Gujarat Election 2022: અમદાવાદ,વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વિવિધ ઉમેદવારોનો છેલ્લી ઘડીનો પ્રચાર, બાઇક રેલી અને રોડ શોથી રસ્તા ધમધમ્યા !

આજે પ્રચારનો અંતિમ દિવસ હોવાથી બાબુ જમનાદાસ પટેલે પોતાના મત વિસ્તારમાં 11 કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો અને મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના રોડ શોમાં 2 હજાર જેટલા લોકો જોડાયા હતા બાબુ જમનાદાસ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રિપાંખીયા જંગ જેવું કંઈ જ નથી જ્યાં જુઓ ત્યાં બધે કમળ જ દેખાય છે.

Gujarat Election 2022: અમદાવાદ,વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વિવિધ ઉમેદવારોનો છેલ્લી ઘડીનો પ્રચાર, બાઇક રેલી અને રોડ શોથી રસ્તા ધમધમ્યા !
ભાજપ અને કોંગ્રેસનો ઝંઝાવાતી પ્રચાર
| Edited By: | Updated on: Dec 03, 2022 | 12:56 PM

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: આવતીકાલે રાજ્યમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન થશે. તે પહેલા ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં ભાજપના ઉમેદવારોએ તેમજ નેતાઓએ  બાઇક રેલી અને રોડ શો આયોજિત કરીને  છેલ્લા કલાકોમાં પોતના પક્ષનો પ્રચાર કર્યો હતો. બીજા અને અંતિમ ચરણ માટે હાલ તમામ પાર્ટીઓ તાકાત લગાવી રહી છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે તમામ પાર્ટીઓ પ્રચારમાં તાકાત લગાવી રહી છે. આજે અમદાવાદમાં મુખ્યપ્રધાન  ભૂપેન્દ્ર પટેલે  રોડ શો આયોજિત કર્યો હતો. તો દસ્ક્રોઇમાં ભાજપના  બાબુ જમના પટેલે બાઇક રેલી આયોજિત કરીને 11 કિલોમીટરનો રોડ શો કર્યો હતો. જ્યારે વડોદરાના માંજલપુરામાં મેનકા ગાંધીએ રોડ શો કરીને યોગેશ પટેલ માટે પ્રચાર કર્યો હતો.  તો કેન્દ્રીય મંત્રી  સ્મૃતિ ઇરાનીએ પણ રોડ શોમાં ભાગ લીધો હતો અને તેઓ  ટ્રેક્ટરમાં બેસીને પ્રચારમાં જોડાયા હતા. આજે સાંજે પ્રચાર પડઘમ બંધ થાય તે પહેલા તમામ પક્ષો મતદારોને આકર્ષવાનો  ધરખમ પ્રચાર કરી રહ્યા છે.

ગુજરાત  ઇલેક્શન 2022:  ભાજપના કેન્દ્રીય નેતાઓ જોડાયા પ્રચારમાં

અમદાવાદના દસ્ક્રોઈ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બાબુ જમનાદાસ પટેલે વિશાળ રોડ શો આયોજિત કર્યો હતો. આજે પ્રચારનો અંતિમ દિવસ હોવાથી બાબુ જમનાદાસ પટેલે પોતાના મત વિસ્તારમાં 11 કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો અને મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના રોડ શોમાં 2 હજાર જેટલા લોકો જોડાયા હતા બાબુ જમનાદાસ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રિપાંખીયા જંગ જેવું કંઈ જ નથી જ્યાં જુઓ ત્યાં બધે કમળ જ દેખાય છે

તો બીજી તરફ  અરવલ્લીના મોડાસામાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. તેઓ ટ્રેક્ટરમાં બેસીને રોડ શોમાં જોડાયા હતા. આ રોડ શોમાં મોડી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને લોકો જોડાયા હતા. રોડ શો દરમિયાન સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે ખેડૂતો અને યુવાનોનો ભાજપ પર ભરોસો છે.

તો વડોદરાના રાવપુરામાં પણ રાવપુરાના ઉમેદવાર  બાલકૃષ્ણ શુક્લએ બાઈક રેલી થકી પ્રચાર કર્યો હતો. જ્યારે વડોદરાના માંજલપુરમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીએ ભવ્ય રોડ-શો યોજ્યો હતો. મેનકા ગાંધીએ માંજલપુરમાં યોગેશ પટેલ માટે પ્રચાર કર્યો હતો. આ રોડ-શોમાં ભાજપ સમર્થકો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે  સંજય ગાંધી અને યોગેશ પટેલના પારિવારીક સંબંધો રહ્યાં છે. પ્રચાર દરમિયાન યોગેશ પટેલે કહ્યું હતું કે હું સાત ટર્મથી ધારાસભ્ય રહ્યો છું અને દરેક વખતે મારા પ્રચાર માટે ગાંધી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યાં છે.

 

Published On - 12:55 pm, Sat, 3 December 22