Gujarat Election 2022: ગુજરાતની ચૂંટણીમાં દારૂ અને રોકડાંની રેલમછેલ વધી, રાજકોટમાં ઝડપાયો 449 પેટી વિદેશી દારૂ પકડાય તો સુરતમાં ઝડપાઈ લાખોની કેશ

|

Nov 23, 2022 | 10:07 AM

રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ  નાણાકીય હેરફેર અને દારૂની  હેરફેરમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં જાણે નણા અને દારૂના જોરે ચૂંટણીમાં મેદાન મારવાનું હોય તેવું લાગી રહ્યું છે. જોકે ચૂંટણીના આદર્શ આચાર સંહિતાના કડક અમલને પગલે પોલીસ તેમજ ચૂંટણી નિરિક્ષકો આ પ્રકારની ગતિવિધીઓ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે.

Gujarat Election 2022: ગુજરાતની ચૂંટણીમાં દારૂ અને રોકડાંની રેલમછેલ વધી, રાજકોટમાં ઝડપાયો 449 પેટી વિદેશી દારૂ પકડાય તો સુરતમાં ઝડપાઈ લાખોની કેશ
ચૂંટણી દરમિયાન ગુજરાતમાં ઝડપાઈ રહ્યો છે દારૂ અને બિનહિસાબી નાણાં

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: ગુજરાતની ચૂંટણીમાં મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ બિન હિસાબી નાણા અને દારૂનો જથ્થો મોટી સંખ્યામાં ઝડપાઈ રહ્યો છે. સુરતમાં લાખોની કેશ ઝડપાઈ હોવાના અહેવાલ બાદ રાજકોટમાં એરપોર્ટ પોલીસે મોટી કાર્યવાહી કરતા ગુંદાળા પાટીયા નજીકથી 449 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 5,388 બોટલ વિદેશી દારૂનો જથ્થો પકડ્યો હતો અને  કુલ 31 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી તેમજ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ  નાણાકીય હેરફેર અને દારૂની  હેરફેરમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ  નાણાકીય હેરફેર અને દારૂની  હેરફેરમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં જાણે નણા અને દારૂના જોરે ચૂંટણીમાં મેદાન મારવાનું હોય તેવું લાગી રહ્યું છે. જોકે ચૂંટણીના આદર્શ આચાર સંહિતાના કડક અમલને પગલે પોલીસ તેમજ ચૂંટણી નિરિક્ષકો આ પ્રકારની ગતિવિધીઓ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે.

ગુજરાત ચૂંટણી 2022:  સુરતમાં પણ ઝડપાયો નાણાનો જથ્થો

ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે
TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના વિવાદ પર અસિત મોદીની પ્રતિક્રિયા
મકરસંક્રાંતિ બાળકોનો સૌથી પ્રિય તહેવાર છે, જુઓ ફોટો

સુરતમાં કારમાંથી લાખો રૂપિયા મળી આવતા પોલીસ દોડતી થઈ છે. માહિતી મુજબ સુરતના મહિધરપુરામાં એક કારમાંથી 75 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. મુંબઈ પાસિંગની કારમાં રૂપિયા લઈને આવેલા બે વ્યક્તિની હાલ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. બંને વ્યક્તિમાં એક રાજસ્થાન અને એક વ્યક્તિ રાંદેરનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં આ રોકડ રકમ રાજકીય પાર્ટી માટે હોવાનું અનુમાન છે.

આપને જણાવી દઈએ કે, જપ્ત કરાયેલી કારમાંથી મોટા પ્રમાણમાં કોંગ્રેસની પત્રિકાઓ મળી આવી છે. જેથી શંકાની સોય હાલ કોંગ્રેસ તરફ છે. હાલ તો પોલીસે ક્યાંથી રૂપિયા મંગાવવામાં આવ્યા, કોના દ્વારા મંગાવવામાં આવ્યા. તેનો તાગ મેળવવા સુરત જિલ્લા કલેક્ટરની ટીમ પણ જોતરાઈ છે.

ગુજરાત ઇલેક્શન2022: ગુજરાત ચૂંટણી 2022:  ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Published On - 9:57 am, Wed, 23 November 22

Next Article