જોવા મળતા નેતાઓ હવે પગપાળા પ્રચાર કરી રહ્યા છે. જો કે મતદારો EVM પર કઈ પાર્ટીનું બટન દબાવે છે, તે તો પરિણામ જ બતાવશે. ત્યારે TV9ની ચૂંટણીલક્ષી વિશેષ રજૂઆતમાં અમે  બનાસકાંઠાની દાંતા વિધાનસભા બેઠકના (Danta Assembly Seat) મતદારોનો (Voters) મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો.

એક એવી વિધાનસભા બેઠકની કે જે આદિવાસી વિસ્તારમાં (Triabal Area) આવેલી છે. દાંતાનો પૂર્વ ઇતિહાસ જોઈએ તો દાંતાથી પશ્વિમ તરફ જતાં આશરે બે માઇલ દુર દાંતોરીયા વીરનું સ્થાન આવેલું છે. આ વીરના નામ પરથી જ આ ગામનું નામ દાંતા પડયુ. ઈસ 1544  માં સદરહું ગામ રાજધાની બનતાં દાંતા રાજય તરીકે ઓળખાવા લાગ્યું. જે રાજાશાહી સમયમાં દાંતા સ્ટેટ તરીકે ઓળખાતું હતું.

છેલ્લી બે ટર્મથી આ બેઠક પર કોંગ્રેસનો દબદબો

આ વિધાનસભા  બેઠક પર છેલ્લી બે ટર્મથી કોંગ્રેસનું (Congress) દબદબો છે. છેલ્લી બે ટર્મથી કોંગ્રેસના કાંતિ ખરાડી આ બેઠક પરથી ચૂંટાય છે. પાછલી 2 ટર્મથી જીતથી દૂર ભાજપ 2022માં પરિવર્તન માટે મહેનત કરી રહી છે. તો કોંગ્રેસ પણ જીતની પરંપરા જાળવી રાખવા કટિબદ્ધ છે, ત્યારે મતદારોનો કેવો છે મિજાજ અને 2022માં કેવા છે સત્તાના સમીકરણો આવો જાણીએ.

ઐશ્વર્યા રાયથી લઈને દીપિકા સુધીના આ બોલિવૂડ સ્ટાર્સે ટીવી એડથી શરૂઆત કરી હતી પોતાની કારકિર્દીની
આજનું રાશિફળ તારીખ 29-09-2024
સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?

જો દાંતા વિધાનસભા બેઠકના મતદારોની વાત કરીએ તો  કુલ મતદારો 2 લાખ 10 હજાર છે, જેમાં પુરૂષ મતદારો 1 લાખ 4 હજાર 418 અને સ્ત્રી મતદારો 98 હજાર છે. જો આ બેઠકના રાજકીય ઈતિહાસની વાત કરીએ તો અહીં 2017માં કોંગ્રેસના કાંતિ ખરાડીને 86,129 મત મળ્યા તો ભાજપના માલજી કોડરવીને 61,477 મત મળ્યા હતા. જેથી કોંગ્રેસના (Gujarat Congress) કાંતિ ખરાડીની 24,652 મતે જીત થઇ.2012ની ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસના કાંતિ ખરાડીને 73,751 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ગમા ખરાડીને 46,761 મત મળ્યા હતા. તો કોંગ્રેસના કાંતિ ખરાડી 26,990 મતે જીત્યા હતા.

દાંતા વિધાનસભા બેઠકનો રાજકીય ઈતિહાસ

જો અહીંના રાજકીય ઈતિહાસની વાત કરીએ તો 1967 થી 2017 સુધી આ બેઠક પર 13 વખત ચૂંટણી યોજાઇ છે.જેમાં ભાજપનો (BJP Party) 2 વખત અને કોંગ્રેસ 8 વાર વિજય થયો છે. છેલ્લી 2 ટર્મથી કોંગ્રેસના પંજાનો અહીં દબદબો છે. એટલું જ નહીં મોદી લહેરમાં પણ કોંગ્રેસનો ગઢ અભેદ રહ્યો હતો. એક ટર્મને બાદ કરતા આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે.

Published On - 1:10 pm, Thu, 6 October 22

Next Article