Gujarat Election 2022: અંદર કી બાત: રિવાબાને જામનગરમા વિધાનસભાની ટિકિટ આપી પૂનમ માડમે એક તીરે બે નિશાન તાક્યા !

|

Nov 14, 2022 | 3:51 PM

રિવાબા જાડેજા ભાજપમાં જોડાયા બાદ તેઓએ સામાજિક પ્રવૃત્તિ સાથે પોતાનો લોક સંપર્ક શરૂ કર્યો હતો. રિવાબા જામનગર, કાલાવડ, લાલપુર, ધ્રોલ સહિતના તાલુકાઓમાં ગ્રામ્ય સ્તરે લોકોનો સંપર્ક કરી સેવાકીય પ્રવૃતિ કરતા હતા.

Gujarat Election 2022: અંદર કી બાત: રિવાબાને જામનગરમા વિધાનસભાની ટિકિટ આપી પૂનમ માડમે એક તીરે બે નિશાન તાક્યા !
Image Credit source: ફાઇલ તસવીર

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 :જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને જામનગર ઉત્તર સીટના ધારાસભ્ય પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ સીટ પર ભાજપ દ્વારા પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા જાડેજાને દૂર કરીને નવા અને યુવા ચહેરાને તક આપી છે. જોકે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે આ ટિકિટ પાછળ જામનગરના સાંસદ પૂનમબેન માડમની મહત્વની ભૂમિકા છે. છેલ્લા ઘણા સમયથી જામનગરમાં પૂનમબેન અને હકુભા વચ્ચેનું કોલ્ડ વોર જોવા મળ્યું હતું. તેવામાં ટિકિટ ન મળતા જામનગર જિલ્લાના રાજકારણમાં પૂનમબેનનું વર્ચસ્વ વધ્યું છે.

જોકે એક એવી પણ ચર્ચા છે કે રિવાબા જાડેજા છેલ્લા લાંબા સમયથી આ વિસ્તારમાં સામાજિક પ્રવૃત્તિ કરતા હતા અને તેમનો ટાર્ગેટ લોકસભાની ટિકિટ હોય તે રીતે જિલ્લાના તમામ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોના પ્રવાસ કરતા હતા. હવે વિધાનસભાની ટિકિટ મળતા તેમની સંસદની ચૂંટણી લડવાની અટકળોનો અંત આવ્યો છે અને હાલના સંજોગોમાં આ સીટ પર પૂનમબેન માડમ નિશ્ચિત મનાઈ રહ્યા છે જેથી હકુભા હાલના તબક્કે ચૂંટણીથી દૂર પણ રહ્યા અને પૂનમબેન માડમ માટે કોઈ હરીફ પણ ન રહ્યા તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

ગુજરાત ઇલેકશન 2022 : ઘણા સમયથી રિવાબાએ ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ કર્યો

રિવાબા જાડેજા ભાજપમાં જોડાયા બાદ તેઓએ સામાજિક પ્રવૃત્તિ સાથે પોતાનો લોક સંપર્ક શરૂ કર્યો હતો. રિવાબા જામનગર, કાલાવડ, લાલપુર, ધ્રોલ સહિતના તાલુકાઓમાં ગ્રામ્ય સ્તરે લોકોનો સંપર્ક કરી સેવાકીય પ્રવૃતિ કરતા હતા. ત્યારે એ વાત સ્પષ્ટ દેખાતી હતી કે રિવાબા આગામી ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે. તેઓ જે રીતે જિલ્લાભરનો પ્રવાસ કરતા હતા, તેનાથી આ તૈયારી લોકસભા માટેની હોય તેવું લાગતું હતું પરંતુ હવે જ્યારે તેઓની ટિકિટ વિધાનસભા માટે જાહેર થઈ છે, ત્યારે આ છેદ ઉડી ગયો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ગુજરાત ઇલેકશન 2022 : પૂનમ માડમ VS હકુભા જાડેજામાં પૂનમ માડમની જીત ?

જામનગરના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી પૂનમ માડમ અને હકુભા ચર્ચામાં છે. આ કોલ્ડવોરમાં ખાનગી કંપનીએ પણ ઝંપલાવ્યું હતું અને તેથી જ હકુભાનો વિરોધ થયેલો. જેના કારણે હકુભાની ટિકિટ કપાઇ. બીજી તરફ પૂનમબેન માડમે પણ રિવાબાને સમર્થન આપીને લોકસભા સીટ પર પોતાના હરીફ તરીકે રહેલા રિવાબાને દૂર કરી દીધા. આમ જામનગરના રાજકારણમાં પૂનમ માડમનો દબદબો સ્પષ્ટપણે જોવા મળ્યો છે.

ગુજરાત ઇલેકશન 2022 : હકુભાનું ભાજપે ડેમેજ કંટ્રોલ કર્યું

વિધાનસભાની ટિકિટ ન મળતા હકુભા જાડેજા ભાજપથી નારાજ જોવા મળ્યા હતા. હકુભાઈ અન્ય પક્ષમાંથી પણ ચૂંટણી લડવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. પરંતુ અંતે ભાજપ હકુભાનું ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહી હતી અને જામનગરની ત્રણેય સીટના ઇન્ચાર્જ તરીકે હકુભાને જાહેર કરીને ઘીના ઠામમાં ઘી પાડી દીધું હતું.

Published On - 12:41 pm, Mon, 14 November 22

Next Article