Gujarat Election 2022 : ગુજરાત કોંગ્રસે મેનિફેસ્ટોમાં જાહેર કર્યા આ ખેડૂતલક્ષી વાયદાઓ
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કુલ આઠ મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ કેટલાક વાયદાઓ આપ્યા છે. ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 :ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કુલ આઠ મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ કેટલાક વાયદાઓ આપ્યા છે. ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. તો સાથે જ આ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. ખેડૂતોનું દેવું માફ, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, 300 યુનિટ વીજળી ફ્રી,જૂની પેંશન યોજના, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદી સહિતના તમામ વાયદાઓને તેમાં આવરી લેવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસનું ‘જન ઘોષણાપત્ર’ રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના હસ્તે જાહેર કરવામાં આવ્યું છે.
કોંગ્રેસના મેનિફેસ્ટોમાં ખેડૂતલક્ષી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે ખેડૂતની રૂ. 3 લાખ સુધીની લોન માફ થશે અને વીજ બીલ માફ કરવાનો વાયદો કરવામાં આવ્યો છે.