
ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે, ત્યારે અમદાવાદમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઇ છે. ઉમેદવારો યોગ્ય રીતે ફોર્મ ભરી ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીને જમા કરાવી શકશે. કલેક્ટર કચેરી ખાતે અસારવા, એલિસબ્રિજ, નરોડા, જમાલપુર ખાડીયા અને ઠક્કરબાપા નગરના ઉમેદવારો ફોર્મ ભરી શકશે. જો સમગ્ર પ્રક્રિયા જોઇએ તો 10 નવેમ્બરે ફોર્મ ભરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ થશે. 17 નવેમ્બર ફોર્મ ભરવાનો અંતિમ દિવસ રહેશે. જ્યારે કે 18 નવેમ્બરે ફોર્મની ચકાસણી થશે અને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 21 નવેમ્બર છે. મહત્વનું છે કે, બીજા તબક્કાની કુલ 93 બેઠકો માટે 5 નવેમ્બરના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
એક તરફ ભાજપ ઉમેદવારોના નામની જાહેરાત કરે તે પહેલા જ ભાજપના સીનિયર નેતાઓ એક પછી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી હતી. આ બધાની વચ્ચે ભાજપ આજે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરશે. તો બીજી તરફ ઉમેદવારોના નામ ફાઈનલ કરવા દિલ્લીમાં ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી હતી.PMની હાજરીમાં ઉમેદવારીની યાદી પર મંથન ચાલ્યું. જેમાં ટિકિટ વહેંચણીને લઈને આશરે ચાર કલાકથી વધુ સમય સુધી ચર્ચા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આ વખતે નવા ચહેરાઓને ટિકિટ મળી શકે છે.
વિધાનસભાની ચૂંટણીને લઈ આંતરરાજ્યની સરહદ ધરાવતા જિલ્લાઓમાં પોલીસ એલર્ટ મોડ પર છે. મહિસાગર જિલ્લાને સ્પર્શતી રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર સીલ કરવામાં આવી છે અને ચેકપોસ્ટ ઉભી કરીને આંતરરાજ્ય રાજ્યમાંથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચેકપોસ્ટ પર જીલ્લા પોલીસ દ્વારા CFSIની અલગ અલગ ટિમો બનાવી ચેકિંગ શરૂ કરવામાં આવ્યુ છે.