Gujarat Election 2022: ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ચૂંટણીના ધમધમાટ વચ્ચે આપ્યું મોટું નિવેદન

ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ  કહ્યું હતું કે  મને ધારાસભ્ય બનવાનો કોઈ શોખ નથી. કોંગ્રેસમાં રહીને AAP અને ભાજપને હરાવવાનું કામ કરીશ. મહત્વનું છે કે, રાજકોટની પૂર્વ અને પશ્વિમ બેઠક પર ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું નામ ચર્ચામાં હતું.

Gujarat Election 2022: ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ચૂંટણીના ધમધમાટ વચ્ચે આપ્યું મોટું નિવેદન
Indranil rajyaguru
| Edited By: | Updated on: Nov 07, 2022 | 5:26 PM

ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે કોંગ્રેસના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ વિધાનસભાની ચૂંટણી નહીં લડે. આગામી વિધાનસભાની ચૂંટણી નહિ લડવાની રાજ્યગુરુએ જાહેરાત કરી છે. AAP છોડીને કોંગ્રેસમાં ઘરવાપસી કરનાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ  કહ્યું હતું કે  મને ધારાસભ્ય બનવાનો કોઈ શોખ નથી. કોંગ્રેસમાં રહીને AAP અને ભાજપને હરાવવાનું કામ કરીશ. મહત્વનું છે કે, રાજકોટની પૂર્વ અને પશ્વિમ બેઠક પર ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું નામ ચર્ચામાં હતું. તેની વચ્ચે ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી છે.

આ તરફ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કેજરીવાલને મજબૂત અને વિચારશીલ માણસ ગમતો નથી. જયારે મને કેજરીવાલની ખોટી વાતોની ખબર પડતા આપની સભામાં જવાનું બંધ કર્યું હતું. કેજરીવાલ ખોટી વાતો કરે છે. જે ખોટી વાતોનો હું આગામી દિવસોમાં પર્દાફાશ કરીશ. વધુમાં કહ્યું, AAP પાસે મેં જીતી શકાય તેવા ઉમેદવારની 22 ટિકિટ માગી હતી,પરંતુ કેજરીવાલને ભાજપને મદદ થાય તેવા ઉમેદવાર જોઇએ છે.

 

કોંગ્રેસ અને ‘આપ’ના પરસ્પર આરોપ પ્રત્યારોપ

ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ  આપ છોડયા બાદ પુનઃ કોંગ્રેસમાં જોડાયા હતા અને આપ ઉપર વિવિધ આરોપ કર્યા હતા. સીએમ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસના ગયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરૂના આક્ષેપને ફગાવ્યા હતા. તેમજ કહ્યું હતું કે ઇન્દ્રનીલ રાજ્યગુરૂને CMના ઉમેદવાર બનવું હતું, પણ ઇસુદાનનું નામ જાહેર થતાં આમ આદમી પાર્ટી છોડી દીધી. રાજકોટની મુલાકાતે પહોંચેલા અરવિંદ કેજરીવાલે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ લગાવેલા આક્ષેપ ફગાવ્યાં અને કહ્યું કે ઇન્દ્રનીલ ખોટી વાતો કરી રહ્યાં છે.જો તેમને આમ આદમી પાર્ટીથી વાંધો હતો તો કેમ જોડાયા હતા સાથે જ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર તરીકે ઇસુદાન ગઢવીનું નામ જાહેર થતાં ઇન્દ્રનીલે AAP છોડી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, AAPમાંથી કોંગ્રેસમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂની ઘરવાપસીને લઇ આક્ષેપ પ્રતિઆક્ષેપ થઇ રહ્યાં છે..ત્યારે અરવિંદ કેજરીવાલના આરોપ પર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ વળતો જવાબ આપ્યો…ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યાં અને કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો સીએમ પદનો ચહેરો 6 મહિનાથી નક્કી હતો પણ ગુજરાતમાં સેન્સના નામે ખોટા નાટક કરવામાં આવ્યા છે કેજરીવાલની એવી ઇચ્છા નોહતી કે સાચુ અને લોકોનું ભલું કરે તેવો માણસ આવે. કેજરીવાલ તેમના જેવા જ ખોટા માણસને લાવવા માગતા હતા.

Published On - 5:09 pm, Mon, 7 November 22