Gujarat Election 2022: આજે ગૃહપ્રધાન અમિત શાહ વતનમાં, પોતાના મતવિસ્તારથી લઈ આ કાર્યક્રમોમાં આપશે હાજરી

|

Sep 25, 2022 | 11:57 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે,તેમ રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાતની જનતાની નજીક આવવા મથામણ કરી રહ્યા છે.આજે ફરી એક વાર ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે.

Gujarat Election 2022: આજે ગૃહપ્રધાન અમિત શાહ વતનમાં, પોતાના મતવિસ્તારથી લઈ આ કાર્યક્રમોમાં આપશે હાજરી
AMit Shah gujarat visit

Follow us on

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે અવાર નવાર પ્રધાનમંત્રી મોદીથી માંડીને કેન્દ્રીય કક્ષાના વરિષ્ઠ નેતાઓની ગુજરાત મુલાકાતમાં વધારો થયો છે. વિવિધ પક્ષોના નેતાઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતની જનતાને રીઝવવા માટે વારંવાર ગુજરાતની (Gujarat) મુલાકાત લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના (Amit Shah) ગુજરાત પ્રવાસ સતત વધી રહ્યા છે. ત્યારે ફરી એકવાર અમિત શાહ આજે ગુજરાતમાં આવશે. ગુજરાતમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે તો સાથે જ તેઓ પોતાના મત વિસ્તારમાં અનેક કાર્યક્રમમાં હાજરી આપશે.

માણસામાં સહ પરિવાર સાથે માતાજીની આરતી કરશે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે (Amit Shah gujarat visit) આવવાના છે. જો વિગતે વાત કરીએ તો 26 સપ્ટેમ્બરે અમિત શાહ પોતાના મત વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. સવારે 9 વાગ્યે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણમાં હાજરી આપશે. તો બપોરે 1 વાગે બાવળા ખાતે APMCના સંમેલનમાં હાજરી આપશે. ઉપરાંત ખારીકટ ફતેવાડી કેનાલના પિયત વિસ્તારને સરદાર સરોવર યોજનામાં સમાવેશ આભાર કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે.

આજનું રાશિફળ તારીખ : 30-11-2024
પુષ્પા 2 પછી અલ્લુ અર્જુન કરશે આ પહેલું કામ !
કામની વાત : વિદેશમાં વિઝા-ફ્રી એન્ટ્રી, વિઝા ઓન અરાઈવલ અને ઈ-વિઝા વચ્ચે શું છે તફાવત ?
દ્વારકાના ફરવાલાયક 9 સ્થળો, સાતમુ સૌનું ફેવરિટ, જુઓ Photos
Video : એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટાએ ક્રિકેટર શ્રેયસ અય્યરને કહ્યું Sorry, જાણો કારણ
ખુશખબર : અમદાવાદના SG Highway નજીક બનશે અનોખુ Lotus Park, જુઓ Photos

ભાજપ દ્વારા હંમેશા દર્શાવવામાં આવે છે કે તે ખેડૂતો માટે કાર્યરત છે. ત્યારે ખેડૂતોના જેટલા પડતર પ્રશ્નો પૂર્ણ થયા છે, ત્યારે તેને લઈને પણ એક સંમેલન યોજવામાં આવશે. તેની સાથે જ 27 સપ્ટેમ્બરના રોજ અમિત શાહ ગાંધીનગરના (Gandhinagar) કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની અદ્યતન 150 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવાના છે તો 27 સપ્ટેમ્બરે પોતાના વતન માણસાની મુલાકાત લેશે. તેઓ દર વર્ષે નવરાત્રી દરમિયાન પોતાના વતન માણસા જતા હોય છે અને આ વર્ષે પણ તેઓ માણસમાં સહ પરિવાર સાથે માતાજીની આરતી કરશે.

Published On - 9:36 am, Sun, 25 September 22

Next Article