Gujarat Election 2022: જયેશ રાદડિયાએ AAPને આડે હાથ લેતા કહ્યું ગેરંટી આપનારા નેતાની ગેરંટી કોણ આપશે?

|

Sep 22, 2022 | 9:44 AM

એક કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે કે કેટલાક લોકો ચોપાનિયા લઇને ગ્રામ્ય વિસ્તારોમાં  મત માંગવા નીકળી પડી છે. સાથે જ તેમણે કહ્યું હતું કે ખોટા વાયદા આપનારા લોકોને સાથ આપતા પહેલા ચેતી જજો. અમે ગેંરટીવાળા નેતા છીએ.

Gujarat Election 2022: જયેશ રાદડિયાએ AAPને આડે હાથ લેતા કહ્યું ગેરંટી આપનારા નેતાની ગેરંટી કોણ આપશે?
જયેશ રાદડિયાએ આમ આદમી પાર્ટી ઉપર કર્યા પ્રહાર

Follow us on

ગુજરાતમાં  ચૂંટણી  (Gujarat Election 2022) નજીક આવતા જ આરોપ પ્રત્યારોપની રાજનિતી જોવા મળી છે. દરેક પક્ષ એકબીજા પર આક્ષેપ લેવાની તક ચૂકતો નથી ત્યારે આમ આદમી પાર્ટીની  (AAP) વિવિધ ગેરંટીઓ અંગે  ભાજપના  (BJP) જયેશ રાદડિયાએ (Jayesh radadiya)  વીરપુર ખાતે ખેડૂતોના એક કાર્યક્રમમાં કેજરીવાલ પર નિશાન તાકતા જણાવ્યું હતું કે જે લોકો ગેંરટી આપે છે તે નેતાની ગેરંટી કોણ આપશે.  તેમણે  ઉમેર્યું  હતું કે અમે તો ગેરંટીવાળા નેતા છીએ.  જે બોલીએ છીએ તે કરીએ છીએ.  તેમણે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે કેટલાક લોકો ચોપાનિયા લઇને ગ્રામ્ય વિસ્તારોમાં  મત માંગવા નીકળી પડયા છે. સાથે જ તેમણે કહ્યું હતું કે ખોટા વાયદા આપનારા લોકોને સાથ આપતા પહેલા ચેતી જજો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) લઇને આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) પણ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwale) ગુજરાતના પ્રજાજનોને ચૂંટણીલક્ષી પ્રથમ ગેરંટી આપી છે. અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે જો ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સત્તા પર આવશે તો 300 યુનિટ વીજળી ગુજરાતની પ્રજાને ફ્રી આપવામાં આવશે. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે, જો અમારી સરકાર આવશે તો ત્રણ મહિનામાં જ આ યોજના લાગુ કરી દેવામાં આવશે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

અરવિંદ કેજરીવાલે ગુજરાતની પ્રજાને ગેરંટી આપી છે કે જો ગુજરાતમાં તેમની સરકાર બનશે તો ગુજરાતમાં 300 યુનિટ વીજળી ફ્રીમાં આપીશુ. સરકાર બન્યાના ત્રણ મહિનામાં જ ગુજરાતની પ્રજાને આ લાભ આપવાની જાણકારી પણ અરવિંદ કેજરીવાલે આપી. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે ગુજરાતમાં પણ 24 કલાક ફ્રીમાં વીજળી અપાશે.તેમણે કહ્યુ કે, 31 ડિસેમ્બર પહેલાના તમામ જુના બિલ માફ કરવામાં આવશે. લોકોને ખોટા બિલો ન આવે તેવી પણ વ્યવસ્થા કરીશુ.  આ પ્રકારના વચનો આપતા ભાજપના નેતાઓએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા.

કોંગ્રેેસે પણ કરી છે વચનોની લ્હાણી

તો બીજી તરફ  કોંગ્રેસે પણ માછીમારોને ધ્યાનમાં  રાખતા વચનોની  લ્હાણી કરી હતી અને કહ્યું હતુું કે  જો કોંગ્રેસની સરકાર બનશે તો પાકિસ્તાનની જેલમાં બંધ માછીમાર પરિવારોને 3 લાખ રૂપિયા અને જેટલા દિવસ જેલમાં રહે એટલે દિવસના રોજના 400 રૂપિયા સહાય અને બોટ માલિકોને વાર્ષિક 36 હજાર લિટર સેલ્સ ટેક્સ મુક્ત ડીઝલ  આપશે.

Next Article